Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે સાંજે સાયન્સ સિટીમાં બન્ને PMનો ભોજન સમારંભ

-ગુજરાત સરકાર દ્વારા આયોજન

-મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતની આખી કેબિનેટ, મુખ્ય સચિવ હાજર રહેશે

અમદાવાદ,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

આવતીકાલે ગુરૃવારે સાંજે ગુજરાત સરકાર દ્વારા જાપાનના વડાપ્રધાનના માનમાં સાયન્સ સિટીમાં ભોજન સમારંભ યોજાશે જેમાં ભારતના વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ને એબે, તેમના પત્ની તથા જાપાનથી આવેલા ડેલિગેશન જોડાશે.

આ ભોજન સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ કેબિનેટના તમામ મંત્રીઓ એને મુખ્ય સચિવ જે.એન. સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. અમદાવાદના મેયર ગૌતમ શાહ તથા મ્યુનિ. કમિશ્નર મુકેશકુમારને પણ આમંત્રણ અપાયું છે.ભોજન પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગુજરાતી વેશભૂષામાં જાપાનના વડાપ્રધાન માટે વિશેષ કાર્યક્રમ થશે ત્યારબાદ આવતીકાલે રાત્રે ૯ વાગ્યે જ જાપાનના વડાપ્રધાન અમદાવાદથી ટોકિયો જવા રવાના થઈ જશે.
આ અગાઉ બપોરે મહાત્મા મંદિર ખાતે યોજાનારા ભોજન સમારંભમાં બન્ને વડાપ્રધાનોની સાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહેશે. એ સિવાય કેટલાક ઉદ્યોગપતિઓને પણ સાથે રખાશે. સરકારના સત્તાવાર સૂત્રો કહે છે કે ઘણાં ઉદ્યોગપતિઓને તેમજ ચેમ્બર્સ અને ફિક્કીને આવતીકાલના કાર્યક્રમમાં હાજર રહેવા માટેના આમંત્રણો અપાય છે તેમાંથી કયા ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેની હજુ કોઈને ખબર નથી.

જાપાનના વડાપ્રધાનનાં પત્નીએ રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું મોબાઇલમાં શુટિંગ કર્યું

અમદાવાદના મહેમાન બનેલા જાપાનના વડાપ્રધાન અને તેમના ધર્મપત્ની એરપોર્ટથી ખુલ્લી જીપમાં ગાંધી આશ્રમ આવી રહ્યા હતા, ત્યારે રિવરફ્રન્ટ પર રોડ શો દરમિયાન ૨૮ રાજ્યના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું જાપાનના વડાપ્રધાનની પત્નીએ મોબાઇલમાં શુટિંગ કર્યું હતું. જાપાનના વડાપ્રધાન શિન્ઝે આબે અને તેમના ધર્મપત્ની તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ખુલ્લી જીપમાં સાંજે ગાંધી આશ્રમ સુધી રોડ શો કર્યો હતો. જેમાં એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધી ઠેર ઠેર રોડ પર ઢોલ નગારા શહનાઇ, ઘંટનાદ પંજાબી ઢોલ રંગબેરંગી ફૂગ્ગા અને ઇન્ડો જાપાન ફ્લેગ દ્વારા મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ૨૮ રાજ્યોના બે હજાર જેટલા કલાકારો દ્વારા સાંસ્કૃતિક કલા વારસાને દર્શાવતા ભાંગડા, રાસ ગરબા, મણીપુરી ગણેશ નૃત્ય ડાંગી નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આશ્ચર્યની વાત તો છે એ જાપાનના વડાપ્રધાનના પત્નીએ ખુલ્લી જીપમાંથી સમગ્ર કાર્યક્રમનું મોબાઇલમાં શુટિંગ કર્યું હતું. આ સમયે ભારતીય પોષાકમાં સજ્જ શિન્ઝે આબેની પત્ની મનોમન ખુશાલી વ્યક્ત કરી રહ્યા હતા.

Post Comments