Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસે ઓબીસી અનામતની ફોર્મ્યુલા આપી આજે સિબ્બલ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપશે

-મધરાતે કપિલ સિબ્બલ-પાસના નેતાઓ વચ્ચે બેઠક થઇ

-ચારેક કલાક સુધીની મેરેથોન બેઠકો અનિર્ણિત રહી , બે-ત્રણ દિવસમાં ફરી પાસ-કોંગ્રેસની બેઠક યોજાશે

અમદાવાદ, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

પાટીદાર સહિત બિન અનામત વર્ગને અનામતનો લાભ મળી શકે તે માટે કોંગ્રેસે છેલ્લી ઘડીના પ્રયાસો કર્યાં છે. પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અને સુપ્રિમના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ અને પાસના નેતાઓ વચ્ચે મધરાતે મેરેથોન બેઠક યોજાઇ હતી.જોકે, આ બેઠક અનિર્ણિત રહી હતી. બેઠકમાં કોંગ્રેસે ઓબીસી અનામતની ફોર્મ્યુલા રજૂ કરી હતી. શુક્રવારે દિલ્હીમાં કપિલ સિબ્બલ સોનિયા ગાંધીને આ બેઠકમાં થયેલી ચર્ચાનો અહેવાલ રજૂ કરશે.

અનામતના મામલે પાટીદારોની નારાજગીનો લાભ લેવા કોંગ્રેસ ઉત્સુક બની છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો સહિત અન્ય બિનઅનામત વર્ગ કોંગ્રેસ તરફ ઢળી શકે છે એટલે જ કોંગ્રેસ આ વર્ગને અનામત આપવા ઇચ્છુક છે. છે.

બુધવારે મોડી રાત્રે ૧૧ વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ કપિલ સિબ્બલ અને પાસ કોર કમિટીના સભ્યો સાથે બેઠક મળી હતી જેમા તામિલનાડુ,રાજસ્થાન,આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં અનામતના મુદ્દે કોર્ટે આપેલાં ચુદાદાઓ ટાંકીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર સહિત બિનઅનામત વર્ગને ઓબીસીમાં સમાવી શકાય તે અંગે પાસના નેતાઓએ સવાલ કરતાં બંધારણિય રીતે અનામતનો લાભ કેટલુ શક્ય છે તે મામલે આમને સામને ચર્ચા થઇ હતી.

બુધવારે રાત્રે નવેક વાગે બેઠક યોજવા નક્કી કરાયુ હતું પણ દિલ્હીમાં હવામાન બગડતાં ફલાઇટ મોડી પડતાં કપિલ સિબ્બલ અગિયાર વાગે અગિયાર વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પહોંચ્યા હતાં જેના લીધે બેઠક નિર્ધારિત સમય કરતાં બે કલાક મોડી શરૃ થઇ હતી. પ્રથમ તબક્કાની બેઠકમાં કોંગ્રેસ પાટીદારોને કઇ રીતે અનામત મળી શકે તેની ત્રણ ફોર્મ્યુલા રજૂ કરી હતી.

આ ફોર્મ્યુલાના મુદ્દે પાસના નેતાઓ વાંધો ઉઠાવતાં લગભગ સવા વાગે કપિલ સિબ્બલે શક્તિસિંહ ગોહિલ,બાબુ માંગુકિયા,સિધ્ધાર્થ પટેલ,ભરત સોલંકી સહિતના નેતાઓ સાથે બેઠક યોજી રણનીતિ ઘડી હતી. આ તરફસ કોન્ફરન્સ હોલમાં દિનેશ બાંભણિયા,લલિત વસોયા, ગીતાબેન પટેલ,મનોજ પનારા સહિતના પાસ નેતાઓએ કોંગ્રેસની ફોર્મ્યુલાના મુદ્દે અંદરોઅંદર ચર્ચા કરી હતી. દોઢ વાગે ફરી બીજા તબક્કાની બેઠક શરૃ થઇ હતી. અઢી વાગે બેઠક પૂર્ણ થઇ હતી.

બેઠક પૂર્ણ થયા બાદ પાસ નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓ સાથે હકારાત્મક દિશામાં વાતચીત થઇ છે. અનામતનો લાભ કેવી રીતે મળે તે માટે કોંગ્રેસે ઘણું જ કાયદાકીય સંશોધન કર્યું છે. આ દિશામાં સારો ઉકેલ આવશે તેવી આશા છે. હાર્દિક પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો સાથે ચર્ચાને નિર્ણય કરીશું.

કપિલ સિબ્બલે કહ્યું કે, સંવૈધાનિક રીતે અનામતનો લાભ મળે તે માટે ફુલપ્રુફ પ્લાન છે તે મુદ્દે વાતચીત થઇ છે.અમે રસ્તો દેખાડયો છે. ્અનામતના વિકલ્પ પાટીદારોને પસંદ પડશે. સહમતિ સધાય તે માટેના પ્રયાસો છે. બે ત્રણ દિવસમાં ફરીથી બેઠક થશે.

સૂત્રોનુ કહેવું છેકે, શુક્રવારે સિબ્બલ સોનિયા ગાંધીને પાટીદારો સાથે થયેલી બેઠક વિશે રિપોર્ટ આપશે. આમ, પાટીદારોએ કોંગ્રેસના નેતાઓએ અનામતના લાભ માટેના પ્રયાસોને આવકાર્યા હતાં. બેઠક પૂર્ણ થયા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતીએ જય સરદાર,જય પાટીદારના નારાં ગુંજ્યા હતાં.

કોંગ્રેસે અનામત માટે કઇ ફોર્મ્યુલા રજૂ કરી

સૂત્રોના મતે, કોંગ્રેસે આર્થિક પછાત વર્ગમાં (ઇબીસી)માં સમાવવાની ફોર્મ્યુલા રજૂ કરી હતી પણ પાસના નેતાઓએ આ વાતને મંજૂર રાખી ન હતી. તેમણે માત્રને માત્ર ઓબીસીમાં સમાવવાનો આગ્રહ રાખ્યો હતો કેમ કે, બંધારણિય રીતે ઇબીસી અનામતની કોઇ જોગવાઇ જ નથી. પાટીદારોને ઓબીસીમાં સમાવી શકાય તેવી ફોર્મ્યુલા રજૂ કરાઇ હતી. ઓબીસી અનામતમાં કોઇ ફેરફાર કર્યા વિના કોંગ્રેસે એ વાતને સ્પષ્ટ કરી હતી કે, ૧૦ ટકા વધારાની અનામત ઉમેરીને સમાવવાની દરખાસ્ત રજૂ કરાઇ હતી.

કોંગ્રેસે આ માટે સંસદમાં બંધારણિય સુધારો ખરડો રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. ગુજરાત ઉપરાંત હરિયાણા,રાજસ્થાનમાં અન્ય જ્ઞાાતિઓને અનામતનો લાભ આપવા કોંગ્રેસની ગણતરી છે. પાટીદારોને ઓબીસીમાં સમાવવા ગુજરાતમાં સર્વે કરાવવા પણ કોંગ્રેસે ફોર્મ્યુલા રજૂ કરી હતી. બંધારણિય રીતે આ શક્ય છે પણ કોંગ્રેસ માટે એ વાતનુ પણ જોખમ છેકે, ઓબીસી જ્ઞાાતિ કોંગ્રેસથી ખફા થઇ શકે છે.

ગાંધીનગર પાસે પાસના નેતાઓની બેઠક,હાર્દિક હાજર રહ્યો

પૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી કપિલ સિબ્બલે ઓબીસી અનામતનો લાભ મળી શકે તે માટેની ફોર્મ્યુલા સાથે થયેલી ચર્ચા બાદ ગુરૃવારે પાસના નેતાઓની એક બેઠક મળી હતી જેમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. ગાંધીનગર નજીક મળેલી આ બેઠકમાં કોંગ્રેસ સાથે થયેલી ચર્ચાનો અહેવાલ રજૂ કરાયો હતો. હવે આગળ શું કરવું તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આગામી બે ત્રણ દિવસમાં ફરી એકવાર કોંગ્રેસ સાથે બેઠક કરવા પાસના નેતાઓએ નક્કી કર્યુ હતું.

Post Comments