Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રમાં એક માસથી કામો ઠપ: અરજદારો ત્રસ્ત

- સરકારી કાર્યક્રમોની વણઝાર, રેન્સમવેર વાઇરસે લોકોને રઝળાવ્યા

- સ્થાપના દિનની ઊજવણીથી માંડીને હવે યોગ દિવસના કાર્યક્રમ સુધી અધિકારીઓ વ્યસ્ત

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
અમદાવાદ ખાતે આગામી તા.૨૨ ને સોમવારે દક્ષિણ આફ્રિકાનું એક મોટું ડેલીગેશન આવવાનું છે. જે ગાંધીનગર ખાતે સ્વર્ણિમ મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેશે તેને લઇને હાલમાં જિલ્લાનું વહિવટી તંત્ર કામે લાગી ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરીના તમામ ઉચ્ચ અધિકારીઓને તેઓની આગતા-સ્વાગતામાં રોકી દેવાતા હાલમાં વિવિધ શાખાઓની રોજીંદી કામગીરી ઠપ થઇ જવા પામી છે. જેના કારણે અરજદારોએ તેમના કામો અટવાઇ પડવાની સ્થિતિમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
 
છેલ્લા એક માસથી વિવિધ કાર્યક્રમો વચ્ચે પ્રજાલક્ષી કામો અટવાઇ પડયા છે. અમદાવાદ ખાતે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીમાં અતિવ્યસ્ત રહેલા અધિકારીઓ તેઓના પેન્ડિંગ કામો પુરા કરે તે પહેલા જ હવે પાછા આફ્રિકાથી આવનારા ડેલીગેશનની સાર-સંભાળમાં અધિકારીઓ-કર્મચારીઓને જોતારી દેવાયા છે. એરપોર્ટ પર સ્વાગત કરવા, હોટલો બુક કરવા સહિતની કામગીરી સોંપી દેવાઇ છે.
 
આ અંગે કલેક્ટર કચેરીએ વિવિધ કામ અર્થે આવતા અરજદારોના જણાવ્યા મુજબ સ્થાપના દિનની ઉજવણી, રેન્સમવેર વાઇરસ , હવે સાઉથ આફ્કિાનું ડેલિગેશન અને ત્યાર પછી ૨૧ જૂનના વિશ્વ યોગ દિનની ઉજવણી સહિતના કાર્યક્રમોની વણઝાર વચ્ચે અધિકારીઓ વ્યસ્ત છે. જેને કારણે પ્રજાના વિવિધ કામો અટવાઇ પડયા છે. અરજદારો કામ અર્થે આવે ત્યારે સાહેબ હાજર ન હોવાનું કહેવાય છે. હવે ૨૫ તારીખ પછી જ કામ થશે તેવા આશ્વાસનો અપાતા અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે.
 
આમ હાલમાં વિવિધ પ્રજાકીય કામો અટવાઇ પડતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. બીજી બાજુ કામના ભારણ વચ્ચે દબાયેલા અધિકારીઓની પણ હાલત કફોડી બની જવા પામી છે. વિશ્વ યોગ દિન નિમિતે અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમમાં લાખો લોકોને લાવવાની જવાબદારી અધિકારીઓ-કર્મચારીઓને સોંપાઇ છે. સરકારી કાર્યક્રમોને સફળ બનાવવા એડી ચોટીનું જોર લગાવાઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ પ્રજાના કામોને બાજુ પર ધકેલી દેવાયા હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે.

Post Comments