Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાંદલોડિયાના કલાકારો બૌદ્ધ સાધુ બનીને ઉભા રહ્યા હતા

- હાથમાં માળા રાખી જાપ કરતા હતા

- વિદ્યાર્થિનીઓએ 'સાયોનારા'ની સ્ટાઇલમાં નૃત્યુ કર્યું : ભૂલકા તડકામાં શેકાયા

અમદાવાદ, બુધવારતા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર

એરપોર્ટથી મહાત્મા મંદિર સુધીના રોડ શૉ દરમ્યાન ભારતના ૨૮ રાજ્યોના કલાકારોએ પોતાની ભાતીગળ વેશભૂષામાં ઝાંખી કરાવી હતી. તો ગુજરાતના કલાકારો, વિદ્યાર્થીઓને પણ જાપાનના કલ્ચર મુજબની વેશભૂષાથી તૈયાર કરીને નૃત્ય જેવા કાર્યક્રમો કરાયા હતા.

રિવરફ્રન્ટ પરના એક સ્ટેજમાં જાપાનના બૌદ્ધ સાધુઓ ઉભા હતા. આ અંગે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતા તેઓએ કહ્યું હતું કે, અમે ચાંદલોડિયાથી આવીએ છીએ નાના કલાકારો છીએ. અમને બૌદ્ધ સાધુના વસ્ત્રો આપી હાથમાં મળા રાખીને ઉભા રહેવાનું કહેવાયું હતું.
આ જ રીતે અન્ય એક સ્ટેજ પર વિદ્યાર્થિનીઓને જાપાનીઝ વસ્ત્રો પહેરાવીને ઉભી રખાઈ હતી. હાથમાં જાપાનની છત્રીઓ અને 'શાયોનારા' સ્ટાઇલથી નૃત્ય કર્યું હતું. બીજી બાજુ, મ્યુનિ. સ્કૂલના બાળકોને બપોરે ૧૨ વાગ્યાથી જ લાવી દેવાયા હતા. ધો. ૬થી ૮ના આ ભૂલકાઓને તડકામાં બેસાડાય હતા. બપોરે જમવામાં તેઓને સાવ હળવો નાસ્તો અપાયો હતો. આ વિદ્યાર્થીઓને સાંજ ૬ વાગ્યા પછી પણ હજી રોડ શો બાકી છે કહી બેસાડી રાખ્યા હતા.

Post Comments