Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબી સેવા સદનમાં આત્મવિલોપન કરે તે પહેલા જ યુવતીની અટકાયત

-જો કે, પોલીસે જલદ પ્રવાહીની છીનવી લીધી બોટલ

મોરબી,તા.13 સપ્ટેમ્બર 2017, બુધવાર

મોરબીમાં રહેતી એક યુવતીએ સાવડી ગામનાં શખ્સનો ત્રાસ અને તંત્રની નિષ્ક્રીયતા સામે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરતા દોડધામ મચી ગઈ હતી. જો કે, પોલીસે યુવતી પાસે રહેલી જલદ પ્રવાહીની બોટલ છીનવી લઈ તેની અટક કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ હેતલબેન ગૌતમભાઈ આંબલિયા નામની આ યુવતીએ અગાઉ જિલ્લા કલેકટર અને પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, ટંકારાના સાવડી ગામનો નાગજી ચૌહાણ નામના શખ્સે તેના પરિવારનો માળો વિંખી નાખ્યો છે. જિંદગી બરબાદ કરી નાખી છે.
આ શખ્સ સામે પગલાં લેવાની માંગ કરી હતી. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા અંતિમ પગલા રૃપે આત્મવિલોપનની ચીમકી આપી હતી. સમય મર્યાદા પૂર્ણ થવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી નહીં કરતા યુવતી આજે સેવાસદન પહોંચી હતી. જો કે પોલીસ ત્યાં સવારથી જ તૈનાત હતી.

જો કે, યુવતી પોલીસની નજર ચૂકવી સેવાસદન કચેરીની અંદર પહોંચી ગઈ હતી, જેથી દોડધામ મચી જવા પામી હતી. જો કે, યુવતી થોડીવારમાં જ બહાર નિકળી હતી અને આત્મવિલોપન કરવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસે તેણીના હાથમાં રહેલી જલદ પ્રવાહીની બોટલ છીનવી લઈ યુવતીની અટક કરી હતી.

Post Comments