Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વી.એસ. હોસ્પિટલના ફાર્માસિસ્ટ સહિત આઠ કર્મચારીઓને ચાર્જશીટ

- રસીદ કાંડ-ટુના ૯.૮૫ લાખના કૌભાંડમાં

- વિજિલન્સ તપાસ બાદ પગલાં લેવામાં થતા વિલંબથી ભીનું સંકેલવાના સંકેતો

પૂર્વ મેયર મીનાક્ષીબહેનના પી.એ.નો પણ સમાવેશ
અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
અમદાવાદ મ્યુનિ. સંચાલિત વી. એસ. હોસ્પિટલા રસીદકાંડ-૨ના કેસમાં મેડિકલ સ્ટોર્સના ફાર્માસીસ્ટ, આસિ. ફાર્માસીસ્ટ સહિત કુલ આઠ કર્મચારીઓને અગાઉ શૉ કોઝ નોટિસો અપાયા બાદ હવે ચાર્જશીટ ફટકારવામાં આવી છે. પ્રાથમિક રીતે ૮૦૦૦ના પકડાયેલા કૌભાંડની તપાસ થતા આ આંકડો ૯,૮૫, ૮૦૨ની રકમને આંબી ગયો છે. જો કે, પગલા લેવાના બદલે હવે તપાસ પર બીજી ખાતાકીય તપાસ શરુ કરાઈ છે. આ જોતા ભીનું સંકેલાશે તેમ જણાય છે.
 
આ અંગે પ્રાપ્ય વિગતો અનુસાર વિજીલન્સ ખાતા દ્વારા એક જ વર્ષના રેકર્ડના તપાસમાં ભ્રષ્ટાચારનો આંકડો ૯.૮૫ લાખનો થવા જાયછે. વધુ વર્ષોની તપાસ થાય તો આંકડુ બહુ મોટો થાય તેમ છે. ફાર્માસીસ્ટ મિથુનકુમાર ઓઝા અને આસિ. ફાર્માસીસ્ટ કશ્યપભાઈ પટેલ ઉપરાંત એક હેડક્લાર્ક અને પાંચ જુનિ. ક્લાર્કની કૌભાંડમા સંડોવણી હોવાનું જણાય છે. એમાં પણ કશ્યપ પટેલ તો અગાઉના મેયર મીનાક્ષીબહેન પટેલના પી.એ. હતા અને કોઈ વિવાદના સંદર્ભમાં કમિશનરે અચાનક જ તેમની વી.એસ. હોસ્પિટલની મૂળ જગ્યાએ હાજર થઈ જવા હુકમ કરી દેતા તે સમયે પણ વિવાદ થયો હતો.
 
વી. એસ. હોસ્પિટલમાં અગાઉ જે રસીદ કાંડ થયું તેમાં તો રસીદબુક પણ ગુમ થઈ હતી. મેન પાવર- કર્મચારીઓ પુરા પાડતી ત્રણ- ત્રણ એજન્સીઓ બદલાઈ ગઈ હતી પણ ત્રણેયમાં કૌભાંડિયા કર્મચારીઓ યથાવત્ રહ્યા હતા તે તરફ કેમ કોઈનું ધ્યાન ના ગયું તે બાબત પણ આશ્ચર્યજનક છે. નવા કૌભાંડમાં ઉપરની સફેદ અને નીચેની ઓફિસ કોપી ગુલાબ રસીદ વચ્ચેના આંકડાઓમાં વિસંવાદિતા છે. ૬૬થી વધુ કિસ્સામાં તો દવા પાછી ના આવી હોવા છતાં રૃા. ૭૮,૯૮૮ રિફંડ ચુકવાઈ ગયું છે. એનો અર્થ એ થયો કે ભ્રષ્ટાચાર આચરનારા વચ્ચે આ રકમની વહેંચણી થઈ ગઈ હશે.
 
ઉપરાંત સફેદ પહોંચ પ્રમાણે આ કર્મચારીઓએ વી.એસ.ની તિજોરીમાં ૫,૪૭,૫૦૩ જમા કરાવવાના હતા તેના બદેલ નીચેની ગુલાબી પહોંચમાં ઓછી રકમ લખીને માત્ર ૨૪,૩૫૫ જ જમા કરાવ્યા છે. એનો અર્થ એ થયો કે રૃા. ૫,૨૩,૧૪૮ની રકમ અદ્ધર કરી દેવામાં આવી છે. આ જ રીતે રિફંડના નાણાં ચૂકવવામાં ૩,૮૩,૬૬૬ના ગોટાળા કર્યા હોવાનું વિજીલન્સ ખાતાના ધ્યાને આવ્યું છે. આ ચાર્જશીટ પછી શું ? તેમ પૂછાતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, હવે ખાતાકીય ઇન્કવાયરી ચાલશે અને પછી પગલા લેવાશે. મ્યુનિ.માં તપાસ પર તપાસ જ ચાલ્યા જ કરતી હોય હોય છે. 
 
પગલા લેવામાં હંમેશા ધાંધીયા કરતા હોય છે. એટલું જ નહિ સસ્પેન્ડ થયેલા જ નહિ ટર્મિનેટ થયેલા પણ અપીલ કમિટમાં વિનંતી કરીને ગમે તેટલો ભ્રષ્ટાચાર કર્યો હોય તો પણ નજીવી સજા સાથે પાછા આવી જતા હોય છે. એ જ રીતે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરો પણ ગોઠવણ કરીને સ્ટેન્ડિંગ કમિટીમાં જઈ બ્લેક લિસ્ટેડનો સિક્કો ભૂંસી આવતા હોય છે. એક વર્ષ પહેલાં જે કોન્ટ્રાક્ટરના અવગુણ ગવાતા હોય છે, એક વર્ષ પૂરું થાય તે પહેલાં દૂધે ધોયેલા થઈ જાય છે. આ કેસમાં પણ ભીનુ સંકેલાવાની પૂરેપૂરી શક્યતા છે. કમિશ્નરની એફ.આઇ.આર.ની સૂચના અંગે વી.એસ. અને વિજીલન્સ એકબીજાને ખો આપી રહેલ છે. કોઈ પગલાં લેવા ગંભીર નથી જણાતું.
 

Post Comments