Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દંગલ ગર્લ ઝાયરા વસીમની ફ્લાઈટમાં થઈ છેડતી- રોતા રોતા બનાવ્યો વીડિયો

- ઈન્સ્ટાગ્રામ ઉપર બનાવેલો વીડિયો વાઈરલ

નવી દિલ્હી, તા. 10 ડિસેમ્બર 2017, રવિવાર

આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલથી બોલિવુડમાં એન્ટ્રી મારનારી ઝાયરાની ફ્લાઈટમાં છેડતી થઈ હોવનો મામલો સામે આવ્યો છે. દંગલ ગર્લના નામે જાણીતી અભિનેત્રી ઝાયરાએ સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો અપલોડ કરીને પીડા વ્યક્ત કરી હતી. ઝાયરા દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી.

રવિવારે સવારે સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા વીડિયોમાં ઝાયરા કહે છે, “આ યોગ્ય નથી, જો આપણે પોતાની મદદ નહીં કરીએ તો કોઈ નહીં કરે.” ઝાયરાએ આરોપ લગાવ્યો કે તેની પાછળની રોમાં બેઠેલા આધેડે તેની છેડતીની કોશિશ કરી.

ઝાયરાએ આરોપ લગાવ્યો કે ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સને પણ ફરિયાદ કરી, પણ કોઈએ મદદ ન કરી. અપલોડ કરેલા વીડિયોમાં આ ઘટનાની માહિતી આપીને ઝાયરા વારંવાર રડી રહી છે. આ અંગે માહિતી મળતા જ વિમાન કંપનીએ તેની તપાસ કરીને પગા ભરશે.

જણાવી દઈએ કે, ઝાયરાની દંગલ ફિલ્મમાં મહિલા પહેલવાન ગીતા ફોગટનું પાત્ર ભજવ્યું હતું, જેના માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. આ પછી ઝાયરા સીક્રેટ સુપરસ્ટારમાં મુખ્ય ભૂમિકામાં દેખાઈ હતી.

Post Comments