Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#પદ્માવતઃ ભાજપ સરકારની નીતિ,ચોરને કહે ચોરી કર, ચોકીદારને કહે,જાગતો રહે

- તોફાનીઓ પેટ્રોલ લઇને મોલ-વાહનોને સળગાવતાં રહ્યાં

- પોલીસ પાછળ પાછળ માત્ર દેખાવપુરતી દોડતી રહી

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2018, ગુરુવાર

ગુરુવારે ભારત બંધના એલાન વખતે ગુજરાતમાં બંધની અસર જોવા નહી મળે,સરકારી કચેરીથી માંડીને શાળા-કોલેજો રાબેતા મુજબની રહેશે તેવી ભાજપ સરકારે ખાતરી આપી છે.

અમદાવાદમાં જયારે તોફાનીઓ બેકાબૂ બનીને મોલ-થિયેટરોમાં તોડફોડ કરી રહ્યા હતાં. વાહનો સળગાવી રહ્યાં હતાં ત્યારે ભાજપ સરકારના એકેય મંત્રીએ હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો ન હતો. હવે આ જ મંત્રીઓ ગુજરાતની શાંતિ ડહોળનારાંને બખ્શવામાં નહી આવે તેવુ કડકાઇભર્યો બોલ બોલી રહ્યાં છે.

અમદાવાદના નિર્દોષ નાગરિકો-મહિલાઓ મંગળવારની મોડી રાત્રે બેકાબૂ તોફાનીઓથી બચવા ઘેર જવા દોડધામ મચાવી રહ્યાં હતાં ત્યારે સરકારના ઇશારે પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હતી.

એટલુ જ નહીં, તોફાનીઓ પેટ્રોલ લઇને મોલ-વાહનોને સળગાવતાં રહ્યાંને પોલીસ પાછળ પાછળ માત્ર દેખાવપુરતી દોડતી રહી હતી. આમ,ભાજપ સરકારની નિતી રહી છેકે, ચોરને કહે,ચોરી કર,ચોકીદારને કહે,જાગતો રહે,

અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યા બાદ હવે સરકાર એવો દાવો કરી રહી છેકે,રાજપૂત સંગઠનોએ બંધમાં નહી જોડાવવા નિર્ણય કર્યો છે.ગુજરાતમાં કરણીસેનાએ આપેલાના બંધની કોઇ અસર જોવા નહી મળે. તોફાનો વખતે મૂંગા બનેલાં મંત્રીઓ ગુજરાતની શાંતિ ડહોળવા દેવામાં નહીં આવે એવા ઠાવા આશ્વાસનો આપવા માંડયા છે.

Post Comments