Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉતાવળે આંબા નહીં પાકે: કેસર અને હાફૂસનો પાક એક મહિનો મોડો થશે

-સ્વાદના શોખીનો માટે માઠા સમાચાર: કેરીની સિઝન એક જ મહિનો રહેશે

-છેક મે મહિનાના અંતે કુદરતી રીતે પાકેલી કેસર કેરી બજારમાં આવશે: હાફૂસમાં હજુ ફૂલ બેસવાની શરૃઆત જ થઈ

અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર


ફળોમાં રાજા ગણાતી અને સ્વાદના શોખીનોને દાઢે વળગી જતી સોરઠની મઘમઘતી સોડમદાર કેસર કેરી તેમજ દક્ષિણ ગુજરાતની હાફૂસ કેરીની સીઝન એક મહિનો મોડી થવાના માઠા સમાચાર મળી રહ્યા છે.

ઉતાવળે આંબા ન પાકે... તે કહેવત અનુસાર કેસર અને હાફૂસ કેરીના આંબા પાકતા છેક મે મહિનાનો અંત આવી જશે. અલબત, સ્થાનિક બજારોમાં તળ૫દા શબ્દ ખાખડીથી ઓળખાતી કાચી કેરી આવવા માંડી છે. ૫રંતુ કુદરતી રીતે પાકેલી 'સાંખ' ખાવા માટે લોકોને માંડ એકાદ માસનો સમય મળશે.

ગુજરાતમાં કેરીની બે જાત સૌથી વધુ પ્રચલિત છે. સોરઠ અને સૌરાષ્ટ્રમાં પાકતી કેસર કેરી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પાકતી હાફૂસ કેરી સૌથી વધુ ખવાય છે. વાતાવરણની વિ૫રીત અસરના કારણે આ બન્ને પ્રકારની કેરીની સીઝન મોડી ચાલી રહી છે. વાતાવરણ પ્રત્યે કેરીનો પાક ખુબ જ સંવેદનશીલ હોય છે. જરા અમથા બદલાવથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન ઉ૫ર મોટી અસર ૫ડે છે.

કેસર કેરી અંગે વિગતો આપતા જૂનાગઢ કૃષિ યુનિવસટીના બાગાયત સંશોધન કેન્દ્રના વૈજ્ઞાાનિક ડો.આર.આર.વિરડિયા કહે છે કે, હાલ મગીયા અને વટાણા જેવડા ફળ થયા છે. છેક ફેબુ્રઆરી માસમાં ફ્લાવરીંગ શરૃ થયું હતું. માટે કુદરતી રીતે પાકેલી સાંખ બજારમાં આવતા મે મહિનાનો અંત આવી જશે.

સામાન્ય રીતે એપ્રિલ માસથી કેસર કેરી બજારમાં આવી જતી હોય છે. બીજી તરફ જૂન માસમાં વરસાદ શરૃ થઇ જતો હોય છે. જેથી કેસર કેરીની સીઝન માંડ એકાદ માસ ચાલશે. કેસર કેરી ઉ૫ર હાલ વારંવાર ૫લટાઇ રહેલા વાતાવરણની માઠી અસર વર્તાઇ છે. અચાનક જ વરસાદ, ઠંડી અને ગરમીના કારણે કેરીનું બંધારણ યોગ્ય રીતે થઇ રહ્યુ નથી. પાંદડા ખરી જવાની સમસ્યા અને ભૂકીછારા જેવા રોગ દેખાઇ રહ્યા છે.

હાફૂસ કેરીની હાલત વિશે નવસારી કૃષિ યુનિવસટીના મેંગો રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાાનિક ડો.ડી.કે.શર્માના જણાવ્યા અનુસાર આંબામાં હાલ ફ્લાવરીંગ ચાલી રહ્યુ છે. સામાન્ય સંજોગોમાં જાન્યુઆરીમાં ફ્લાવરીંગ થઇ ગયું હોય છે.

હવે હાફૂસ છેક જૂન માસના બીજા સપ્તાહમાં બજારમાં આવવાની શક્યતા છે. જ્યારે જૂલાઇમાં તો નિશ્ચિત રૃપે ચોમાસુ શરૃ થઇ જતુ હોવાથી હાફૂસની સીઝન તો માંડ ૧૫-૨૦ દિવસ કે વધીને એક માસ ચાલશે. હાફૂસમાં હજુ સુધી વાતાવરણની કોઇ પ્રતિકુળ અસર થયાનું બહાર આવ્યું નથી.

કેરીની સીઝન ૫હેલા બજારમાં કાચી કેરી આવવા માંડે છે. ખાખડી તરીકે ઓળખાતી કાચી કેરી ભોજનમાં સંભારા તરીકે તેમજ થોડી મોટી થયા બાદ અથાણા બનાવવામાં ઉ૫યોગમાં લેવાય છે. આ ઉ૫રાંત ભેળ, પાણી-પુરી કે નાસ્તામાં ૫ણ ખટ્ટમીઠી ખાખડી ખુબ જ ખવાય છે. જો કે હાલ ફક્ત સ્થાનિક બજારોમાં જ જોવા મળતી આ ખાખડીની કિંમત રૃ.૧૦૦થી ૧૫૦ પ્રતિકિલો જેટલી ઊંચી છે.    

 વહેલો પાક લેવા જોખમી કેમિકલનો ઉ૫યોગ!

નિયમ સમય કરતા વહેલી કેરી ૫કાવીને ઉંચો ભાવ મેળવી લેવાની લ્હાયમાં ઘણા બાગાયતકારો કલ્ટાર નામના જોખમી કેમિકલનો ઉ૫યોગ કરતા થઇ ગયા છે. તેનાથી આંબામાં વહેલી કેરી આવવા માંડે છે. આ ઉ૫રાંત કાચી કેરી ઉતારીને કાર્બાઈડ જેવા ૫દાર્થો દ્વારા ૫ણ કેરી ૫કાવવામાં આવે છે. આ બન્ને કેમિકલના ઉ૫યોગથી પાકેલી કેરી ખાવાથી લોકો અનેક રોગનો ભોગ બની શકે છે. જો કે આવી રીતે પકાવેલી કેરીનો રંગ જ ફક્ત કેસરી થાય છે, બાકી તેમાં સ્વાદ કે સોડમ હોતા નથી.

 રત્નાગીરી એકાદ મહિનામાં બજારમાં આવી જશે

મહારાષ્ટ્રના દેવગઢ વગેરે વિસ્તારમાં પાકતી અને રત્નાગીરી તરીકે જાણીતી કેરી હવે એકાદ માસમાં બજારમાં જોવા મળે તેવી શક્યતા છે. બાગાયત વૈજ્ઞાાનિકોના મતે કુદરતી પ્રક્રીયાના ભાગરૃપે આ કેરી વહેલી આવે છે. મહારાષ્ટ્રથી દક્ષિણ ભારત સુધીના ૫ટ્ટામાં ચોમાસાનું વહેલુ આગમન થાય છે તથા ચોમાસુ વહેલા પુરૃ થઇ જાય છે.

માટે કેરીમાં ફ્લાવરીંગ, ફળોનું બંધારણ અને કા૫ણી અવસ્થા સુધીનો વિકાસ વગેરે પ્રક્રીયા ગુજરાત કરતા વહેલી ચાલે છે. માટે રત્નાગીરી કેરી વહેલી બજારમાં આવે છે. આ કેરી ૫ણ ગુજરાતમાં સારી એવી ખવાય છે.

Post Comments