Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી

-ઉત્તર-પૂર્વીય હિમભર્યા પવનોનો સપાટો

-નલિયામાં ૪ ડિગ્રી,ડીસામાં ૭, વલસાડમાં ૮, રાજકોટમાં ૧૦ અને અમદાવાદમાં ૧૨ ડિગ્રી ઠંડી

અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર

ઉત્તર-પૂર્વીય હિમભર્યા પવનોએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સપાટો બોલાવ્યો છે અને શિયાળાની કડકડતી ઠંડીનો લોકોને અનુભવ કરાવ્યો છે. મોસમમાં સૌથી ઓછુ તાપમાન કચ્છના નલિયા ખાતે ૪ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ઠડીના સપાટામાં સપડાયા છે.

જાન્યુઆરી માસના પ્રારંભથી જ ગુજરાતમાં શિયાળાની મોસમે જમાવટ કરી છે અને રાજ્યભરમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર-પૂર્વના હિમભર્યા પવનો સપાટો બોલાવતા લોકોને ઠંડીથી બચવા ગરમ ધાબળા, જાકીટ, સ્વેટર, કોટ કે કોટી, ટોપી કે મફલર પહેરવાની ફરજ પડી છે. ઠંડીથી રક્ષણ મેળવવા ગરીબ અને શ્રમજીવીઓ તાપણાં તાપતા નજરે પડે છે.

કલાકના આઠ થી દસ કિ.મિ. તો ક્યારેક પંદર કિ.મિ. સુધીની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાય છે. હવામાનખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણેક દિવસ સુધી ઠંડીના પ્રમાણમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થાય તેવી કોઇ સંભાવના નથી. અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૨૬.૪ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ૧ ડિગ્રી નીચું હતું.

ગઇરાતે લઘુત્તમ તાપમાન ૧૨.૨ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૨૮ ટકા અને સાજે સાડા પાચ વાગે ૩૭ ટકા નોંધાયું હતું. આજે રાતે ઠંડીનું પ્રમાણ ૧૨ ડિગ્રી જેટલું રહેવાનો સંભવ છે.

રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનું પ્રમાણ નીચે મુજબ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું.

શહેર   ઠંડી

નલિયા ૪.૦

વલસાડ        ૮.૫

કંડલા  ૯.૦

અમરેલી       ૯.૦

ભુજ    ૯.૫

મહુવા  ૯.૬

ડીસા   ૯.૭

પોરબંદર       ૧૦.૫

રાજકોટ        ૧૦.૭

ગાંધીનગર     ૧૧.૫

અમદાવાદ     ૧૨.૨

સુરેન્દ્રનગર    ૧૨.૨

ભાવનગર     ૧૩.૦

વડોદરા        ૧૪.૨

સુરત   ૧૪.૨

Post Comments