Last Update : 01-January-2013, Tuesday

 
શિકાગોમાં યુનાઈટેડ સીનીયર પરિવારના સભ્યો દ્વારા ક્રિસમસ પાર્ટીનું શાનદાર આયોજન
 

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો), તાય૨૪
શિકાગો નજીક ડેસ પ્લેઈન્સ ટાઉનમાં સીનીયરોના હિતાર્થે યુનાઈટેડ સીનીયર પરિવાર નામની સંસ્થા ચાલે છે. અને તેના સંચાલકોએ નાઈલ્સ ટાઉનમાં આવેલ કેથી હોલમાં સપ્ટેમ્બર માસની ૧૬મી તારીખને રવિવારે એક ભવ્ય ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સીનીયર પરિવારના મોટા ભાગના સભ્યોએ હાજરી આપી હતી. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમના સ્પોન્સરો તરીકે ડૉ. હેમાલી શાહ તથા ચીંતલબેન મહેતાએ ખાસ હાજરી આપી હતી.
સીનીયરોને હેલ્થકેર તથા બહેનોને મેમોગ્રામ અંગે અપાયેલું માર્ગદર્શન ઃ બમ્પર ઈનામોનો લકી ડ્રો કરવામાં આવ્યો
ક્રિસમસ પાર્ટીની શરૃઆતમાં ડૉ. હેમાલી શાહ તથા ચીંતલબેન મહેતાના વરદ્ હસ્તે દિપ પ્રગટાવવાની વિધી કરવામાં આવી હતી અને આ પ્રસંગે આચાર્ય રોહિતભાઈ જોશી તથા શિકાગોના જાણીતા ધાર્મિક વિધીકાર અનંતભાઈ રાવલે વૈદિક મંત્રોચ્ચાર ઉચ્ચારી તમામ પ્રકારની ધાર્મિક વિધીઓ કરાવી હતી. ત્યારબાદ સંસ્થાના મંત્રીએ સૌ મહેમાનોને તથા સભ્યોને આવકાર આપી પ્રાસંગીક પ્રવચન કર્યું હતું અને આખા વર્ષ દરમ્યાન તમામ સભ્યોએ જે જરૃરી સાથ અને સહકાર સંસ્થાને આપ્યો તે બદલ સૌને તેમણે અભિનંદ આપી આગામી વર્ષોમાં પણ આવા જ પ્રકારનો સાથ અને સહકાર આ સંસ્થાને પ્રાપ્ત થશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તથા સ્પોન્સર તરીકે પધારેલા ડૉ. હેમાલીબેન શાહે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર ધ્વારા સીનીયરોને જે લાભો મળે છે તેની વિસ્તૃત માહિતી આપી તેનો લાભ લેવા વિનંતી કરી હતી. તેઓ પોતે સોલકેર સર્વીસીસ નામની સંસ્થા ચલાવે છે અને તે સંસ્થા સીનીયરોને કઈ કઈ જાતની સેવા પુરા પાડે છે તેની જરૃરી માહિતીઓ સર્વેને આપી હતી. જે સીનીયરો પોતાની ઉંમરે ક્લીનીકમાં જઈ શકતા નથી તેવા સીનીયરોને ઘર બેઠાં તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવે છે અને તેનો લાભ લેવા તેમણે આગ્રહભરી વિનંતી કરી હતી. ત્યારબાદ ચીંતલબેન મહેતા કે જેઓ પોતે કેર ફોરસોલ નામની સંસ્થા ચલાવે છે તે સંસ્થા સીનીયરોને ક્યા પ્રકારની સેવાઓ પુરી પાડે છે તેની વિસ્તૃત માહિતી તેમણે સૌ સીનીયર સભ્યોને આપી હતી અને ભવિષ્યમાં પણ સીનીયરોને ઘર બેઠાં જે સેવાઓ લેવાની ઈચ્છા હોય તેઓને સંપૂર્ણ પણે તેવી સેવાઓ પુરી પાડવામાં આવશે એવી કરેલી જાહેરાતને યુનાઈટેડ સીનીયર પરિવારના તમામ સભ્યોએ આવકારી હતી.
યુનાઈટેડ સીનીયર પરિવારના પ્રમુખશ્રી રમણભાઈ પટેલે પોતાના પ્રવચનમાં સંસ્થાને સભ્યો તરફથી જે સહકાર આખા વર્ષ દરમ્યાન મળેલ છે તે બદલ સૌનો આભાર માન્યો હતો. ડીસેમ્બર ૨૦૧૨ના માસ દરમ્યાન તમામ સભ્યોની મુદત પૂર્ણ થતી હોવાથી આગામી વર્ષ માટે જરૃરી ફોર્મ ભરી સભ્ય ફી આપવા હાકલ કરી હતી અને મોટા ભાગના સભ્યો તુરતમાં જ નવા વર્ષના સભ્યો તરીકે સભ્ય ફી આપીને નવા મેમ્બરો થઈ ગયા છે.
તેમણે પોતાના પ્રવચનમાં આખા વર્ષ દરમ્યાન જે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી તેની આછેરી રૃપરેખા આપી હતી. અને તમામ કારોબારીના સભ્યોએ જે ખંતપૂર્વક કાર્ય કરેલ તેઓની તેમણે પોતાના પ્રવચનમાં સરાહના કરી હતી.
ડિસેમ્બર માસ દરમ્યાન જે સભ્યોની બર્થ-ડે આવતી હતી તે તમામની ઉજવણી આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં કરી હતી અને સર્વેને બર્થ-ડે કાર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૨૦ જેટલા બમ્પર ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ ેસભ્યોનો લકી ડ્રોમાં નંબર નીકળતો હોય તેઓને ઈનામો આપવામાં આવ્યા હતા.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved