Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં લાગવગશાહી સંઘ-ભાજપના મળતિયાઓની નિમણૂક

- મુખ્યમંત્રી વિજય રૃપાણીને લખાયેલો પત્ર

- એમ.એન.પટેલની નિવૃત્તિના બે સપ્તાહ પહેલાં જ કરાયેલી ભરતી અનેક પ્રશ્નો, રહસ્યો સર્જે છે : તપાસની માગ

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ એમ.એન.પટેલે નિવૃત્તિના અંતિમ દિવસોમાં કર્મચારીઓ, અધિકારીઓ અને ટીચિંગ સ્ટાફની ભરતી કરાઈ હતી. જો કે સમગ્ર ભરતી પ્રક્રિયાને લઇ વિવાદ ઉભો થયો છે. જેનું મુખ્ય કારણ સમગ્ર ભરતીમાં આરએસએસ અને બીજેપીના મળતીયાઓની ભરતીના નિયમ વિરુધ્ધ જઇ ને રતી કરી હોવાનું સૂત્રો કહી રહ્ય છે. આ અંગે મુખ્ય પ્રધાન વિજય રૃપાણીને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરાઈ છે છે. યુનિવર્સિટીના તત્કાલિન કુલપતિ એમ.એમ.પટેલના નિવૃત્તિના બે સપ્તાહ પહેલા આ ભરતી કરાઈ હતી, જે ખરેખર થઇ જ ના શકે.
 
હાલના ગુજરાત યુનિવર્સિટી જે તે વખતે રજિસ્ટાર તરીકે ફરજ બજાવતા હિમાંશુ પંડયાએ ઓક્ટોબર ૨૦૧૬માં કર્મચારીઓની ભરતી માટે જાહેરાત આપી હતી. જો કે યુનિવર્સિટી દ્વારા તમામ નિયમોને નેવે મૂકીને સંઘ પરિવારના મળતીયાઓી ભરતી કરાઈ હતી જેને લઇને વિવાદ થવા પામ્યો છે.
 
અમદાવાદ શહેર બીજેપી યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અને સિન્ડિકેટ સભ્ય પંકજ શુક્લાએ રાજ્ય સરકાર અને યુનિવર્સિટીમાં લોબિંગ કરીને તેમની નજીક મનાતા નેહલ પંડયાને બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે એપોઇમેન્ટ કરાવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. તેમની સ્પષ્ટ રજૂઆત છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપેલ જાહેરાતમાં દર્શાવેલ અનુભવ તેઓ ધરાવતા નથી. તેઓએ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં નોન ટીચિંગનો અનુભવ ધરાવે છે ત્યારે તેમને કયા આધારે નોન ટીચિંગના અનુભવી વ્યક્તિને એપોઇમેન્ટ કરાયા તેને લઇ ને સવાલ ઉઠી રહ્યો છે.
 
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, કુલપતિ હિમાંશુ કુલપતિએ પોતાના અંગત મનાતા રવિ ગોરને યુ.જી.સી.ના નિયમોથી પર જઇને પ્રોફેસર તરીકેનો અનુભવ ન હોવા છતાં તેમને એપોઇન્ટ કરાયા છે. ત્યારે નોંધનીય છે કે હિમાંશુ પંડયા પોતે પણ યુજીસીની ગાઇડલાઈન પ્રમાણે ટીચિંગનો દસ વર્ષનો અનુભવ ધરાવતા નથી, છતાં પણ યુજીસીની ગાડિલાઈનથી પર જિને કુલપતિ બનાવાયા છે તેને લઇને પણ યુનિવર્સિટિમાં ગણગણાટ શરૃ થયો છે. રવિ ગોર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડાયરેક્ટર તરીકે ફરજ હતા. તેઓ બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં ટીચિંગની કોઈ કામગીરી કરેલ નથી. ત્યારે તેમને કયાં આધારે ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી કરાઈ તેને લઇને ઇન્ચાર્જ કુલપતિ હિમાંશુ પંડયાની સામે શંકાની સોય તકાઈ છે.
 
ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે, કુલપતિ હિમાંશુ પંડયાએ તેમની બીજેપીની વગનો ઉપયોગ કરીને તેમના પર્સનલ સેક્રેટરી શૈલેષ ચતુર્વેદીને આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર એપોઇમેન્ટ કરવામાં આવી છે જેને લઇને વિવદ થવાનું મુખ્ય કારણ સરકારશ્રીના નિયમો મુજબ પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી નિમણૂંક પામેલ હતા ત્યાર બાદ તેઓને સરકારશ્રીના નિયમો મુજબ કાયમી કરવામાં આવેલ છે. તેઓ યુનિવર્સિટી આપેલ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ૮ વર્ષનો અનુભવ ન હોવા છતાં તેઓને નિમણૂંક અપાઈ છે.
 
ગુજરાત યુનિવર્સિટીમાં હેડક્લાર્કની જગ્યામાં પસંદગી પામેલ કર્મચારી હેમેન્દ્ર રાઠોડ છે. તેમણે વર્ષ-૨૦૧૧થી વર્ષ ૨૦૧૬ દરમ્યાન નવગુજરાત કોમર્સ કોલેજમાં ક્લાર્ક તરીકે કામગીરી કરી હોવાનું દર્શાવ્યું છે. જો કે તેમણે સ્ક્રુટીની કમિટી સમક્ષ રજુ કરવામાં આવેલ ડોક્યુમેન્ટમાં તથા ઓનલાઈન ભરેલ અરજીમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૧૩ દરમ્યાન LLB ડિગ્રી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હોવાનું દર્શાવ્યું છે જેને લઇને વિવાદ થવાનું મુખ્ય કારણ. LLB નો રેગ્યુલર અભ્યાસક્રમ હોવાથી તેઓએ નોકરીની સાથે ડિગ્રી કેવી રીતે મેળવી તેે લઇ પ્રશ્ન ઉઠયો છે.
 
ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ હિમાંશુ પંડયાએ તેમના હાથ નીચે અભ્યાસ કરતા ધર્મેશ જયસ્વાલ ને સ્ટોર કીપર તરીકે સેટ કરી દીધો છે.. તેઓ સ્ટોર કીપર તરીકેનો કોઈ પણ જાતનો અનુભવ ધરાવતા નથી. મહત્ત્વની વાત એ છે કે નિમણુંક પામેલ ઉમેદવારે રજુ કરેલ અનુભવના પ્રમાણપત્ર અંગે માનનીય રજીસ્ટ્રાર તેમજ સ્કુટીની કમિટીના જ સભ્ય ના વિદ્યાર્થી હોઈ તેઓએ યુનિવર્સિટીના જ ડિપાર્ટમેન્ટ વડાના પ્રમાણપત્રને આધારે લાયક ગણી નિમણુંક આપેલ છે. ત્યારે નોંધનીય છે કે યુનિવર્સિટીમાં કાર્ય કરતા કોઈ પણ હંગામી, જોબ-ટ્રેઇની કે અન્ય પાર્ટટાઈમ કર્મચારીને કોઈપણ પ્રકારનું અનુભવનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી. તે અંગેની જાણ હોવા છતાં રજીસ્ટ્રાર તથા સ્ક્રુટિની કમિટી દ્વારા ઉપરોક્ત ઉમેદવારના અનુભવના પ્રમાણપત્રને લાયક ગણી તેઓને નિમણુંક આપેલ છે.
 
ગુજરાત યુનિવર્સિટીમાં એકાઉન્ટ ઓફિસર રાજેશ ડામોરે પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરીને તેમણે પત્ની રંજન બેન પારગીને સિનિયર ક્લાર્ક તરીકે નિયમોથી પર જઇને ગોઠવી દીધા છે. તેઓ એસટી કેટેગરીમાંથી આવે છે તેમણે રાજ્ય સરકારના પરિપત્રનું ખોટું અર્થઘટન કરીને યુનિવર્સિટીના સત્તાધીશોએ ભેગા મળીને આ એપોઇમેન્ટ ખોટી રીતે આપી છે.
 
યુનિવર્સિટીના EMMRC સેન્ટર ખાતેની વહીવટી જગ્યાઓની જાહેરાત વર્ષ ૨૦૧૬માં આપવામાં આવેલ પરંતુ અમુક કારણોસર ઉપરોક્ત જગ્યાઓની ભરતી અંગેની કાર્યવાહી સ્થગીત કરવામાં આવેલ ત્યારબાદ અચાનક માનનીય કુલપતિશ્રીની ટર્મ પુરી થવામાં આવનાર હોઈ ઉપરોક્ત જગ્યાઓમાં ઇન્ટરર્વ્યુ ગોઠવી લાગતા વળગતા અધિકારીઓએ તેઓના માનીતા ઉમેદવારોની ભરતી કરેલ છે. જેમાં ઘણા ઉમેદવારો આ વર્ષે જ નિવૃત્ત થઇ રહેલ છે.
 
ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેકટર તરીકે ફરજ બજાવતા બી.ડી.વનારે તેમના યુનિવર્સિટીના સત્તાધીશો સાથેના સંબંધોનો ઉપયોગ કરીને પોતાની પુત્રી સ્વેતલાના વનારને સેકશન ઓફિસર તરીકે ગોઠવી દીધી છે તેઓ યુનિવર્સિટીના નિયમ મુજબ અનુભવ કે લાયકાત ધરાવતા નથી. તેમણે અરજી કરી ત્યારે જુદા દસ્તાવેજો રજૂ કર્યા હતા જ્યારે હાજર થયા ત્યારે જુદા જ ડોક્યુમેન્ટ રજૂ કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે.
 
નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ પ્રમુખ અને આરએસએસના નેતા ડૉ. ભરત અમીને તેમની રાજકીય વગ ઉપયોગ કરીને દીકરી અને જમાઈને બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં એપોઇમેન્ટ કરાવી દીધા છે. તેની પુત્રી કિંજલ દેસાઈ પ્લેસમેન્ટ ઓફિસર જ્યારે જમાઈ જય દેસાઈની આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે એપોઇમેન્ટ કરાઈ છે.
 
આર. આર. એસ.ના નેતા અશોક રાવલના પુત્ર નીરવ રાવલની નીમણૂંક સેકશન ઓફિસર તરીકે કરાઈ છે. આ ત્રણેય ઉમેદવારોથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો હોવા છતાં માત્ર ને માત્ર સંઘના નેતાઓનું દબાણ હોવાને લીધે ગુજરાત યુનિવર્સિટીએ એપોઇમેન્ટના નિયમોથી પર જઇને નિમણુંકો કરાઈ છે.

Post Comments