Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોકની વચ્ચે લાવો,ગદ્દારોને પાઠ ભણાવો, કોંગ્રેસીઓએ ભાજપ કાર્યાલયે દેખાવો કર્યાં

-અમદાવાદમાં ખાનપુર પોલીસ છાવણીમાં ફેરવાયું

-કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી, કોંગ્રેસી નેતાનો અંગૂઠો ફેક્ચર,૫૦થી વધુની અટકાયત થઇ

અમદાવાદ,તા.31 જુલાઇ 2017, સોમવાર

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસી ધારાસભ્યોને રૃા.૧૫ કરોડમાં ખરીદી રહી છે તેવા આક્ષેપ સાથે સોમવારે કોંગ્રેસે અમદાવાદમાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય પાસે જોરદાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના એલાનને પગલે સમગ્ર ખાનપુર વિસ્તાર જાણે પોલીસ છાવણીમાં તબદીલ થયુ હતું.

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રીજા ઉમેદવારને જીતાડવા આકાશપાતાળ એક કરી રહ્યું છે. શામ-દામ,દંડ ભેદની નિતીથી કોંગ્રેસના ઉમેદવારને ભાજપ ખરીદી રહ્યું છે જેના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસે સોમવારે સાંજે વિરોધ પ્રદર્શન કરવા કાર્યક્રમ યોજયો હતો. આ કાર્યક્રમને પગલે બપોરથી જ પોલીસે સમગ્ર ખાનપુર વિસ્તાર કોર્ડન કરી લીધો હતો. ભાજપ કાર્યાલયની આસપાસના લારી ગલ્લા સુધ્ધાં ઉઠાવી લીધા હતાં.વાહન વ્યવહાર પણ બંધ કરી દીધો હતો. ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

સાંજે ચારેક વાગે કોંગ્રેસના કાર્યકરો લારીમાં ભંગાર લઇને દેખાવ કરવા આવી પહોંચ્યા હતાં. કાર્યકરોએ પક્ષપલ્ટુ ધારાસભ્યો વિરૃધ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતાં. ભાજપે શું બંધાવ્યો ભારો,સામે આવીને કહો ગદ્દારો, ચોકની વચ્ચે લાવો,ગદ્દારોને પાઠ ભણાવો,ચાલો કચરો થયો સાફ,ભંગાર ધારાસભ્ય વેચાયા છે તેવા સૂત્રો લખેલા પોસ્ટરો સાથે દેખાવો કર્યા હતાં. કોંગ્રેસીઓએ જેપી ચોક જવાની કોશિશ કરી હતી તે વખતે પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. આ ઝપાઝપીમાં કોંગ્રેસી નેતા બદરૃદ્દીન શેખના હાથનો અંગૂઠો ફેક્ચર થતાં તેમને હોસ્પિટલ લઇ જવાયા હતાં. પોલીસે પ્રદેશના નેતા,મ્યુનિ.કોર્પોરેટરો સહિત ૫૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.કોંગ્રેસે આગામી દિવસોમાં પક્ષપલ્ટુઓને પાઠ ભણાવવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.

Post Comments