Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બનાવટી પાસપોર્ટના આધારે બગદાદથી ડિપોર્ટ કરાયેલા આધેડની ATS તપાસ કરશે

- CID ક્રાઇમે રેડ કોર્નર નોટિસ પાઠવી હતી

- પાલનપુરનો મોહંમદ કાસીમ ૧૪ વર્ષ સુધી સાઉદી અરેબિયામાં રોકાયો હોવાથી આતંકીઓ સાથે સંપર્કની શંકા

અમદાવાદ, તા. 19 મે, 2017,  શુક્રવાર
 
પાલનપુરના આધેડ ૧૪ વર્ષ પહેલા બોગસ પાસપોર્ટ આધારે વિદેશ જતા રહ્યા હતા. જેથી સીઆઇડી ક્રાઇમે તેમની વિરુધ્ધ રેડ કોર્નર નોટિસ પાઠવી હતી. બગદાદ ખાતે લોકેટ થતાં તમને ભારત ડિપોર્ટ કરાયા હતા. વર્ષો સુધી સાઉદી અરેબિયા રોકાયા હોવાથી મોબંમદ કાસીમ આતંકીઓ સાથે સંપર્કમાં હોવાની શંકા આધારે સીઆઈડી ક્રાઇમના વડાએ એટીએસને તેમની સામે તપાસ કરવા માટે આદેશ કર્યો છે.
 
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં મોહમંદ કાસીમ ભંગુર સામે બનાવટી પાસપોર્ટ આધારે વિદેશ ગયા હોવાનો ગુનો ૨૦૦૩માં નોંધાયો હતો. પોલીસ તપાસમાં કાસીમે બનાવટી લિવિંગ સર્ટી રજૂ કરીને પાસપોર્ટ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ તે સમયે બનાવટી દસ્તાવેજો આધારે એજન્ટ મારફતે પોસપોર્ટ મેળવીને વિદેશ જતા રહ્યા હતા.
 
તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવતાં ૨૦૦૫માં તેમની સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. રેડ કોર્નર નોટિસ આધારે આરોપી બગદાદ ખાતે લોકેટ થયા હતા. જેથી સીઆઈડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયાના માર્ગદર્શન આધારે આરોપીને ભારત ખાતે ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના આધારે આજે અમદાવાદ એરપોર્ટ પર આવતાની તેઓની ધરપકડ કરીને બનાસકાંઠા પોલીસને સોંપવામાં આવ્યા છે.
 
આ બનાવ અંગે સીઆઇડી ક્રાઇમના વડા આશિષ ભાટિયાના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા ૧૪ વર્ષથી સાઉદી અરેબિયા ખાતે રોકાયેલા હતા. જેથી તેઓ આટલા વર્ષમાં કોના કોના સપર્કમાં આવ્યા હતા, ક્યાં રોકાયા હતા તેઓને આશરો કોને આપ્યો હતો અને રહેવા ખાવાનો ખર્ચ કોણ ભોગવતું હતું, તેઓ આતંકીઓ સાથે કનેકશન હોવાની શંકા આધારે આરોપીની તપાસ કરવા માટે એટીએસને સૂચના આપવામાં આવી છે.
 

Post Comments