Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન્કનું ઉઠમણું કરો : નાદારી નોંધાવો અને ફડચામાં જતી ફેક્ટરીને 'ડાબા' હાથે ખરીદો

- એક નવું કૌભાંડ : પાછલા બારણે બેન્ક સાથે મિલીભગત

- ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ સાથેની મિલીભગતમાં કંપનીને ચાલુ કરવાની કોશીશ ન કરાવી રિકવરીની જ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડનો બેફામ દુરુપયોગ કરીને બૅન્કના લેણાની માંડ ૨૫થી ૩૦ ટકા રકમમાં જ સેટલમેન્ટ કરીને બૅન્કના અધિકારીઓ અને ડિફોલ્ટર્સ બૅન્કના ડિપોઝિટર્સને ભોગે તગડી કમાણી કરી રહ્યા છે. બૅન્કના શેરહોલ્ડર્સને પણ તેને કારણે ફટકો પડી રહ્યો છે. આ અગાઉ બૅન્કો માત્ર દસથી વીસ પૈસામાં જ એનપીએ ખરીદતી કંપનીઓ સાથેની સાઠગાંઠમાં બૅન્ક અધિકારીઓ આ પ્રકારે ગોટાળો કરતાં હતા. હવે એનસીએલટી દ્વારા નિયુક્ત કરવામાં આવતા ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોફેશનલ્સ સાથની મિલીભગતમાં આ કૌભાંડ કરી રહ્યા છે. આમ બૅન્ક અધિકારીઓ, ડિફોલ્ટર્સ અને આઈ.આર. પી. નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો ઉપયોગ કરીને બૅન્ક લૂંટને કાયદેસર સ્વરૃપ આપી રહ્યા છે.

લોન ન ભરી શકતી કંપનીઓને ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલની મદદથી ખતમ કરી દઈને બૅન્કના રૃા.૧૦૦૦ કરોડના લેણા સામે માત્ર રૃા. ૨૦૦ કરોડની રિકવરી આવી જાય તેવા સેટલમેન્ટ એનસીએલટીના માધ્યમથી બૅન્ક અધિકારીઓ અને ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ કરાવીને તગડી કમાણી કરી રહ્યા છે. ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ્સ, બૅન્ક અધિકારીઓ મોટી કંપનીઓને ઓછી કિંમતે સારી કંપની મેળવી લેવાનો મોકો મળી જાય તેવો ખેલ પણ પાડી રહ્યા હોવાના આક્ષેપો પણ થવા માંડયા છે. નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓ આજે આ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

તેથી જ ઇન્સોલ્વન્સી બૅન્કરપ્સી રિઝોલ્યુશન કોડ હેઠળ એનસીએલટીમાં જતી ૯૦ ટકા કંપનીઓ રિવાઈવ જ થતી નથી. એનસીએલટીમાં ગયા પછી રિવાઈવ થયેલી કંપનીઓની યાદી જાહેર કરવામાં આવે તો આ હકીકત સ્પષ્ટ થઈ જશે. કંપનીનો માત્ર એક લાખ રૃપિયાનો લેણદાર પણ કંપનીને ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ કંપનીને એનસીએલટીમાં લઈ જઈ શકે છે. આ જોગવાઈનો દુરુપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. કંપનીઓ પોતે જ આવા લેણદારને ઊભા કરીને તેમને ઇન્સોલ્વન્સી અને બૅન્કરપ્સી કોડ હેઠળ એનસીએલટીમાં લઈ જવાનો ગોઠવણ કરે છે. આ રીતે તેઓ બૅન્કનું રૃા. ૧૦૦૦ કરોડનું દેવું માત્ર રૃા.૨૦૦ કરોડમાં પતાાવી દેવાનો ખેલ પાડી રહ્યા છે. એનસીએલટીમાં કરવામાં આવી રહેલા સેટલમેન્ટ અંગે સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓ પાસે ચકાસણી કરાવવામાં આવે તો વ્હાઈટ કોલસ ક્રિમિનલ્સ દ્વારા કરવામાં આવતી ખુલ્લે આમ કરવામાં આવી રહેલી બૅન્ક રોબરી પરથી પડતો ઊંચકાઈ શકે છે.

એનસીએલટીમાં ગયેલી કંપનીને મોટી કંપનીને સોંપી દેવા માટે સેટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. આ સેટિંગમાં આઈ.આર.પી.ને તેના નિશ્ચિત મહેનતાણા ઉપરાંતની સેટિંગ કરાવવાની કટકીની પણ તગડી રકમ પણ મળી જાય છે. ત્રીજું, મોટી કંપનીઓને ઉપયોગી બને તેવી નાની કંપનીઓ આસાનીથી તેમના કબજામાં આવી જાય તેવો સરળ રસ્તો પણ મળી રહ્યો છે. આ રીતના નાના યુનિટો શોધવા નીકળે તો તેને માટે મોટી કંપનીઓએ ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે. આ બધું જ ડિપોઝિટર્સ અને બૅન્કના શેરહોલ્ડર્સના હિતને ભોગે કરવામાં આવી રહ્યું છે.

પરંતુ ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડ હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં આવેલી કંપનીઓને પાછી બેઠી કરવા માટે મળતી આઈ.આર.પી.ને મળતી છ માસની મુદતનો ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોફેશનલ ઉપયોગ જ કરતાં નથી. કંપનીને રિવાઈવ કરવાની જરાય કોશિશ જ કરતાં નથી. બૅન્કને પણ કંપનીને રિવાઈવ કરવા કરતાં તેને ખતમ થઈ જવા દઈને પોતાની બાકી રકમમાંથી જે મળી જાય તે મેળવી લઈને ફાઈલને બંધ કરી દેવામાં જ રસ હોય છે. તેથી જ બૅન્કો કંપનીને બેઠી કરવા માટે જરૃરી લાઈટ બિલના નાણાં, રો મટિરિયલના નાણાં કે મશીનના મેઈન્ટેનન્સના નાણાં ફાળવીને કંપનીન બેઠી કરવા માટે જરાય કોશિશ જ કરતી નથી.

પહેલા રિસ્ટ્રક્ચરિંગને નામે અબજોનું આંધણ કરનાર બૅન્કો કંપનીને બચાવી લેવા માટે રાતીપાઈ પણ ખર્ચવા તૈયાર નથી. બૅન્કોના આ વલણને પરિણામે વરિયા એલ્યુમિનિયમના ૨૫૦ કામદારો તેમની રોજી ગુમાવે તેવી નોબત આવી ગઈ છે. સંખ્યાબંધ કંપનીના કામદારો રોજી ગુમાવી રહ્યા છે. સરકાર નવી રોજીની તક ઊભી કરી શકતા નથી.

રૃા.૫૦૦૦૦ કરોડની ડિફોલ્ટર કંપની નવું એકમ સ્થાપશે!
અમદાવાદ,સોમવાર
સ્ટીલ ઉદ્યોગની મોટી કંપની અને રૃા. ૫૦,૦૦૦ કરોડથી વધુની ડિફોલ્ટર કંપની એકવાર એનસીએલટીમાં ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ હેઠળ તેના કેસની પતાવટ થઈ જાય તે પછી નવી ગિલ્લી નવા દાવની નીતિ અપનાવી સ્ટીલ ઉદ્યોગમાં નવું એકમ નાખવાનું આયોજન કરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રૃા.૩૦૦૦ કરોડનું દેવું, ૮૦૦ કરોડમાં કંપની વેચાઈ, ૯૦૦ કરોડમાં માલિકે પાછી ખરીદી!
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર
અમદાવાદ શહેરની ભાગોળે આવેલી એક સ્ટીલ કંપનીને માથે બૅન્કનું અંદાજે રૃા. ૩૦૦૦ કરોડનું દેવું ચઢી જતાં તેની અસ્ક્યામતો અને કંપની રૃા. ૮૦૦ કરોડમાં વેચી દેવામાં આવી હતી. આ જ કંપની તેના જૂના જ માલિકે ખરીદનાર પાસેથી રૃા. ૯૦૦ કરોડમાં પરત ખરીદી લીધી છે. આમ તેણે પોતાનું રૃા. ૨૦૦૦ કરોડનું દેવું બૅન્ક પાસે સિફતથી માફ કરાવી લીધું છે. આજે તે જ કંપની તે પોતાની રીતે ચલાવી રહ્યા છે. બૅન્કના અધિકારીઓ, એનપીએ ખરીદતી કંપનીઓ અને કંપનીના માલિકની મિલીભગતમાં બૅન્કના ડિફોઝિટર્સને રૃા. ૨૦૦૦ કરોડનો ચૂનો લાગી ગયો છે. બૅન્કના શેરહોલ્ડરને પણ બૅન્ક અધિકારીઓની આ નીતિથી બહુ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપનીના માલિકે બૅન્ક લોનના રૃા. ૨૦૦૦ કરોડ સિફતથી ઓળવી લીધા છે. ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડમાં પણ એન.સી.એલ.ટી. સમક્ષ જતી કંપનીઓની મિલકતો માત્ર ૨૫થી ૩૦ ટકા કિંમતમાં જ વેચાઈ જાય છે.

NPAના કેસો એનસીએલટીથી ઉકેલી શકાય તેમ જ નથી
(પ્રતિનિધિ તરફથી)     અમદાવાદ,સોમવાર
નોન પરફોર્મિંગ એસેટ્સ-ફસાયેલી મૂડીના તમામ કેસોનું એનસીએલટીના માધ્યમથી ઉકેલ મળી શકે તેમ ન હોવાનું દેશના મોટા બૅન્કરો સ્વીકારતા હોવા છતાંય ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્ક રપ્સી કોડ હેઠળ તેને એનસીએલટીમાં જતી રોકવાની કોઈ જ કોશિશ કરતાં નથી. છતાંય એનસીએલટીમાં જતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કુલ મળીને અઢી લાખ કરોડની એનપીએ વાળા ૧૨ મોટા કેસ એનસીએલટીમાં લઈ જવાયા છે. આ કેસમાં એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, ભૂષણ સ્ટીલ એન્ડ પાવર, ઇલેક્ટ્રોસ્ટીલ, લેન્કો ઇન્ફ્રાટેક, આલોક ઇન્ડસ્ટ્રીઝ, જ્યોતિ સ્ટ્રક્ચર, જેપી ઇન્ફ્રાટેક જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ જ રીતે રૃચિ સોયા ઇન્ડસ્ટ્રીઝ, ઉત્તમ ગાલ્વા સ્ટીલ, એસ્સાર પ્રોજેક્ટ્સ જેવી કંપનીઓના કેસ પણ એનસીએલટીમાં ગયા છે.

SBIની ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ બ્રાન્ચના ખાસ્સા કેસો NCLTમાં
(પ્રતિનિધિ તરફથી)     અમદાવાદ,સોમવાર
અમદાવાદની ઇન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ બ્રાન્ચમાં બેફામ કરાયેલા ધિરાણોને કારણે સ્ટેટ બૅન્કના મૅનેજમેન્ટે તે બ્રાન્ચને ઓવરસીઝ બ્રાન્ચ સાથે મર્જ કરી દેવાની ફરજ પણ પડી હતી. આ બ્રાન્ચ સાથે સંકળાયેલા એક અધિકારી સીબીઆઈ જેવી તપાસ એજન્સીની ઝપટમાં પણ આવી ચૂક્યા છે. આ સંદર્ભમાં સ્ટેટ બૅન્કની રિકવરી બ્રાન્ચનો સંપર્ક સાધવામાં આવતા તેમણે એનસીએલટીમાં મૂકેલા કેસની સંખ્યાની વિગતો આપવાની પણ ના પાડી હતી.

Keywords Buy,a,leaky,factory,at,the,'left',

Post Comments