Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અકી એબે અને કુલપતિ વચ્ચે હેરિટેજ તથા ટેકનોલોજી મુદ્દે કરારની શક્યતા

- ગુજરાત યુનિ.માં આજે જાપાનના ફર્સ્ટ લેડી આવશે

- કુલપતિની અકી એબે અને બે રાજદૂતો વચ્ચે ચર્ચા થશે તથા અકી એબે વિદ્યાર્થીઓને રૃબરૃ મળશે

અમદાવાદ,બુધવારતા. 14 સપ્ટેમ્બર 2017, ગુરુવાર

જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે આવેલા તેમના પત્ની અને જાપાનના ફર્સ્ટ લેડી અકી એબે આવતીકાલે ૧૪મીએ સવારે ૧૦:૩૦ વાગે ગુજરાત યુનિ.ની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન કુલપતિ અને અકી એબે વચ્ચે હેરિટેજ સિટી તથા ટેકનોલોજી અને જાપાન -ઈન્ડો સ્ટુડન્ટ એક્સચેન્જ સહિતના મુદ્દા પર ચર્ર્ચા થશે અને કરાર પણ થાય તેવી શક્યતા છે.

ગુજરાત યુનિ.ના ઈતિહાસમાં પ્રથમવાર જાપાન સરકારનું ડેલિગેશન તથા જાપાની વડાપ્રધાનના પત્ની મુલાકાતે આવી રહ્યા છે.અગાઉ જાપાનની યુનિ અને ગુજરાત યુનિ. વચ્ચે વર્ષો પહેલા સ્ટુડન્ટ એક્સચેન્જને લઈને કરારો થયા છે.ત્યારે આવતીકાલે જાપાની વડાપ્રધાનના પત્ની અને જાપાનના ફર્સ્ટ લેડી અકી એબે સાથેની મુલાકાતને લઈને ગુજરાત યુનિ.હવે કેટલાક નવી બાબતોને લઈને મહત્વના કરાર કરે તેવી શક્યતા છે.

કુલપતિનું જણાવ્યા અનુસાર હેરિટેજ પ્રીવેન્ટિવે એન્ડ ટેકનોલોજી સેન્ટર ગુજરાત યુનિ.માં બનાવવાને લઈને જાપાન સરકારના યોગદાન બાબતે દરખાસ્ત મુકવામા આવશે અને જે મંજૂર થાય તો મહત્વનો કરાર થઈ શકે છે આ ઉપરાંત અકી એબે અને જાપાનના રાજદૂત સાથે કુલપતિ કેબિનમાં ૧૫ મિનિટ સુધી ચર્ચા થશે.ત્યારબાદ અકી એબે ચાર વિભાગના ૧૫ જેટલા વિદ્યાર્થીઓને રૃબરૃ મળશે અને વાર્તાલાપ કરશે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અગાઉથી મોકલાયેલા અને પસંદગી પામેલા પ્રશ્નો પણ પુછાશે.મહત્વનું છે કે ગુજરાત યુનિ.માટે ખૂબ જ ગર્વની બાબત છે કે જાપાન તથા ભારતના રાજદૂત સાથે જાપાનના વડાપ્રધાનના પત્ની એક કલાક જેટલા સમય માટે ગુજરાત યુનિ.માં આવી રહ્યા છે.
 

Post Comments