Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીન પાક.ને મદદ કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યભરમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગશેે

-દર વર્ષે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી સેંકડો પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે

-ગત વર્ષે અમદાવાદમાં લગભગ ૧૧૦૦, સુરતમાં ૧૪૦૦ રાજકોટમાં ૬૦૦ પક્ષીઓ પતંગની દોરીના કારણે ઘાયલ થયાં હતાં

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

ઉત્તરાયણમાં સસ્તા દરે ધારદાર દોરી મેળવવા લોકો ચાઇનીઝ દોરી ખરીદી તો લે છે પરંતુ આ દોરી સેંકડો પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે.

સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ લોકો અંદરખાને ચાઇનીઝ દોરીના ઉપયોગને પ્રાથમિકતા આપી રહ્યા છે. એક તરફ ચીન વિવિધ સંસાધનો અને સુવિધાઓ આપી પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીઓનું ધરખમ વેચાણ થઈ રહ્યું છે.

આગામી ઉત્તરાયણ પર્વે નિર્દોષ પક્ષીઓને પતંગના ઘાતક દોરાઓથી રક્ષણ આપવા મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યભરની સ્વૈચ્છિક સંસ્થાઓ અમદાવાદના ઇમરજન્સી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ ખાતે ચોથી જાન્યુઆરીએ એક સમારોહ યોજશે.

રાજ્યભરની ગૌશાળાઓ, પાંજરાપોળ અને જીવદયાપ્રેમી સંસ્થાઓ બેઠકમાં હાજર રહેશે. આ પ્રકારની સંસ્થાઓ ૧૦મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી સુધી પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા પશુઓની સારવાર માટેનું અભિયાન હાથ ધરશે.

હાલ આવી સંસ્થાઓ સંબંધિત વિસ્તારના તંત્રને ચાઇનીઝ દોરીના વેચાણ મામલે કડક કાર્યવાહી કરવાની આવેદનપત્ર આપી રહી છે, પરંતુ ગુજરાતના શહેરોમાં અંદરખાને ચાઇનીઝ દોરીઓનું ધરખમ વેચાણ થઈ રહ્યું છે.

ઉત્તરાયણના પર્વ પૂરતો આનંદ મેળવવામાં લોકો અજાણતા જ અબોલ પક્ષીઓને જીવલેણ અને ઘાતક નુકસાન પહોંચડે છે. ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના મૃત્યુ થાય છે, અથવા તેમની મેજન અથવા માઇનોર સર્જરી કરવી પડે છે. આ સર્જરીમાંથી ઉગર્યા બાદ ઘણાં પક્ષીઓ ઉડી શકવા જેટલા પણ સક્ષમ નથી રહેતા. તો કેટલાક પક્ષીઓ કાયમી ખોડખાંપણનો ભોગ બને છે.

ચાઇનીઝ દોરીના કારણે ગત વર્ષે અમદાવાદમાં લગભગ ૧૧૦૦ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. રાજકોટમાં ૬૦૦ તેમજ સુરતમાં ૧૪૦૦ પક્ષીઓ ચાઇનીઝ દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. સુરતમાં દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવતા રહેતા હોય છે.

જેમાં રોઝી પેલિકન, વ્હાઇટ વોગટેઇલ, નોર્ધન પીગટેઇલ, બ્લૂ પ્રોટ, સાઇબિરિયન ક્રેઇન અને ફ્લેમિંગોનો સમાવેશ થાય છે. આ વિદેશી પક્ષીઓ પણ સુરતમાં ચાઇનીઝ દોરીના કારણે ઘાયલ થાય છે. સુરતમાં વર્ષ ૨૦૧૩માં ઉત્તરાયણમાં મૃત્યુ પામેલા ૧૨૫ કબૂતરોની સ્મશાનયાત્રા યોજવામાં આવી હતી.

હાલ તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર વિવિધ હેલ્પલાઇનની મદદથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે તૈયાર થઇ રહી છે પરંતુ લોકો ચાઇનીઝ દોરીના ઉપયોગ પર અંકુશ રાખશે તો જ ઉત્તરાયણનું આકાશ પક્ષીઓ માટે જીવલેણ કે ઘાતક સાબિત નહીં થાય.

Post Comments