Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેતી બેન્કને ભરતીની વિગતો રજૂ કરવા સહકાર કમિશનરનો આદેશ

- ખેતી બેન્કમાં ગેરકાયદે ભરતીના વિવાદનો અંત આણવા

- ભરતીમાં મોટી રકમના વહેવારો થતાં હોવાના આક્ષેપો

ગયા વર્ષે પણ ૨૩૦થી વધુ ભરતીઓ કરવાને મામલે ખેતી બેન્કમાં વિવાદ થયો હતો 
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ગુજરાતભરમાં પથરાયેલી ખેતી બૅન્કમાં ડ્રાઈવરો અને પટ્ટાવાળાઓની સોથી વધુ જગ્યાઓ પર ભરતી કરવાની ચાલુ કરવામાં આવેલી પ્રક્રિયામાં ગેર- કાયદે રીતરસમો અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા હોવાથી ગુજરાતના સહકાર મંત્રીએ ગેરકાયદે ભરતીઓ ન થાય તે માટે ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા અંગેની માહિતી સહકાર કમિશનર સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમ જ નવી સૂચના ન મળે ત્યાં સુધી ભરતી કરવાની અટકાવી દેવાનો આદેશ કર્યો છે.
 
સહકાર કમિશનરની કચેરીના સૂત્રોએ આપેલી માહિતી મુજબ ખેતી બૅન્ક પાસે ખરેખર મંજૂર થયેલું મહેકમ કેટલું છે અને કેટલી જગ્યા પર નવી ભરતીઓ કરવામાં આવી રહી હોવાની માહિતી માગવામાં આવી છે. નવી ભરતી કરવામાં આવી રહી છે તે ખરેખર ખેતી બૅન્કની જરૃરિયાત છે કે નહિ તે અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે.
 
ભરતીની આ સંપૂર્ણ પ્રક્રિયા કઈ ઢબે કરવામાં આવી રહી છે તે અંગે પણ સહકાર મંત્રીએ ખુલાસો માગ્યો છે. આ અગાઉ તેમણે ગેરકાયદે ભરતી ન થવા દેવાની આપેલી બાંયધરી પ્રમાણે ખેતી બૅન્કની ભરતી પર રોક લગાવીને સમગ્ર મામલે તપાસ ચાલુ કરી દેવાનો આદેશ આપ્યો છે.
 
ડ્રાઈવર અને પટાવાળાની સોથી વધુ ભરતીઓ કરવાના નિર્ણય લઈ તે માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવતા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થયા હતા. વર્તમાન હોદ્દેદાર નવી ચૂંટણી પૂર્વે જ મોટી સંખ્યામાં ભરતી કરી દેવાની કોશિશ કરી રહ્યા હોવાના આક્ષેપો થયા હતા.
 
ખેતી બૅન્ક દ્વારા સહકાર કમિશનરને આ માહિતી આપવામાં આવે તે પછી તેની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ યોગ્ય જણાશે તો જ ભરતી માટે પરવાનગી આપવામાં આવશે. સામાન્ય રીતે સરકાર બૅન્કની ભરતીના મુદ્દે માથું મારતી નથી, પરંતુ તેમાં ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપ થાય ત્યારબાદ તેમાં સરકારને માથું મારવાની ફરજ પડે છે. 
 
સહકારી બૅન્કો અને સંસ્થાઓમાં ભરતીઓ કરવામાં મોટી રકમના આર્થિક વહેવારો કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા કરે છે. આ બાબતે પણ તપાસ કરવામાં આવે તેવી સંભાવનાઓ રહેલી છે.
 

Post Comments