Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના 11 ધારાસભ્યોને નિવાસસ્થાન ખાલી કરવા નોટિસો ફટકારાઇ

- કોંગ્રેસના બાગી ધારાસભ્યો ઘર ખાલી કરતાં નથી

- ધારાસભ્યો પાસે માસિક ઘરભાડુ રૂ.11520 વસૂલાશે, ગેસ-ટેલિફોનનું બાકી બિલ ભરી દેવા તાકીદ કરાઇ

અમદાવાદ, તા.9 નવેમ્બર 2017,ગુરૃવાર

રાજયસભાની ચૂંટણી વખતે અહેમદ પટેલને હરાવવા ૧૪ કોંગ્રેસી ધારાસભ્યોએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો. આ પૈકીના ૧૧ ધારાસભ્યોએ રાજીનામુ ધરી દીધા બાદ પણ ધારાસભ્ય નિવાસ ખાલી કર્યુ ન હતું પરિણામે આ ધારાસભ્યોને નોટિસ ફટકારાઇ તાકીદે ઘર ખાલી કરવા તાકીદ કરાઇ છે.શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ સરકારી મકાન ખાલી કર્યુ નથી.

સૂત્રોના મતે, વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ ધર્યા બાદ ધારાસભ્યએ ગાંધીનગર સ્થિત એમએલએ ક્વાર્ટરમાં મળેલા નિવાસસ્થાન ઉપરાંત ફર્નિચર સહિતની સુવિધાઓ પરત કરવાની હોય છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલાં ધારાસભ્યોને ભાજપ સરકારની સત્તાનો ગુમાન હોય તેમ નિવાસસ્થાન ખાલી જ કરતાં ન હતાં.

આખરે સદસ્ય નિવાસના મેનેજરે નોટિસ આપીને ઘર ખાલી કરવા આદેશ કર્યો હતો. માત્ર ડૉ.તેજશ્રીબેન પટેલ અને બલવંતસિહ રાજપૂતે જ સમયસર ઘર ખાલી કરી દીધા હતાં. જયારે અન્ય ૧૧ ધારાસભ્યોએ ઘર ખાલી કર્યા ન હતાં. સરકારી સુવિધા લેવાનુ ચાલુ રાખ્યુ હતું. નવાઇની વાત એછેકે, શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ સરકારી સવલતો ભોગવી રહ્યાં છે.

માર્ગ મકાન વિભાગે નોટિસ ફટકારી સમયસર સદસ્ય નિવાસ ખાલી ન કરતાં માસિક રૃા.૧૧૫૨૦ લેખે ઘરભાડુુુ ચૂકવવા પણ આદેશ કર્યો છે. આ ઉપરાંત ગેસ અને ટેલિફોનનું ય બાકીબિલ ચૂકવી દેવા ધારાસભ્યોને જણાવી દેવાયું છે. જો કોંગ્રેસના બાગી ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપે તો કોઇ સરકારી બાકી લેણુ નથી તેવુ સોગંદનામુ કરવુ પડે તે માટે ધારાસભ્યોએ હવે મકાન ખાલી કરવા દોડધામ મચાવી છે.

કોણે કોણે સદસ્ય નિવાસ ખાલી કર્યા નથી

રાઘવજી પટેલ

મહેન્દ્રસિંહ વાઘેલા

ધર્મેન્દ્રસિંહ જાડેજા

ભોળાભાઇ ગોહિલ

કરમશી પટેલ

અમિત ચૌધરી

માનસિંહ ચૌહાણ

રામસિંહ પરમાર

સી.કે.રાઉલજી

પી.આઇ.પટેલ

છનાભાઇ ચૌધરી

Post Comments