Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અદાણીએ ઔદ્યોગિક પીએનજીમાં રૃ.૩.૬૦, સીએનજીમાં ૧.૮૫ વધારી લીધા

-ચૂંટણી પૂરી થતાં લાંબા સમયથી રોકી રાખેલો ભાવ વધારો બેરોકટોક અમલી

-ઓટોરિક્ષા ચાલકો, ખાનગી વાહન ચાલકો અને અન્ય ઉદ્યોગોની તકલીફમાં વધારો

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર


અદાણી એનર્જી દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસ - પીએનજીના અને વાહનો ચલાવવા માટે વપરાતા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના ભાવમાં વધારો કર્યો છે. સીએનજીના કિલોદીઠ ભાવમાં રૃા. ૧.૮૫નો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ પીએનજીના સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરના ભાવમાં યુનિટે રૃા. ૩.૬૦નો વધારો કરવામા આવ્યો છે. આ વધારો પહેલી જાન્યુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. સીએનજીનો ભાવ વધારો ત્રીજી તારીખની મધરાતથી અમલમાં આવી ગયો છે.

પાઈપ્ડ નેચરલ ગેસના વપરાશકારોનું કહેવું છે કે છેલ્લા દોઢ મહિનામાં અદાણી એનર્જીએ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ અંદાજે રૃા. ૬થી વધુ રકમનો વધારો કરી દીધો છે. વાહનોમાં વપરાતા સીએનજીના કિલોદીઠ ભાવ રૃા. ૪૫.૯૫થી વધારીને રૃા. ૪૭.૮૦ કરી દેવામાં આવ્યા છે. આમ તેના કિલોદીઠ ભાવમાં રૃા. ૧.૮૫નો વધારો કરવામાં આવ્યો છે. આજે મધરાતથી જ સીએનજીના ભાવમાં વધારો લાગુ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં ૧.૫ લાખ રિક્ષાઓ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરોની મળીને કુલ ૬ લાખ રિક્ષાઓ પર ભાવ વધારાનો આ બોજ આવશે. અમદાવાદમાં રોજનું અંદાજે ત્રણ લાખ કિલો સીએનજીનું વેચાણ થતું હોવાનો અંદાજ છે. તેની સામે અન્ય શહેરોની રિક્ષાઓમાં પણ ૧૦થી ૧૨ લાખ લાખ કિલો સીએનજીનું વેચાણ થતું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

આમ રિક્ષાઓની અંદાજે ૧૨ લાખ કિલોની ખરીદી ઉપરાંત અન્ય આઠ લાખ વાહનો ગુજરાતમાં સીએનજી પર દોડતા હોવાનો અંદાજ છે. તેમની સીએનજીની ખરીદીને ઉમેરવામાં આવે તો રોજના અંદાજે ૨૦થી ૨૨ લાખ કિલો સીએનજીનું ગુજરાતમાં વેચાણ થતું હોવાનો અંદાજ છે.

આમ ગુજરાતમાં ખાનગી વાહનો અને રિક્ષાઓ મળીને રોજના ૧૦થી ૧૨ લાખ કિલો ગેસનો વપરાશ કરતાં હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.

નરોડા, વટવા, ઓઢવ અને સૈજપુરના ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો પર આ ભાવ વધારાનો બોજ આવશે. તેની સીધી અસર તેમની સ્પર્ધાત્મકતા પર પડશે. ઉદ્યોગોના માર્જિન પર પણ તેની થોડી ગણી અસર જોવા મળશે.

Post Comments