Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

PG કોર્સમાં ઇન સર્વિસ ડૉક્ટરો માટે ૫૦ ટકા બેઠક અનામત રાખો : સુપ્રીમ

- ગુજરાત સરકારને આદેશ

- હાઇકોર્ટના ચુકાદાને પડકારતી ડોક્ટરોની અપીલ સુપ્રીમકોર્ટે માન્ય રાખી

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
સુપ્રીમકોર્ટે ગુજરાતના સરકારને આદેશ આપ્યો છે કે ઇન સર્વિસમં ફરજ બજાવતા ડોક્ટરો માટે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સમાં ૫૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવે અને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરવામાં આવે. પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે આવતીકાલથી ઉમેદવારો માટેની કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોઇ ગુજરાત સરકારે ઇન સર્વિસમાં ફરજ બજાવતા ડોક્ટરોના પ્રવેશ માટ જોગવાઇ કરવાની રહેશે. સરકારમાં કે અન્ય જાહેર સત્તામંડળોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા ડોક્ટરો માટેની મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના નિયમોની જોગવાઇનું પાલન કરવાનું રહશે તેવો સુપ્રીમકોર્ટે નિર્દેશ આપ્યો છે.
 
જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ.એમ.ખાનવેલકરની ડિવિઝન બેન્ચે ડોક્ટરોની અપીલ અંગે ઉપરોક્ત આદેશ આપ્યો છે. ૫ મી મે ના રોજ ગુજરાત હાઇકોર્ટે ઇન સર્વિસ ડૉક્ટરોની રિટ અરજી ફગાવી દીધી હતી અને નોંધ્યું હતુ ક મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ ૨૦૦૦ ના વર્ષમાં બનાવેલા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકશન રેગ્યુલેશન્સોનું ગુજરાત સરકારે પાલન કરવું આદેશાત્મક નથી.ગુજરાત સરકારે ઇન સર્વિસ ડોક્ટરો માટે પી.જી. ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ માટે કરેલી ૨૫ ટકા અનામતની જોગવાઇ કરતા હુકમની કાયદેસરતાને પડકારી હતી.
 
જીએમએસ ક્લાસ-૨ મેડિકલ ઑફિસર્સ એસોસિયેશને કરેલી રિટ અરજીમાં ગુજરાત સરકારે ૨૧ મી એપ્રિલે બહાર પાડેલા જાહેરનામાને પડકાર્યું હતું. જેમાં ઇન સર્વિસ ડૉક્ટરો માટે માત્ર ડિપ્લોમા કોર્સમાં બેઠકોની જોગવાઇ કરવામાં આવી હતી અને કોઇપણ કારણ દર્શાવ્યા વગર ડિગ્રી કોર્સમાંથી તેઓને બાકાત રાખ્યા હતા.
 
મેડિકલ કાઉન્સિલના નિયમો મુજબ સરકાર કે પબ્લિક ઑથોરિટીમાં રહેલા ઇન સર્વિસ ડોક્ટરો માટે મેરિટ નક્કી કરતી વખતે નીટમાં મેળવેલા માર્કસના ૧૦ ટકા દર વર્ષ માટે મહત્તમ ૩૦ ટકા સુધી પ્રોત્સાહન તરીકે ગણવાના રહે છે કારણ કે આ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલ સ્થિતિઓમાં ફરજ બજાવે છે અને જેમણે ત્રણ કે તેથી વધુ વર્ષ ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવી હોય તેઓ માટે રાજ્ય સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સમાં ૫૦ ટકા બેઠકો અનામત રાખવાની રહે છે તેવો મુદ્દો આ રિટ અરજીમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો જે સુપ્રીમકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
 

Post Comments