Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માર્ગ અકસ્માતમાં મોટા પુત્રનું સારવાર દરમિયાન મુંબઇમાં મોત

-આજે મૃતદેહ વડોદરા લવાય એવી શક્યતા

વડોદરા, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

એક અત્યંત કરૃણ ઘટનારૃપે, વડોદરાના યુવાન દંપતીનો ભોગ લેનારા મહારાષટ્રના દહાણુ ગામે થયેલા માર્ગ અકસ્માતમાં દંપતીનો તેજસ્વી પુત્રનું પણ મોત થયું છે.

ગઇકાલ સુધીના ચાર સ્વજનોના હર્યાભર્યા સંસારમાં હવે ૧૦ વર્ષનો નાનો પુત્ર સાવ એકલો પડી ગયો છે. મૃત મોટા પુત્રના પાર્થિવદેહને મુંબઇથી આવતીકાલે ગુરૃવારે વડોદરા લવાય એવી શક્યતા છે.

પ્રાપ્ત વિગતને અનુસાર, અત્રે ગોરવા વિસ્તારમાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મહેન્દ્ર મણિલાલ શાહ (તણખલાવાળા) ના પુત્ર ચિરાગ (૩૯), એમના પત્ની પિન્કીબેન (૨૯) તથા પુત્રો ક્ષિતિજ (૧૩) અને યુગ(૧૦), નાતાલની રજાઓમાં માતા-પિતાને મળી ગઇ તા.૧ જાન્યુઆરીએ પોતાના કારમાં બેસી વડોદરાથી એમના રહેણાંક સ્થળ પૂણે જઇ રહ્યા હતા.

રસ્તામાં મહારાષ્ટ્રના દહાણુ ગામ પાસે, સામેથી આવતી અન્ય કાર આકસ્મિક, ચિરાગભાઇની કાર પર ધડાકાભેર પડતાં કારચાલક ચિરાગભાઈ અને પિન્કીબેનનું ઘટનાસ્થળે મોત થયુ હતુ.

એમના ઈજાગ્રસ્ત બંને બાળકોને હરિયા હોસ્પિટલમાં સારવાર પૂરી પડાઈ હતી. એ પૈકી મોટા પુત્ર ક્ષિતિજની હાલત ગંભીર હોવાથી એને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં આજે એનું કરૃણ મોત થયુ છે. સદ્ગત ક્ષિતિજ પણ એના મમ્મી- પપ્પાની જેમ ભણવામાં તેજસ્વી હતો.

કુદરતની એક જ થપાટે ચાર માનવીઓનું હસતુ રમતુ પરિવાર વેરવિખેર થઈ ગયુ છે. કુટુંબનો સહુથી નાનો અને લાડકો સભ્ય- પુત્ર યુગ વિશાળ વિશ્વમાં એકલો પડી ગયો છે.

ગોરવામાં રહેતા મહેન્દ્ર મણીલાલ શાહ અને એમના પત્ની કોકિલાબેન શાહની સાંસારિક જવાબદારી ઢલતી ઉંમરે જ વધી ગઈ છે. હાલમાં મહારાષ્ટ્રમાં થઈ રહેલા હિંસક ઘટનાઓના પરિણામે રસ્તા પરના અવરોધોના લીધે ક્ષિતિજનો મૃતદેહ  આવતીકાલે ગુરૃવારે મુંબઈથી વડોદરા પહોંચે એવી શક્યતા છે.

Post Comments