Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિધાનસભામાં ભાજપને ઘેરવા કોંગ્રેસે ધારાસભ્યોને તાલીમ આપવાનું શરૃ કર્યું

- કોંગ્રેસની ત્રણ દિવસીય સંસદિય પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ

- સક્રિય રીતે ચર્ચામાં કેવી રીતે ભાગ લેવો, સોશિયલ મીડિયાના ઉપયોગની પણ તાલીમ આપશે

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર ૧૯ ફેબુ્રઆરીથી યોજાવવા જઇ રહ્યું છે ત્યારે તેમાં શાસક પક્ષ ભાજપને આયોજનબદ્ધ રીતે ઘેરવા માટે કોંગ્રેસે તૈયારીઓ શરૃ કરી દીધી છે. જેના ભાગરૃપે કોંગ્રેસ દ્વારા તેના ૭૭ ધારાસભ્યો માટે ત્રણ દિવસીય 'સંસદિય પ્રશિક્ષણ શિબિર' યોજવામાં આવી રહી છે અને શુક્રવારથી તેનો પ્રારંભ થઇ ગયો છે.

કોંગ્રેસ દ્વારા તેના ધારાસભ્યો માટે આ પ્રકારની સંસદિય પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવી રહી હોય તેવું પ્રથમવાર બન્યું છે. દહેગામ-કપડવંજ રોડ ખાતે નંદનબાગ વાત્રિકા ખાતે યોજાઇ રહેલી આ  'સંસદિય પ્રશિક્ષણ શિબિર'માં કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ તેના ધારાસભ્યોને વિધાનસભામાં પ્રશ્નો કઇ રીતે ઉઠાવવા-દલિલમાં સક્રિય રીતે કઇ ભાગ લેવો-કઇ અસરકારક રીતે પોતાનો મુદ્દો રજૂ કરવો તેનો છે.

આ ઉપરાંત ધારાસભ્યોને ગુજરાત વિધાનસભાના ઈતિહાસથી પણ માહિતગાર કરવામાં આવશે. અનેક ધારાસભ્યો આ વખતે પ્રથમવાર ચૂંટાયા હોવાથી વિધાનસભામાં તેમને તેમના હક-જવાબદારીથી પણ વાકેફ કરાશે.

આ અંગે ગુજરાત કોંગ્રેસના એક વરિષ્ઠ કાર્યકરે જણાવ્યું કે, 'વિધાનસભામાં બિલ અને પ્રસ્તાવ કઇ રીતે કરવામાં આવે છે તેનાથી અનેક ધારાસભ્યો અજાણ છે. પ્રશિક્ષણ શિબિરમાં તેની પણ માહિતી અપાશે.  આ ઉપરાંત ધારાસભ્યોને મીડિયામાં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા, સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરવો  તેની પણ તાલીમ આપવામાં આવશે.'

Post Comments