Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપની કેન્દ્ર - રાજ્ય સરકારોએ મહિલા સશક્તિકરણ કર્યું છે: સ્મૃતિ

-કેન્દ્રીય સ્મૃતિ ઈરાનીએ ઘરે ઘરે સંપર્ક કર્યો

-અમેઠીમાં પ્રાથમિક સુવિધા આપી નહીં શકનારા રાહુલે ગુજરાતમાંથી પ્રેરણા લેવી જોઇએ

અમદાવાદ, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા ટેક્ષટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ એસ.જી. હાઇવે ખાતેનાં ભાજપનાં મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી, તેમજ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપની કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ મહિલા સશક્તિકરણ અને મહિલા ઉત્થાન માટે અનેક રચનાત્મક કાર્યો કર્યા છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, કેન્દ્રની સૌથી મહત્વની કેબીનેટ કમિટી ઓન સીક્યોરીટીમાં બે મહિલા મંત્રીઓને સ્થાન અપાયું છે. ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતમાં ૪૫૦૦ બહેનો, તાલુકા પંચાયતમાં ૫૬ ટકા મહિલાઓ તથા ૧૫ જિલ્લા પંચાયતોમાં મહિલાઓ સ્થાન શોભાવી રહી છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની સુકન્યા યોજના અંતર્ગત ૧ કરોડ બાળાઓનાં ખાતા ખુલ્યા છે અને ૧૧ હજાર કરોડ રૃપિયા જમા થયા છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ અંતર્ગત ૧૮ લાખ મહિલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થઇ રહી છે.  છોકરીઓને શિક્ષણની ટયુશન ફીમાં રાહત અપાઇ રહી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસ અવસરવાદીતાની રાજનીતિ કરે છે,સરકારમાં ટેક્ષટાઇલ સેકટરને લગતી ૪૦માંથી ૨૨ યોજનાઓમાં એકપણ રૃપિયો ખર્ચ કર્યો નથી. અમેઠીના સાંસદ રાહુલ ગાંધીએ આજ સુધી અમેઠીમાં શાળા, હોસ્પિટલો, રસ્તાઓ તથા પીવાના પાણીની પાયાની જરૃરીયાતોને હલ કરી નથી. ગુજરાતમાં આવી રાહુલ વિકાસની વાત કરે એ ઠીક નથી, ખરેખર રાહુલે ગુજરાતમાં થયેલા વિકાસમાંથી પ્રેરણા લઇને અમેઠીનાં લોકો માટે કામ કરવું જોઇએ.

તમે મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર છો ?

કેન્દ્રીય મંત્રીએ પત્રકારોનાં વિવિધ પ્રશ્નોનાં જવાબ આપ્યા હતા. તેઓ મોટેભાગે ગુજરાતી ભાષામાં જ બોલ્યા હતા. ભાજપ જીતશે તો તમે મુખ્યમંત્રી બનશો એવી વાતો સોશ્યલ મીડિયામાં ચાલી રહી છે તે અંગે તમારું શું કહેવું છે ? આ પ્રશ્નનાં જવાબમાં સ્મૃતિએ કહ્યું કે આવી અફવાઓ અંગે જવાબ આપવાની જરૃર નથી.

Post Comments