Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સરદાનગરમાં અસામાજિક તત્વો ૧૧ બાઇક સળગાવી નાસી છૂટયા

- વિકૃત આનંદ મેળવવા

અમદાવાદ, તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર

અમદાવાદમાં પોલીસ પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. સરદારનગરમાં આસામાજિક તત્વોએ વિકૃત આનંદ મેળવવા શુક્રવારે મોડી રાતે ૧૧ બાઈક સળગાવીને આતંક મચાવ્યો હતો.

જૂના પોલીસ સ્ટેશન આસપાસની સોસાયટીઓમાં શુક્રવારે મોડી રાતે વાહનો સળગાવી આતંક મચાવ્યો
સરદારનગરમાં જૂના પોલીસ સ્ટેશન પાસે આંબાવાડી સોસાયટી તેમજ આસપાસમાં આવેલી અન્ય સોસાયટી બહાર પાર્ક કરેલા કુલ ૧૧ બાઇક સળગાવ્યા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે આવીને આગ બૂઝાવી દીધી હતી. જો કે વાહનો બળીને રાખ થઇ ગયા હતા. સરદાનગર પોલીસે અજાણી વ્યક્તિઓ સામે ગુનો નોધીને ૨ યુવકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.

આસામાજિક તત્વોએ શુક્રવારે મોડી રાતે જૂના પોલીસ સ્ટેશન પાસે વાહનો સળગાવતાં સમગ્ર વિસ્તારમાં પોલીસની કામગીરી સામે રોષ વ્યાપી જવા પામ્યો છે.

Post Comments