Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતને નર્મદાના સિમેજ અને ડેડવૉટર પાણીની ફાળવણીની મંજૂરી

- નવી દિલ્હીમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય

- નર્મદા આધારિત ૧૦ હજાર ગામ અને ૧૬૭ નગરોને ૩૧ જુલાઈ સુધી સમસ્યા નહીં રહે

અમદાવાદ, તા. 9 ફેબ્રુઆરી, 2018, શુક્રવાર

નવી દિલ્હીમાં શુક્રવારે નર્મદા કંટ્રોલ ઓથોરીટીની એક મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં તોળાઈ રહેલા જળ સંકટ અંગે લાંબી ચર્ચા-વિચારણા અને ચીંતા વ્યક્ત કરવામાં આવી હતા. આખરે ઓથોરીટીએ ગુજરાતને નર્મદા ડેમનાં સિપેજ તેમજ ડેડવોટર પાણીની ફાળવણીની મંજૂરી આપી દેતા હવે પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં.

નર્મદા આધારીત પાણી મેળવતાં ૧૦ હજાર જેટલા ગામ અને ૧૬૭ નગરોને આ નિર્ણયને કારણે ૩૧મી જુલાઈ ૨૦૧૮ સુધી પીવાના પાણીની કોઈ જ સમસ્યા રહેશે નહીં. આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કહ્યું કે, ગુજરાતને આ રીતે વધુ પાણીની ફાળવણી માટે હું નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો આભાર માનું છું. ગુજરાતનાં હિતમાં લેવાયેલા આ નિર્ણય માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનાં મુખ્યમંત્રીઓનો પણ હું આભાર માનું છું. આપી મંજૂરી મળવાથી ગુજરાતમાં પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે.

નર્મદા કંટ્રોલ ઓથોરીટીની બેઠકમાં જે કંઇ નિર્ણય લેવાયો તેની ઝીણવટભરી વિગતો નર્મદા નિગમના CMD કે સરકારે આપી નથી.જેમ કે સિપેજ અને ડેડ વોટર એટલે શું ? ગુજરાતને વધારાનું કેટલું પાણી અપાશે ? આ વધારાનું પાણી કયા રાજ્યનાં અનામત જથ્થામાંથી અપાશે ? વધારાનું પાણી માત્ર પીવા માટે જ અપાશે કે ખેતી માટે ? વગેરે જેવા અનેક પ્રશ્નોનો જવાબ મળતો નથી.

અત્રે નોંધનીય છે કે તાજેતરમાં નર્મદાનાં પાણીની સ્થિતિ અંગે મુખ્ય સચિવ અને નર્મદા નિગમા CMD સહિતનાં ઉચ્ચ અધિકારીઓએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. જેમણે એવો દાવો કરાયો હતો કે ઉદ્યોગને જે પાણી આપવામાં આવે છે. તેનો જથ્થો ખુબ જ મર્યાદીત છે. ઉદ્યોગો તેટલું પાણી વાપરતા નથી. આમ છતાં ઉદ્યોગોને જ નજીવો જથ્થો આપવામાં આવે છે તેના પર પણ ૭૦ ટકા કાપ મુકાયો છે.

ઉપરાંત એવી સ્પષ્ટતા અને દાવા કરાયા હતા કે માર્ચ પછી ક્યારેય સિંચાઈ માટે નર્મદાનું પાણી અપાતું નથી. આ વર્ષે નર્મદામાં પાણીનો ઓછો જથ્થો હોવા છતાં પણ ગુજરાતમાં પીવાના પાણીની કોઈ પ્રકારની મુશ્કેલી ઉભી નહી થાય. નર્મદામાંથી જે શહેર કે ગામોને પીવાનું પાણી અપાય છે તેમાં કાપ નહીં મુકાય. આથી પ્રશ્ન એ ઉભો થાય છે કે જો પીવાના પાણીનો પૂરતો જથ્થો નર્મદા ડેમમાં છે તો પછી સિપેજ અને ડેડવોટરનો જથ્થો ગુજરાતને ફાળવવાની જરૃરત કેમ ઉભી થઇ ? અનેક પ્રશ્નો છે જેમાં જવાબો સરકાર કે નર્મદા નિગમનાં CMD આપી શક્તા નથી.

Post Comments