Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વોટ્સએપમાં કલર બદલાની લિન્ક પર ક્લિક કરશો નહીં, વાઈરસ છે!

- વોટ્સએપનો કલર ગ્રીનમાંથી બદલીને આસમાની કરવાની સ્કીમ

- વોટ્સએપના એકના એક કલરથી કંટાળી ગયા હો તો કલર બદલવા માટે લિન્ક પર ક્લિક કરો વાંચીને છેતરાશો નહીં

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
વોટ્સએપનો ગ્રીન કલર તેની ઓળખ છે. તેમાંથી હવે કલર બદલીને આસમાની થઈ શકે એ માટેની એક લિન્ક વોટ્સએપમાં જ ફરી રહી છે. એ લિન્ક હકીકતે વાઈરસ છે. એટલે જો કોઈ ભૂલે-ચૂકે પણ લિન્ક પર ક્લિક કરશે તો વાઈરસ તેના ફોનમાં પ્રવેશ મેળવી લેશે. આ મેસેજ આખા જગતમાં આજ-કાલ ફરતો થયો છે. તેની સામે વોટ્સએપ અને સાઈબર સુરક્ષા નિષ્ણાતોએ સાવધાની રાખવા જણાવ્યુ છે.
 
વોટ્સએપ પર રોજના અનેક મેસેજ અને લિન્ક્સ આવતી હોય છે. મોટા ભાગના લોકો એ લિન્ક-મેસેજની ઉપયોગિતા તપાસ્યા વગર જ ખોલી નાખતા હોય છે. એ સંજોગોમાં વોટ્સએપ દ્વારા વાઈરસ ફોનમાં પ્રવેશી અંગત માહિતીની ચોરી કરી શકે છે. આ લિન્કમાં એવી વિગત લખવામાં આવી છે કે ગ્રીનથી કંટાળી ગયા છો? તો કલર બદલવા માટે આ લિન્ક પર ક્લિક કરો. એ રીતે મેસેજ સાથે એકથી વધુ લિન્ક આપવામાં આવે છે.
 
આ મેસેજ દ્વારા વાઈરસ વધુ ફેલાય એ માટે પણ વાઈરસ સર્જકોએ ગોઠવણ કરી છે. જેને મેસેજ મળે તેને કહેવામાં આવે છે કે આ લિન્ક ૧૨ વ્યક્તિ અથવા વોટ્સએપના ૭ ગૂ્રપમાં મોકલો. જો ખરેખર એવુ કરવામાં આવે તો વાઈરસ વધુ ઝડપથી પ્રસરે. આ વાઈરસ ખાસ મોબાઈલ માટે જ બન્યો છે અને મોબાઈલમાં જ ખુલી શકે છે. માટે મોબાઈલનો વધુ ઉપયોગ કરનારા લોકોને સાવધાન રહેવા જેવુ છે.

Post Comments