Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રથયાત્રામાં મુખ્યમંત્રી વિજય રૃપાણી ડેપ્યુટી મુખ્યમંત્રી નિતીન પટેલ પહિંદ વિધી કરશે

-આજે સરસપુરમાં ભગવાનના મામેરાના દર્શન થશે

-આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે મંદિરમાં જગન્નાથ ભગવાન પાસે પ્રાર્થના કરાશે

અમદાવાદ,તા.19 જુન 2017, સોમવાર

ભગવાન જગન્નાથની ૧૪૦મી રથયાત્રામાં ૨૫ વર્ષ બાદ મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી સવારે ૬.૩૦ વાગે પહિંદ વિધી કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ સવારે ૪ વાગે મંગળા આરતીમાં ભાગ લેવાના છે. આજે મંગળવારે સરસપુરમાં રણછોડજી મંદિરમાં ભગવાનના મામેરાના દર્શન રાખવામાં આવ્યા છે, સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તે માટે મંદિરમાં જગન્નાથ ભગવાન પાસે ખાસ પ્રર્થના કરવામાં આવશે.

જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ વર્ષે સવારે ૭ કલાકે મુખ્યમંત્રી વિજય રૃપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે સોનાની સાવરણીથી પવિંદ વિધી કરશે. ત્યારબાદ પરંપરાગત રૃટ પર રણછોડ માખણચોરના નારા સાથે રથયાત્રાનો પ્રારંભ થશે.

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે માટે તે માટે જગન્નાથ મંદિરમાં ભગવાન પાસે ખાસ પ્રાર્થના કરવામાં આવશે. બીજીતરફ સરસપુર રણછોડજી મંદિર ખાતે આજે મંગળવારે બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન ભગવાનના મામેરાના દર્શન ભાવિક ભક્તોને થશે. રથયાત્રાના ૧૮ કિ.મીટર રૃટ પર સુરક્ષાને લઇને પોલીસ અધિકારીઓ દ્વારા પણ આખરી ઓપ આપવા માટે બેઠકોના દોર શરૃ કરી દીધા છે. તા. ૨૧ના રોજ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા વિશ્વ યોગ દિવસે જીએમડીસી ખાતે યોગાશન શિબિરમાં ભાગ લેવાના છે.

શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશન દ્વારા આજે મંગળવારે રથયાત્રામાં ભાગ લેનારા સભ્યોને ટ્રકના નંબરનું સ્ટીકર સહિતની સામગ્રી આપવામાં આવશે. જેથી રથયાત્રામાં ભાગ લેનાર ટ્રકના ડ્રાઇવરનું નામ, સરનામું, લાયસન્સ નંબર, ટ્રક નંબર સહિતની વિગતો એકઠી કરવામાં આવશે.

Post Comments