Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદમાં વાંદરાઓનો આતંક : ૧૮ દિવસમાં ૨૦થી વધુ લોકોને બચકાં ભર્યાં

- ગરમી વધતા વાંદરાઓ આક્રમક બની જતા હોવાનો નિષ્ણાતોનો મત

- મોટાભાગના કિસ્સાઓમાં વાંદરાઓએ ઝનૂનમાં આવી ધાબા પર ઊંઘી રહેલા લોકોને નિશાન બનાવ્યા

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ઉનાળો અસલ મિજાજ બતાવી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીની અસર વાંદરાઓમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં મે મહિના દરમિયાન અત્યારસુધી ૨૦થી  લોકોને વાંદરાઓએ બચકાં ભર્યા છે. ખાસ કરીને છેલ્લા એક સપ્તાહ દરમિયાન આંબાવાડી, નારણપુરા, ખોખરા, લાંભા જેવા વિસ્તારોમાંથી વાંદરાઓએ બચકાં ભર્યા હોવાના સૌથી વધારે કેસ નોંધાયા છે. વધુ ચિંતાની વાત એ છે કે ઉનાળામાં વહેલી સવારે લોકો ધાબા પર મીઠી નિન્દ્રા માણી રહ્યા હોય છે ત્યારે વાંદરાઓ તેમને પોતાના નિશાન બનાવી રહ્યા છે. 
 
ગત સપ્તાહે ૧૧ મેના રોજ નારણપુરા ખાતે ધાબા પર નિન્દ્રા માણી રહેલા છ લોકોને વાંદરાએ બચકાં ભર્યા હતા. આવી જ રીતે ૧૭ મેના રોજ લાંભા ગામ ખાતે બે લોકોને અને આંબાવાડીમાં ચાર લોકોને વાંદરાએ બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે. મોટાભાગના  કિસ્સાઓમાં બચકાં ભરનારો નર વાંદરો હતો કે જે પોતાના ટોળાથી વિખૂટો પડી ગયો હતો.  ગુરુવારે સવારે પ્રાણીસંગ્રહાલયને આંબાવાડી વિસ્તારમાંથી એવો ફોન આવ્યો હતો કે ચાર વ્યક્તિઓ પર વાંદરાએ હૂમલો કર્યો છે.વાંદરાએ પગ અને હાથમાં બચકાં ભર્યા હતા.  આ ફોન બાદ પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓ  તાકીદે ત્યાં પહોંચ્યા ત્યારે ઉત્પાત મચાવનારો વાંદરો ત્યાં મળ્યો નહોતો. 
 
નિષ્ણાતોના મતે વધારે પડતી ગરમી પણ વાંદરાઓના વધારે પડતા આક્રમક થઇ જવા માટે જવાબદાર છે. ગરમીને કારણે વાંદરાઓને પૂરતું પાણી કે ખોરાક મળતો નથી એટલે તેઓનો ગુસ્સો વધી જાય છે. આ ઘટનાઓ બાદ ધાબા પર ઉંઘવા જતા લોકોમાં પણ ભય પેસી ગયો છે. બપોરના સમયે પણ વાંદરાઓનું ટોળું ધાબા પરની ડિશ એન્ટિનાને નુકસાન પહોંચાડે છે તેમજ ટેલિફોનના વાયરને તોડી નાખે છે. કેટલાક કિસ્સાઓમાં વાંદરાઓ છેક ઘરના રસોડા સુધી પણ ઘૂસી આવ્યા હોવાની ફરિયાદ આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે વયોવૃદ્ધ વાંદરાને તેમના જૂથમાંથી હાંકી કાઢવામાં આવે છે. જેના કારણે આ વૃદ્ધ વાંદરો જનૂની બનીને લોકો પર ગુસ્સો ઉતારે છે.
 
ઉત્પાતિયા વાંદરાને ટ્રેન્ક્યુઇલાઝરથી બેહોશ કરાય છે
નારણપુરા વિસ્તારમાં ગત સપ્તાહે એક વાંદરાએ પાંચથી નાગરિકોને બચકાં ભર્યા હતા. આ અંગે માહિતી મળતાં વાંદરાને પકડવા કાંકરિયા ઝૂ વિભાગની ટીમ ત્યાં પહોંચી આવી હતી. તેઓએ ટ્રેન્ક્યુઇલાઝરના ઇન્જેક્શન દ્વારા વાંદરાને બેહોશ કરીને તેને ઝડપી પાડયો હતો. આવી જ રીતે મેઘાણીનગરનો યુવાન પાનના ગલ્લા પાસે ઊભો હતો ત્યારે તેને વાંદરાએ બચકું ભર્યું હતું. ઈજાગ્રસ્તોને એલ.જી. અને ખાનગી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન સાથે સારવાર અપાઇ રહી છે.

Post Comments