Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ વાલીઓના નેતાઓ સાથે બેઠક કરી

- આજે ગાંધીનગરમાં કમિશનર ઑફ સ્કૂલ સાથે ફીના મુદ્દે વાલીઓ ચર્ચા કરશે

- સરકારના ઇરાદા અંગે વાલીઓને આશંકા હોવાથી લેખિતમાં બાંયધરી આપવા જણાવ્યું

વિધાનસભાને ઘેરાવ કરવાનો કાર્યક્રમ થોડા દિવસ મુલતવી રાખ્યો
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ, તા. 8 માર્ચ, 2018, ગુરૂવાર

ખાનગી શાળાઓની ફીને મુદ્દે આખરી નિર્ણય પર આવતા પૂર્વે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ વાલીઓને બોલાવીને ફીને મુદ્દે વાલીઓને અન્યાય ન થાય તે જોવાની આજે મૌખિક બાંયધરી આપી હતી. જોકે વાલીઓને સરકારના અત્યાર સુધીના વલણને જોતા તેમની આ વાતમાં વિશ્વાસ ન બેઠો હોવાથી તેમણે આ તમામ ખાતરીઓ લેખિતમાં આપવાની માગણી કરી હતી.

પરિણામે અમદાવાદ જિલ્લાના શિક્ષણ અધિકારીઓ નવનીત મહેતા અને ગ્રામ્ય વિભાગના શિક્ષણ અધિકારી રાજ્યગુરૃએ આજે વાલીઓના પ્રતિનિધિઓને આવતીકાલે કમિશનર ઑફ સ્કૂલ જે.ડી. દેસાઈની ગાંધીનગરમાં જીવરાજ મહેતા ભવનમાં આવેલી કચેરીમાં બેઠક યોજવાની અને તેમના માધ્યમથી તેમને તમામ ખાતરીઓ અપાવવાની બાંયધરી આપી હતી. કટ ઑફ ફી કેટલી લેશે તે અંગે સ્પષ્ટ જવાબ આપવાનો અને વારંવાર વાતમાંથી ફરી ન જવાની બાંયધરી પેરેન્ટ્સ એકતા મંચે માગી હતી. આ અગાઉ ગુજરાત સરકારના પ્રધાનમંડળના કેટલાક પ્રધાનોએ ખાનગી શાળાના સંચાાલકો સાથે પણ કમલમ ખાતે થોડા દિવસ અગાઉ એક બેઠક કરીને ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ પેરેન્ટ્સ એકતા મંચ તરફથી આજે જિલ્લા શિક્ષણ અધિકારીઓ સમક્ષ કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર અને ખાનગી શાળાના સંચાલકોએ નેક ઇરાદા સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો નથી. ચાઈલ્ડ પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં અગાઉ પણ ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો યોગ્ય અમલ કર્યો નથી.

આ કાયદાનો અમલ થયો હોત તો વાલીઓ અને તેમના સંતાનોએ હેરાન જ થવું પડયું ન હોત. સરકાર આ બાબતમાં પોતાની નીતિઓને જડપણે લોકોને માથે થોપવાની લાયમાં ગરીબો અને અમીરો વચ્ચેનો ભેદ વધારી રહી છે. ગરીબ હોવાના પ્રમાણપત્રો મેળવી લઈને અમીરના સંતાનોએ ખાનગી શાળાઓમાં પ્રવેશ લીધા છે. તેથી ગરીબ વિદ્યાર્થીઓના અધિકારો છીનવાઈ ગયા છે. ગરીબ હોવાના ખોટા પ્રમાણપત્ર આપનાર મામલતદાર અને ખોટા પ્રમાણપત્ર લેનાર માતાપિતા સામે પગલાં લેવા પોલીસ કમિશનરને સરકારે જાણ કરી દીધી છે.

ગ્રાન્ટ લઈને ચલાવવામાં આવતી શાળાઓ બંધ કરી દેવાના સરકારના વલણ સામે વાલીઓના પ્રતિનિધિઓએ સખત વિરોધ નોંધાવ્યો હતો. તેને સ્થાને સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ ખોલવાની વધુ પરવાનગી આપવાના નિર્ણયનો પણ વાલીઓએ વિરોધ કર્યો હતો. સરકારે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલનો વહીવટ પોતાના હાથમાં લઈ લઈને ચલાવવાની માગણી કરી હતી.

Post Comments