Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસના ૧૩ બળવાખોર MLAને ભાજપની ટિકિટ મળવાથી ડખો થશે

- કોંગ્રેસની ઘાત ટળી પણ ભાજપની મુશ્કેલી વધશે

- ટિકિટ મળવાની આશાની વર્ષોથી શિસ્તબદ્ધ રીતે કાર્ય કરી રહેલા અનેક અગ્રણીઓની નારાજગી વધશે

અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાંથી બળવો કરનારા ૧૩ ધારાસભ્યો એ અત્યારે તો તેમના રાજીનામાં અધ્યક્ષને સુપરત કરી દીધા છે. પરંતુ આ તમામને બળવાખોરો ભાજપમાં જોડાઈ જવાના છે. એટલે જ ભાજપે તમામને ટિકિટ આપવાનું વચન પણ આપ્યું છે. જેતી ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો આંતરીક ડખો વધશે.

કોંગ્રેસ પાસે ૫૭માંથી હાલમાં માત્ર ૪૩ ધારાસભ્યો જ બચ્યા છે. આમ છતા ગમે તેમ કરીને રાજ્યસભાની પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચૂંટણી અહેમદ પટેલને જીતાડી દેવાઈ છે. એટલું જ નહીં પક્ષમાં રહીને કાયમી ખટપટ તેમજ જાતજાતની માગણીઓ કરનારા અસતુષ્ટો પણ સાફ થઈ ગયા છે. જેથી કોંગ્રેસને હવે તેના પક્ષમાંથી જ પડકાર મળી શકે એવી શક્યતાઓ નથી. હવે કોઈ અસંતોષ પણ નહીં રહે.

કોંગ્રેસમાંથી રાજ્યસભાની એક બેઠક જીતી જતા જાણે મોટી ઘાત ટળી છે. આ તમામ ૧૩ ધારાસભ્યોમાંથી બલવંતસિંહ, તેજશ્રીબહેન અને પ્રહલાદ પટેલ અગાઉ ભાજપમાં જોડાઈ ગયા હોવાથી બાકી રહેલા ૧૦ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે.

સૂત્રો કહે છે કે, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને પછાડવા માટે ભાજપે આ ૧૪ બળવાખોરો સાથે ચોક્કસ પ્રકારની 'ગોઠવણ' કરી છે. જેમાં કોંગ્રેસનાં આક્ષેપ મુજબ કેટલાંકને ૧૦થી ૧૫ કરોડમાં ખરીદવામાં આવ્યા છે. ઉપરાંત બધા ધારાસભ્યોને ભાજપની ટિકિટ આપવાનું વચન પણ અપાયુ છે.

કોંગ્રેસની ટિકિટ પરથી તેઓ જે કોઈ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા તે જ બેઠક પર તેઓને ભાજપની ટિકિટ આપીને રીપીટ કરાશે.

હાઇકમાન્ડનાં આ નિર્ણયથી જ ભાજપમાં અત્યારથી જ અસંતોષ અને ચણભણાટ શરૃ થઈ ગયો છે. તેઓની ટિકિટ ફાઈનલ કરાતા આંતરિક ખેંચતાણ અને રોષ વધશે એ બાબત પણ નિશ્ચિત છે. કારણ કે ભાજપમાં રહીને છેલ્લા ૨૦થી ૨૫ વર્ષથી ભારે ખંત અને શિસ્તથી કામગીરી કરી હોવા છતાં એકાએક જ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ આપી દેવાની બાબત તેઓને ગમી નથી.

પોતાને ટિકિટ મળવાની આશા પર પાણી ફરી વળશે એવો અહેસાસ થતા ઘણા વિસ્તારોમાં ભાજપનાં આવા સીનિયર આગેવાનો કાર્યકરોને સાથે રાખીને કોંગ્રેસમાંથી આવીને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડનારા ''મૂરતિયા''ઓને હરાવવાનાં તમામ પ્રયત્નો કરશે. જેનો સીધો લાભ પણ કોંગ્રેસને જ મળશે.

શંકરસિંહ ભાજપમાં નહીં જાય તો અન્ય ૧૩ને મદદ કેવી રીતે કરશે ?
અમદાવાદ, શુક્રવાર
શંકરસિંહે અગાઉ જાહેરમાં પણ કહ્યું હતું કે, હું ભાજપ કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જવાનો નથી. બાકીના ૧૩ ધારાસભ્યો ભાજપમાં તેમનાં વિશ્વાસ પર અને ઇશારે જઈ રહ્યા છે. પરંતુ વાઘેલા 'બહાર' રહીને તેઓને કઈ રીતે મદદ કરશે એ પ્રશ્ન મોટો છે. સૂત્રો જણાવે છે કે પોતાના દિકરા અને વેવાઈનું સેટીંગ કર્યા બાદ તેઓ રાજકીય સંન્યાસ લઈ લે તો કોઈને નવાઈ નહીં લાગે.

Post Comments