Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શહેરમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે : અમદાવાદ દિલ્હી સાથે સ્પર્ધા કરશે?

- વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સની વેબસાઈટ અને સફર પોર્ટલ મુજબ

- પીરાણા, બોપલ, મણિનગર.. વગેરે વિસ્તારોની હવા શ્વાસમાં લેવા જેવી નથી!

અમદાવાદ, શુક્રવાર તા. 10 નવેમ્બર 2017
દિલ્હીના પ્રદૂષણે દેશ માથે લીધો છે. લોકો ઘરની બહાર નીકળી નથી શકતા. દિલ્હી જેવી સ્થિતિ દેશના ઘણા શહેરોમાં થઈ રહી છે. ભલે દિલ્હી જેટલી ગંદી હવા ન હોય તો પણ શ્વાસમાં લેવા જેવી તો હવા ભારતના મહાનગરોમાં મળવી મુશ્કેલ થઈ રહી છે. અમદાવાદનો સમાવેશ પણ બહુ પહેલેથી પ્રદૂષિત હવા ધરાવતા શહેરમા થઈ ચૂક્યો છે. આડેધડ વધતા કારખાના, જ્યાં ત્યાં ચાલી રહેલું ખોદકામ, વાહનોનો ધૂમાડો અને વૃક્ષોનું સતત કટિંગ થવાને કારણે અમદાવાદના ઘણા વિસ્તારોમાં હવા પ્રદૂષિત થઈ ચૂકી છે.

આખી દુનિયાના નોંધપાત્ર શહેરોની હવાની નોંધ રાખતી વેબસાઈટ વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સ અને ભારત સરકારે શરૃ કરેલા હવામાન પોર્ટલ સફર બન્નેની સાઈટ પર અમદાવાદના હવા પ્રદૂષણને ગંભીર ગણાવાયુ છે. હવાનું પ્રદૂષણ હવામાં જોવા મળતા રજકણ, ધૂળ, ધૂમાડા, અશુદ્ધિના પ્રમાણના આધારે માપવામાં આવે છે. આ માટે 'પીએમ-૨.૫' માપવાની પદ્ધતિ જાણીતી છે. એટલે કે હવામાં ૨.૫ માઈક્રોમિટરના કેટલા કણો દર દસ લાખ કણ સાથે ભળેલા છે, તેનું માપ. આ કણો જેમ વધારે હોય એ હવા પ્રદૂષિત વધારે છે. એ રીતે 'પીએમ-૧.૦' દ્વારા પણ હવાનું પ્રદૂષણ મપાય છે.

અત્યંત નાના કદના આ કણો શ્વાસમાં જાય એ પછી દમ, ખાંસી, ફેંફસાની અન્ય બિમારી વગરેનો ભોગ બનવું પડે છે. અમદાવાદીઓને એ બધી માંદગીનો અનુભન જરા પણ નવો નથી. છેલ્લા વર્ષોથી વિકાસ માટે અમદાવાદમાં આડેધડ વૃક્ષો કપાઈ રહ્યા છે. પરિણામે પ્રદૂષિત હવા શુદ્ધ થવી જોઈએ એ થતી નથી. એટલે પછી પ્રદૂષણની માત્રા સતત વધતી જાય છે. જો આવી જ સ્થિતિ રહેશે તો અમદાવાદની સ્પર્ધા દિલ્હીની હવા સાથે થતાં વાર નહીં લાગે.

સફર(સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટ એન્ડ રિસર્ચ)ની વેબસાઈટ પ્રમાણે અમદાવાદમાં પિરાણા અને બોપલ બે વિસ્તારો સૌથી વધુ પ્રદૂષિત છે. જ્યારે બીજા વિસ્તારોની હવા પ્રમાણમાં સહ્ય છે. પરંતુ શુદ્ધ તો નથી જ. જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્સની સાઈટમાં આપેલી માહિતી પ્રમાણે તો અમદાવાદના ઘણા વિસ્તારો ઝેરી હવા તળે દબાયેલા છે. એ સાઈટમાં મણિનગરની હવાને અનહેલ્થી (બિનઆરોગ્યપ્રદ) ગણાવાઈ છે. જોકે એ વિસ્તાર આખા અમદાવાદના પ્રતિનિધિ તરીકે લેવાયો છે. એટલે એકલા મણિનગરની હવા ખરાબ છે, એવુ નથી. આખા શહેરની સ્થિતિ લગભગ સરખી જ છે.

Post Comments