Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમન જીડીસીઆરનો આજથી અમલ:એફએસઆઇ બાંધકામની મંજૂરીમાં એકસૂત્રતા આવશે

-મહાનગરપાલિકાઓ- નગરપાલિકાઓમાં લાગુ પડશે

-અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કોર્પોરેશનોમાં ૪૦ ટકા કપાતનો નિયમ યથાવત્ રહેશે

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ગુજરાતમાં ગુરૃવારથી જ કોમન જીડીસીઆર એટલે કે બાંધકામના સમાન નિયમો અમલી બની ગયા છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોમન જીડીસીઆર ને મંજૂરી આપી દેવાઈ છે. નવા નિયમો અમલી બનતા સમગ્ર રાજ્યમાં કેટેગરી પ્રમાણે એક સમાન બાંધકામ નિયમો લાગુ પડતા તમામ મહાનગરો અને નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઈ મુજબ બાંધકામની ઉંચાઈની મંજૂરી આપી શકાશે. કોમન જીડીસીઆરના અમલથી હવે વિવિધ શહેરોમાં જુદા જુદા પ્રકારે એફએસઆઇ અને બાંધકામની મંજૂરી મળતી હતી તેમાં એકસૂત્રતા આવશે.

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિયમો અમલી બનતા સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા શહેરોમાં એફએસઆઇ વધુ મળશે જેને કારણે વધુ ઊંચાઈના બાંધકામની મંજૂરી મળશે. નગરપાલિકા એક્ટ, ટાઉન પ્લાનિંગ એક્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એક્ટ હેઠળ આ નવા નિયમો લાગુ પડશે.

ગુજરાતના શહેરો અને નગરોમાં બાંધકામ ક્ષેત્રે કોમન પ્લોટમાં ૧૫ ચો.મી.ને બદલે ૫૦ ચો.મી. સુધીનું બાંધકામ એફએસઆઇમાંથી બાદ મળશે. ૨૫૦ ચો.મી.થી મોટા પ્લોટમાં ભોંયરામાં ટુ વ્હીલર માટે મંજૂરી અપાશે. વડોદરામાં રસ્તાની પહોળાઈ મુજબ અલગ અલગ પેઇડ એફએસઆઇના ધોરણો છે તેને બદલે તમામ રોડ પર વધુ એફએસઆઇ પેઇડ ધોરણે મળશે.બિલ્ડીંગને ફરતે ૬ મી. છોડયા બાદ રેમ્પની પરવાનગી અપાશે કોમન  જીડીસીઆરના અર્થઘટન અંગે પ્રશ્ન ઉભો થાય તે માટે અપીલ કમિટીની રચના કરવાની જોગવાઈ કરાઈ છે.

કોર્પોરેશનોમાં ૩૬ મી.થી વધુ પહોળા રસ્તા પર ૭૦ મી. સુધી ઉંચાઈ મળશે

૨૫ મી. સુધીની ઉંચાઈના મકાનોમાં પાર્કિંગ માટેના હોલો પ્લીન્થની હાઇટને બિલ્ડીંગની હાઇટમાંથી બાદ ગણાશે ! રાજ્યમાં ભ અને ઘ વર્ગની નગરપાલિકા સિવાય તમામ જગ્યાએ ૪૫ મી.સુધીની ઉંચાઈના મકાનોની મંજૂરી મળી શકશે. જ્યારે મહાનગરપાલિકાઓ - કોર્પોરેશનોમાં ૩૬ મી.થી વધુ પહોળાઈના રસ્તા પર ૭૦ મી. સુધીની ઉંચાઈ મળશે. ૩૦૦ વ્યક્તિની ક્ષમતા મલ્ટીપ્લેક્સ હવે ૩૦ મી.ના રસ્તાને બદલે ૨૪ મી.ના રસ્તા પર અને ૨૫૦ ક્ષમતાના મલ્ટીપ્લેક્સ ૧૮ મી.ના રસ્તા પર મળી શકશે.

Post Comments