Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉત્તરાયણ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદમાં

- આજે બપોરે અમિત શાહ અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક?

- સરકાર- સંગઠ્ઠનના ટોચના નેતાઓ અને કાર્યકરોને પણ મળશે: અસંતોષને ડામવાનો વ્યૂહ ઘડશે

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણના દિવસે બપોરે મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિતના સરકાર અને સંગઠ્ઠનના ટોચના નેતાઓ સાથે બેઠકોનો દોર ચલાવે તેવી શક્યતાઓ છે. હાલમાં મંત્રીમંડળમાં સમાવવાના મુદ્દે તેમજ ખાતાઓની ફાળવણીના પ્રશ્ને થયેલા અસંતોષને ડામવા માટેની વ્યૂહરચના તેઓ ઘડશે. ઉપરાંત સ્પીકર તરીકે કોની નિમણુંક કરવી તેનું માર્ગદર્શન પણ આપશે.

અમિત શાહ દર વખતની જેમ ઉત્તરાયણનું પર્વ પણ પરિવાર સાથે મનાવવા માટે અમદાવાદ આવી ગયા છે. તેઓ રવિવારે સાંજે ૪ વાગ્યે નારણપુરાના સ્થાપન ફ્લેટમાં ધાબે જઇને પતંગ ચગાવશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૃપાણી પણ શનિવારે સવારે ૧૧ થી ૧૨.૩૦ દરમિયાન પોતાના પરિવાર સાથે ખાડીયા અને મણિનગરમાં જઇને પતંગ ચગાવશે. ત્યારબાદ મુખ્યમંત્રી રાજકોટ જવા રવાના થશે.

સૂત્રો જણાવે છે કે રાજકોટ જતા પહેલા તેઓ અમિત શાહના થલતેજ સ્થિત નિવાસસ્થાને જાય તેવી શક્યતાઓ છે. ભાજપ અને સરકારમાં ચૂંટણી પછી ઉભી થયેલી પ્રવાહી સ્થિતિ અંગે બંને નેતાઓ ચર્ચા અને સમીક્ષા કરશે. અસંતોષ વધુ ઉગ્ર ન બને અને સરકાર શાંતિથી ચાલે તે માટે શું કરવું જોઇએ તેના વિવિધ વિકલ્પો અને ઉપાયોની વિચારણા કરાશે.

ઉપરાંત, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અન્ય અમુક સીનિયર મંત્રી તથા સંગઠ્ઠનના નેતાઓ તેમજ પક્ષના વરિષ્ઠ કાર્યકરોને મળીને વિવિધ મુદ્દે ચર્ચા કરી શકે છે. જો કે અમિત શાહ મુખ્યમંત્રી સહિત કોની કોની સાથે મળશે કે બેઠકો કરશે તેની કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી.

બીજી બાજુ ભાજપના ધારાસભ્યો અને નાના-મોટા નેતાઓનું માનવું છે કે અમિત ભાઇ ગુજરાતની જ્યારે પણ મુલાકાતે આવે છે, કોઇને કોઇ મહત્વનો નિર્ણય લઇને જ પરત જતા હોય છે. આ વખતે પણ તેઓ વિધાનસભાનાં અધ્યક્ષ કયા ધારાસભ્યને બનાવવા તેની સૂચના આપી દેશે.
 

Post Comments