Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોર્ડ પરીક્ષામાં ટેબલેટ-CCTV બંધ કરી સામૂહિક ચોરીનો પ્રયાસ: ૧૯ કોપી કેસ

-ઘણા જીલ્લાના ગ્રામ્યના કેન્દ્રોમાં સીસીટીવી છતાં ઘણી ચોરી

-ગોંડલના દેરડી-કુંભાજી સેન્ટરમાં ટેબલેટ બંધ કરી દેવાતા બોર્ડ અધિકારીઓ દોડયા

અમદાવાદ,તા.20 માર્ચ 2017, સોમવાર

શિક્ષણ બોર્ડ દ્વારા હાલ રાજ્યમાં ચાલી  રહેલી ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષઆમાં આજે પાંચમાં દિવસે ધો.૧૦ અને ૧૨ના ત્રણ મહત્વના પેપરો હતા.જેમાં ધો.૧૨ કોમર્સની પરીક્ષામાં રાજકોટ જીલ્લાના એક કેન્દ્રમાં ટેબ્લેટ બંધ કરીને સામૂહિક ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ સામે આવી હતી.આ ફરિયાદ મળતા જ બોર્ડના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને બોર્ડની ટીમ રાજકોટના ગોંડલ તાલુકાના આ કેન્દ્રમાં મોકલીને તપાસ શરૃ કરાઈ હતી.આજની ત્રણ પરીક્ષામાં કુલ ૧૯ કોપી કેસ નોંધાયા છે.

બોર્ડ પરીક્ષામાં આજે  સવારના પ્રથમ સેશનમાં ૧૦ઃ૩૦ ઃ૧૩૦ દરમિયાન ધો.૧૦ની ગણિત વિષયની પરીક્ષા હતી.જેમાં ૧૫ કોપી કેસ નોંધાયા હતા.આ ૧૫ કોપી કેસમાં અમરેલી,આણંદ,ભરૃચ,રાજકોટ અને જુનાગઢમાં ૧-૧ કોપી કેસ તેમજ પાટણમાં ૩ તથા બનાસકાંઠામાં ૭ કોપી કેસ નોંધાયા હતા.મહત્વનું છે કે આજે ગણિતનુ પેપર હોઈ ધો.૧૦માં આજે અત્યાર સુધીના સૌથી વધુ કોપી કેસ નોંધાયા હતા.ગણિતના પેપરમાં ઘણા જીલ્લાના ગ્રામ્યના કેન્દ્રોમાં સીસીટીવી છતાં પણ ચોરી થઈ રહી છે.જ્યારે બનાસકાંઠાના ઘણા કેન્દ્રોમાં સ્કૂલ દ્વારા જ ચોરી કરાવડાવીને વિદ્યાર્થીઓને થોડા માર્કસનું લખાવી પાસ કરાવવાની પણ ફરિયાદો સામે આવી છે.

ધો.૧૦ની પરીક્ષા બાદ બપોરના સેશનમાં ૩થી ૬ઃ૧૫ દરમિયાન ૧૨ કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર હતુ.જેમાં ૩ કોપી કેસ નોંધાયા હતા.૧ કેસ સુરેન્દ્રનગરમાં અને બે કેસ રાજકોટમાં નોંધાયા હતા. મળતી માહિતી મુજબ અર્થશાસ્ત્રની પરીક્ષામાં રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના કુંભાજી દેરડી સેન્ટરમાં સ્કૂલ દ્વારા લાઈટો જતી રહી છે તેવુ બહાનું કાઢી ટેબ્લેટ-સીસીટીવી બંધ કરાવી દેવાયા હતા અને ત્યારબાદ સામૂહિક ચોરીનો પ્રયાસ કરાયો હતો.આ અંગેની જાણ બોર્ડના ચેરમેનને તથા બોર્ડે અધિકારીઓની ટીમ રાજકોટ દોડાવી હતી અને તપાસ કરવા આદેશ કર્યો હતો.તપાસ બાદ સ્કૂલ તથા સુપરવાઈઝર અને સ્થળ સંચાલક સામે પણ પગલા લેવાય તેવી શક્યતા છે.આ સેન્ટરમાં ચારથી પાંચ બ્લોક હતા અને ૨૦૦થી ૩૦૦ વિદ્યાર્થી પરીક્ષા આપતા હતા.સુરેન્દ્રનગર, રાજકોટ,પંચહામલ,ખેડા, બનાસકાંઠા ,જુનાગઢ સહિતના ઘણા જીલ્લાઓના ઘણા ગામોના નાના-નાના સેન્ટરોમાં સીસીટીવી છતાં પણ ઘણી ચોરી થતુ હોવાનંું જાણવા મળ્યુ છે. બપોરના જ સેશનમાં ધો.૧૨ સાયન્સમાં આજે ગણિતની પરીક્ષા હતી.જેમાં સમગ્ર રાજ્યમાં માત્ર અમદાવાદ શહેરમાં એક કોપી કેસ નોંધાયો હતો.


અમદાવાદમાંથી ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયો

ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં આજે ધો.૧૨ સાયન્સમાં ગણિત વિષયની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં એક કોપી કેસ નોંધાયા છે.જેમાં મોબાઈલ સાથે વિદ્યાર્થી ચાલુ પરીક્ષાએ ઝડપાતા તેની સામે કોપી કેસ તેમજ પોલીસ ફરિયાદ નોંધવામા આવી છે.


ગત ૧૫મીથી શરૃ થયેલી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરમાં અત્યાર સુધીના ચારેય દિવસની ધો.૧૦ અને ૧૨ની વિવિધ વિષયોની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી.ત્યારે આજે ૧૨ સાયન્સમાં બપોરે ૩થી૬ઃ૩૦ દરમિયાન ગણિત વિષયના પેપરમાં મણિનગરની કુમકુમ વિદ્યાલયમાં એક કોપી કેસ નોંધાયો છે.જેમાં ડીઈઓને મળેલી ફરિયાદ પ્રમાણે દૂન સ્કૂલનો વિદ્યાર્થી અંસારી મોહમંદ રિશિાન શાહિદઅલી કે જેનો નંબર કુમકુમ સ્કૂલમાં આવ્યો હોઈ અને તે આજની પરીક્ષામાં મોબાઈલ સાથે આવ્યો હતો.તે મોબાઈલ લઈને પરીક્ષા ખંડમાં પણ જતો રહ્યો હતો.પરંતુ સુપરવાઈઝરે તેને મોબાઈલમાં જોતા પકડી પાડયો હતો.નિય મ પ્રમાણે તેની સામે કોપી કેસ કરવામા આવ્યો છે.ઉપરાંત ડીઈઓ એ સ્થળ સંચાલકને આ વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ કરાવનો આદેશ કરતા પોલીસ ફરિયાદ પણ કરવામા આવી હતી.

Post Comments