Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમરેલીના લાઠીના અભિજિતે વિચારોથી ચાલતું કમ્પ્યુટર શોધી પેટન્ટ મેળવી

- માત્ર ૧૯ વર્ષની વય અને કમ્પ્યુટર અભ્યાસની ડિગ્રી વગર

- ઇલેક્ટ્રોકોડ કે ચિપ વગર માત્ર વિચારથી ડિવાઇસ અને કમ્પ્યુટર ઓપરેટ કરી શકે છે!

ઓસ્ટ્રેલિયાની કંપનીએ ૮ લાખની સ્કોલરશિપ આપી મફત પ્રવેશ અપાવ્યો
અમદાવાદ, તા.11 ઓગસ્ટ, 2017, શુક્રવાર

૨૦મી સદીની સૌથી ઉત્તમ શોધ કહેવાતા કમ્પ્યુટરને ઓપરેટ કરવું હોય તો ઇલેક્ટ્રોકોડ અને ચિપ અનિવાર્ય છે. પરંતુ અમરેલી જિલ્લાના નાનકડા ગામ લાઠીના ૧૯ વર્ષના વિદ્યાર્થીએ કોઇ જ ટેકનિકનો ઉપયોગ કર્યા વિના માત્ર વિચારથી કમ્પ્યુટર અને ડિવાઇસ ચલાવી શકાય એવા વિશ્વના પ્રથમ બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસનું રિસર્ચ કર્યું છે ને વર્લ્ડ પેટન્ટ નોંધાવી છે.

પહેલા ધોરણથી જ અમદાવાદમાં ભણેલા અભિજીત સતાણી પાસે કમ્પ્યુટરની કે એન્જિનિયરીંગની કોઇ ડિગ્રી નથી પરંતુ બાળપણથી જ રિસર્ચનો શોખ હોવાથી બ્રેઇન કન્ટ્રોલ ડિવાઇસ બની શકે છે એવા નિર્ધાર સાથે એણે સતત બે વર્ષ સુધી બ્રેઇન અને એન્જિનિયરિંગ વિશે લખાયેલા અંગ્રેજી પુસ્તકો વાંચ્યા અને એના આધારે પ્રોગ્રામિંગ, સર્કિટ ડિઝાઇનિંગ અને કમ્પ્યુટર કોડિંગનું જ્ઞાાન મેળવ્યું.

૧૦મા ધોરણમાં આવ્યો ત્યારે એણે ઇલેક્ટ્રો એનસેફલોગ્રાફી (ઇઇજી) એટલે કે મગજમાંથી નીકળતા તરંગો પર રિસર્ચ કર્યું અને પોતાનું પ્રથમ ડિવાઇસ બનાવ્યું જેના વડે એણે પહેલાં મોબાઇલ ફોનને કન્ટ્રોલ કર્યો. એમાં સફળતા મળતાં એનો ઉત્સાહ વધ્યો ને બે વર્ષ સુધી બ્રેઇન કન્ટ્રોલ ડિવાઇસ પર વધુ રિસર્ચ કર્યું. ત્યારબાદ પેટન્ટ અને આઇપીઆર વિશે માહિતી મેળવી. ત્યારપછી ધો. ૧૨ પાસ કર્યા બાદ એણે ચિપ આધારિત બ્રેઇન કન્ટ્રોલ ડિવાઇસની પેટન્ટ ફાઇલ કરી. અત્યારે આ ડિવાઇસની ઇન્ટરનેશનલ પેટન્ટ એની પાસે છે.

દરમ્યાન બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ રિસર્ચની કામગીરી ચાલુ રાખી. એ સમય દરમ્યાન સામ પિત્રોડાને એની પેટન્ટ વિશે જાણ થતાં એમણે અભિજીતને મળવા બોલાવ્યો ને એડવાન્સ રિસર્ચ માટે અમદાવાદની ''આઇક્રિએટ'માં ફંડિંગ તથા ઇન્ક્યુબેશન માટે પ્રવેશ અપાવ્યો આવું પ્રોત્સાહન મળતાં તેણે વધુ રિસર્ચ કર્યા ને અંતે સફળતા મળતા ૨૦૧૪માં ઇન્ટરનેશનલ પેટન્ટ ફાઇલ કરી હતી. 

આજ સુધી વિશ્વમાં ચિપ કે ઇલેક્ટ્રોકોડ વગર માત્ર વિચારથી ચાલતા કમ્પ્યુટર કે ડિવાઇસ પર રિસર્ચ થયું નથી પણ અભિજીતને તેમાં સફળતા મળતા ઓસ્ટ્રેલિયાની આર્ટીફેકટરીમાં બ્રેઇન પર રિસર્ચ કરતા ગેરી હ્યુઝરે તેને બોલાવી તેના રિસર્ચની માહિતી મેળવી રોબોટિક એન્જિનિયરિંગમાં ઓનરરી ડિગ્રીના અભ્યાસ માટે રૃ. ૮ લાખની સ્કોલરશિપ સાથે મફત પ્રવેશ અપાવ્યો જ્યાં એણે ચાર મહિનામાં ૧૮માંથી ૧૭ સબ્જેક્ટ પાસ પણ કરી લીધા છે.

વગર ડિગ્રીએ કમ્પ્યુટર અને ઇજનેરીની બ્રાંચોનું નોલેજ
અભિજિત પાસે કોઇ પ્રોફેશનલ ડિગ્રી નથી છતાં મિકેનિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, આઇ.ટી. તથા કમ્પ્યુટર સાયન્સ સહિતની તમામ બ્રાંચોનું વધારે નોલેજ છે. તેથી તેના હાથ નીચે જીટીયુ અને આઇઆઇટીના વિદ્યાર્થીઓ તેની પાસે ઇન્ટર્નશિપ કરવા આવે છે.

Post Comments