Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસે પણ ચૂંટણી માટે ૧૧૦ ઉમેદવારોનાં નામ નક્કી કર્યા

- દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠકમાં નિર્ણય

- સીટિંગ ૪૩ પૈકીમાંથી ૩ થી ૫ ધારાસભ્યોની ઉંમર, સ્થાનિક રિપોર્ટ જોઇને પુન: વિચાર કરાશે

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠક મળી હતી. જેમાં ૧૧૦ જેટલા ઉમેદવારોના નામ નક્કી કરાયા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત કોંગ્રેસનાં જે ૪૩ ધારાસભ્યો છે તેમાંથી લગભગ ૩૮ થી ૪૦ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવાનો નિર્ણય લેવાઇ ગયો છે. પરંતુ બાકી રહેલા ૩ થી પાંચ ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપવી કે નહીં તેનો નિર્ણય તેની ઉંમર, સ્થાનિક કક્ષાનો રિપોર્ટ વગેરેને ધ્યાનમાં લેવાશે.

કેન્દ્રીય ચૂંટણી કમિટીની બેઠકમાં ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા પણ હાજર રહ્યા હતા. આ બેઠક આખો દિવસ ચાલી હતી જેમાં ગુજરાતનાં ત્રણેય નેતાઓએ પણ કઇ બેઠક માટે કોને લડાવી શકાય તેનો વિગતથી રિપોર્ટ આપ્યો હતો.

સૂત્રો જણાવે છે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવી ગયા બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ માટે પણ ટિકિટની ફાળવણીનું કામ સહેલું નથી રહ્યું. કારણ કે અલ્પેશે જે કોઇ બેઠકો માટે ટિકિટ માગી છે, જે ડીલ નક્કી થયું છે તે મુજબનો નિર્ણય લેવો પડે તેમ છે. જેને કારણે ઉમેદવારોની પસંદગીને પગલે જે-તે વિસ્તારમાં અને આગેવાનોમાં અસંતોષ ન ફેલાય તે બાબતની કાળજી લેવાઇ રહી છે.

કમિટીએ પાટીદાર ફેકટરને પણ વિશેષ રીતે ધ્યાનમાં લીધુ છે. પાટીદાર સમૂદાયની જયાં વધુ વસતિ છે અને જે બેઠક જીતવા માટે પાટીદારો ચાવીરૃપ ભૂમિકા ભજવી શકે તેમ છે તેવી બેઠકો પર પાટીદાર ઉમેદવારોની પસંદગી થઇ રહી છે.

સૂત્રો જણાવે છે કે પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારોની સત્તાવાર જાહેરાત ૧૬મી નવેમ્બરે કરવામાં આવશે. જયારે ૧૮મી નવેમ્બરે દિલ્હીમાં ફરીથી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે. જેમાં બાકી રહેલી તમામ બેઠકો માટેનાં ઉમેદવારોના નામની ચર્ચા-વિચારણા કરી તેને આખરી સ્વરૃપ અપાશે. આગામી દિવસોમાં કોંગ્રેસ તમામ ૧૮૨ બેઠકો પર કોને ચૂંટણી લડાવી તેના નામો નક્કી કરી દેશે, જેમાં ગુજરાતનાં નેતાઓની ભલામણોને પણ ખાસ ધ્યાનમાં લેવાશે.

Post Comments