Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુખ્યમંત્રી પાસે ૧૨-૧૨ ખાતા છે, મને એક ખાતુ તો સારું આપો: સોલંકી

-નીતિન પટેલ બાદ રાજ્યકક્ષાનાં મંત્રીની સત્તાવાર નારાજગી

-હું સતત પાંચ ટર્મથી ચૂંટાતો હોવા છતાં સારું ખાતુ અપાતું ન હોવાથી વિધાનસભામાં આવીને શું કરું ?:મુખ્ય

અમદાવાદ, તા.2 જાન્યુઆરી 2018,મંગળવાર

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 'સારા' ખાતાની માગણી કરતા અને એ મુજબનું દબાણ લાવતા હાઇકમાન્ડને 'નાણાં' ખાતુ આપવાની ફરજ પડયા બાદ હવે સૌરાષ્ટ્રનાં કોળી સમાજનાં કદાવર ગણાતા નેતા પરષોત્તમ સોલંકીએ પણ નીતિનભાઇની સ્ટાઇલમાં જ સારું ખાતું આપવાની માગણી કરતાં ભાજપમાં જાણે ભૂકંપ સર્જાયો છે.

મંગળવારે સાંજે સચિવાલય ખાતે સ્વર્ણિમ-૧માં આવીને મીડિયા સમક્ષ પણ સોલંકીએ પોતાનો ઉકળાટ ઠાલવ્યો હતો. ત્યાર બાદ તેઓએ મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળીને પોતાને થઇ રહેલા 'અન્યાય'ને દૂર કરવાની રજૂઆત કરી હતી.

ચૂંટાયેલા ધારાસભ્યો એક પછી એક સામી છાતીએ મેદાનમાં આવતા દિલ્હીનું ભાજપ હાઇકમાન્ડ ચોંકી ઉઠયું છે.

ભાવનગર ગ્રામ્યનાં ધારાસભ્ય અને રાજ્યકક્ષાનાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે હું સતત છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાઇ રહ્યો છું. છતાં કેબીનેટમાં લેવાતો નથી કે કોઇ સારું ખાતું પણ અપાતું નથી. મારી પાસે કોઇ ફાઇલો ન આવતી હોવાથી હું કેબિનેટમાં કે વિધાનસભામાં જતો નથી. હું બીમાર પણ નથી અને સારી રીતે કામ પણ કરી શકું છું.

ખાતાઓની ફાળવણીને લઈને નારાજ થયેલા મંત્રી સોલંકીએ બળાપો કાઢતાં જણાવ્યું હતું કે જો મુખ્યમંત્રી પાસે ૧૨-૧૨ ખાતા હોય તો મને એક ખાતું તો સારું આપવું જોઈએ ને...!!! હું પાંચ ટર્મથી ચૂંટાતો આવ્યો હોવા છતાં મને સાવા સામાન્ય ખાતુ આપવામાં આવે છે. કોઈ મહત્વનું ખાતું મને અપાતું નથી.

તેઓએ વધુમાં કહ્યું કે, મેં આ અંગે મુખ્યમંત્રીને રૃબરૃ મળીને વાત કરી છે. પરંતુ આજે શુભેચ્છકોની ભીડ વધુ હોવાથી મુખ્યમંત્રી મને ફોન કરીને આ બાબતે ફરીથી બોલાવશે. ત્યાર બાદ આગળનો કોઇ નિર્ણય કરાશે. ખાતા ફાળવણીથી નારાજ થઇને રાજીનામું આપવાનો કોઇ પ્રશ્ન નથી.

જો મને સારું અને મહત્વનું ખાતુ આપવામાં નહીં આવે તો કોળી સમાજ જે નક્કી કરશે એ નિર્ણય હું કરીશ.

સારું ખાતુ એટલે શું ? તેનો જવાબ ન આપી શક્યા...

રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીએ જણાવ્યું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો મજબુત માણસ છે. એના વિશે હું કશું બોલી શકું નહીં. તમે સારું ખાતુ કોને ગણો છો ? સારું ખાતું એટલે શું ? વગેરે જેવા પ્રશ્નનાં જવાબમાં તેઓએ કહ્યું કે, આપણે ક્યાંક જઇએ તો વર્ચસ્વ પડે એવું ખાતુ હોવું જોઈએ. હું મત્સ્ય ઉદ્યોગ જેવા ખાતાથી ખુબ જ સંકોચ અનુભવું છું.

Post Comments