Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રસે પક્ષવિરોધી પ્રવૃતિ કરનારા ૧૭૦ નેતા,પદાધિકારીઓને નોટિસો

-પંજાબ બાદ ગુજરાતમાં પક્ષની સાફસૂફીનો દોર શરૃ

-પ્રદેશ ઉપપ્રમુખ,મ્યુનિ.કોર્પોરેટરો જિલ્લા-શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના પદાધિકારીઓનો ખુલાસો પૂછાયો

અમદાવાદ, તા.8 ફેબ્રુઆરી 2018,ગુરૃવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પનો ટૂંકો પડતાં કોંગ્રેસ સત્તા પર આવતાં અટકી પડી હતી. ગુજરાત કોંગ્રેસના જ પદાધિકારીઓએ વિલનની ભૂમિકા ભજવતાં રાહુલ ગાંધીની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યુ હતું.

હવે રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પક્ષના બેવફા નેતાઓને પક્ષમાં પાણીચુ આપવાના મૂડમાં છે જેના ભાગરૃપે ગુજરાત કોંગ્રેસના ૧૭૦ નેતાઓ,પદાધિકારીઓને પક્ષવિરોધી પ્રવૃતિ કરવાના આક્ષેપ બદલ નોટિસો ફટકારવામાં આવી છે.

સૂત્રોના મતે,વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં એન્ટીઇન્કમ્બન્સીને પગલે કોંગ્રેસને સત્તા પર આવવાની પૂરેપૂરી તક હતી પણ ખુદ કોંગ્રેસના નેતાઓએ અંદરખાને ભાજપ સાથે હાથ મિલાવી કોંગ્રેસને સત્તા પર આવતાં અટકાવી હતી.

રાહુલ ગાંધી હવે ગુજરાતના નેતાઓને જરાય રાજકીય પ્રોત્સાહન આપવાના મૂડમાં નથી કેમ કે,તેમણે પ્રચાર દરમિયાન,ગુજરાત કોંગ્રેસની વાસ્તવિકતાને નજીકથી જોઇ લીધી છે. આ જોતાં હવે કોગ્રેસ હાઇકમાન્ડે પંજાબ બાદ ગુજરાતમાં પક્ષની સાફસૂફી કરવા મન બનાવ્યુ છે.પંજાબમાં ય ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનારાં ૫૨ નેતાઓને ઘરનો રસ્તો દેખાડી દેવાયો છે. હવે ગુજરાતનો વારો છે.

વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાંમાં પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ,જીલ્લા-શહેર પ્રમુખ,મ્યુનિ.કોર્પોરેટર,અમદાવાદ જીલ્લા કોંગ્રેસના ટોચના હોદ્દેદારો સહિતના ઘણા નેતાઓના નામ છે.

૧૭૦ કોંગ્રેસી નેતા,હોદ્દેદારોને નોટિસો ફટકારવામાં આવી છે અને ૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે. સૂત્રો કહે છેકે,ખુદ પ્રદેશ પ્રભારી ગેહલોત જ ખુલાસા આધારે નિર્ણય કરશે. ગુજરાતમાં કદાચ પ્રથમવાર શિક્ષાત્મક કાર્યવાહી થવા જઇ રહી છે.હાઇકમાન્ડ હવે ગુજરાત કોંગ્રેસના નેતાોને બરોબરનો રાજકીય પાઠ ભણાવવાની તૈયારીમાંછે.

Post Comments