Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીનગર ૪૩.૮ ડિગ્રીમાં શેકાયું સતત ચોથા દિવસે 'હોટેસ્ટ સિટી'

- રાજ્યના ૧૦ શહેરમાં પારો ૪૧ ડિગ્રીને પાર

- અમદાવાદમાં ૪૩.૬ ડિગ્રી, હજુ આગામી ત્રણ દિવસ માટે 'યલો એલર્ટ'

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
ગાંધીનગર ગરમીના મામલે પણ ગુજરાતનું 'પાટનગર' પુરવાર થઇ રહ્યું છે. ગાંધીનગરમાં ૪૩.૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું અને જેની સાથે જ તે સતત ચોથા દિવસે રાજ્યનું 'હોટેસ્ટ સિટી' બની રહ્યું હતું. ગાંધીનગરમાં ગત મંગળવારે ૪૩.૦, બુધવારે ૪૩.૪, ગુરુવારે ૪૩.૦ ડિગ્રી ગરમી નોંધાઇ હતી.
 
અમદાવાદ આજે ૪૩.૬ ડિગ્રી ગરમીમાં શેકાયું હતું. આજે ખાસ કરીને બપોરના ૧૨ થી સાંજે ૫ના સમયે અમદાવાદ જાણે અગનભઠ્ઠીમાં તબ્દીલ થઇ ગયું હતું તેમ અનુભવાયું હતું. અમદાવાદમાં આગામી ૨૦ થી ૨૨ તારીખ દરમિયાન ૪૨ થી ૪૩ ડિગ્રી વચ્ચે સરેરાશ મહતમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
 
આમ, અમદાવાદમાં આગામી ત્રણ દિવસ 'યલો એલર્ટ' રહેશે. રાહતની વાત એ છે કે ૨૩ થી ૨૫  મે દરમિયાન ગરમીમાં આંશિક ઘટાડો અનુભવાશે. આજે રાજ્યના ૧૦ શહેરમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર નોંધાયો હતો.  જૂન મહિનાના બીજા સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસે તેવી આગાહી કરવામાં આવી છે. આ અગાઉ મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી શકે છે તેમ હવામાન નિષ્ણાતોનું માનવું છે. 
 
અમદાવાદમાં ઐતિહાસિક ગરમીને એક વર્ષ
અમદાવાદમાં બરાબર એક વર્ષ અગાઉ એટલે કે ૨૦ મેના સત્તાવાર રીતે ૪૮ ડિગ્રી સરેરાશ મહતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પડેલી સૌથી વધુ ગરમીનો આ ઓલટાઇમ રેકોર્ડ છે. ગત વર્ષે ૧૮ થી ૨૦ મે દરમિયાન પારો ૪૬ ડિગ્રીથી વધારે નોંધાયો હતો.  
 
રાજ્યમાં ક્યાં વધારે ગરમી?

શહેર

ગરમી

ગાંધીનગર

૪૩.૮

અમદાવાદ

૪૩.૬

ડીસા

૪૩.૨

સુરેન્દ્રનગર

૪૨.૭

ઈડર

૪૨.૬

રાજકોટ

૪૨.૩

ભાવનગર

૪૨.૩

અમરેલી

૪૨.૦

વ.વિદ્યાનગર

૪૨.૦

વડોદરા

૪૧.૬

ભૂજ

૩૯.૫

સુરત

૩૪.૪

 

Post Comments