Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણીમાં મર્યાદાથી વધુ ખર્ચ કરનારા ભાજપનાં બન્ને ધારાસભ્યને ક્લિનચીટ

-મોસાળમાં 'મા' પીરસનાર હોઈ, શું ચિંતા ?

-સંતરામપુરનાં કુબેર ડીંડોર અને હિંમતનગરનાં રાજેન્દ્રસિંહ ચાવડા પરથી 'ગેરલાયક'ની વાત ગઈ

અમદાવાદ, તા.8 ફેબ્રુઆરી 2018,ગુરૃવાર

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીતી ગયેલા ભાજપનાં બે ધારાસભ્યોએ ચૂંટણી પંચની મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે દિલ્હી પંચ દ્વારા તપાસ કરી તમામ દસ્તાવેજો ચકાસાયા હતા. જેમાં આ બન્ને ધારાસભ્યોને ક્લિનચીટ મળી ગઈ હોવાનું કહેવાય છે. જેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.

સંતરામપુરની બેઠક પરથી કુબેરભાઈ ડીંડોર અને હિંમતનગરની બેઠક પરથી રાજેન્દ્રસિંહ રાણા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી  ગયા હતા. પરિણામ આવી ગયાબાદ બહાર આવ્યું હતું કે, આ બન્ને ધારાસભ્યોએ ચૂંટણી પંચમાં ખર્ચનાં જે હિસાબો  આપ્યા હતા. તેમાં ખર્ચની મર્યાદાનો ભંગ થયો છે. એટલે કે ચૂંટણી પંચે બાંધેલી ખર્ચની મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો હતો.

ચૂંટણી પંચનો નિયમ છે કે જો ખરેખર આવું થયું હોય તો જે તે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે પરંતુ આ અંગેની કોઈ ફરીયાદ થયાનું બહાર આવ્યું નહોતું. આમ છતાં ગુજરાતનાં ચૂંટણી પંચે મોકલાવેલી વિગતોને આધારે તપાસ કર્યા  બાદ કેન્દ્રીય ચૂંટણીપંચે (દિલ્હી) બન્ને ધારાસભ્યોને દોષમુક્ત જાહેર કર્યા છે.  આમ, આ બન્ને ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનું જોખમ લગભગ ટળી ગયું છે.

આ અંગે આજે ગુજરાતનાં ચૂંટણી પંચમાં તપાસ કરતા મોટાભાગના અધિકારીઓએ આ બાબતમાં કશી ખબર ન  હોવાનું કહી વાતચીત કરવાનું  ટાળ્યું હતું. જ્યારે રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વેન શ્રીલંકા હોવાથી તેમને પણ કશી ખબર નથી.

એવી ચર્ચા થઈ રહી છે કે મોસાળમાં 'મા' પીરસનારી હોવાથી કોઈપણ કિસ્સા કે મુશ્કેલીથી મંત્રીઓ, સરકાર કે ધારાસભ્યે ડરવાની જરૃર નથી !!

Post Comments