Last Update : 01-January-2013, Tuesday

 
ઈલીનોઈ રાજ્યના અરોરા ટાઉનના રહીશ
ભારતીય નવ યુવાનને બીભત્સ વર્તન કરવા અંગે જ્યુરીએ ગુનેગાર ઠેરવ્યો
 

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો)
ઇલીનોઈ રાજ્યના શિકાગો નજીક અરોરા ટાઉનનો રહીશ ૪૫ વર્ષનો ભારતીય નાગરીક શ્રીનીવાસા ઇરામીલ્લી રાત્રિના સમયે વિમાનમાં એક મહિલા સાથે રાત્રીના સમયે બીભત્સ વર્તન કરવાના થયેલા કેસમાં નામદાર કોર્ટની જયુરીઓએ તેને ગુનેગાર ઠેરવ્યો છે અને નામદાર ન્યાયમૂર્તિ આવતા એપ્રીલ માસની ૨૬મી તારીખે સજા ફટકારશે.
આવતા એપ્રિલમાં ન્યાયાધીશ સજા ફટકારશે
આ સમગ્ર કિસ્સાની વિગતમાં જાણવા મળે છે તેમ ગયા વર્ષે એક દંપતિ પોતાના લગ્નની ૩૪મી વર્ષગાંઠ ઉજવી લોસ વેગાસથી શિકાગોના મીડ વે એરપોર્ટ પર વિમાનમાં આવી રહ્યું હતું ત્યારે એક મહિલા બારીની નજીક આવેલી બેઠકમાં ઉંઘ લઇ રહી હતી. જયારે તેનો પતિ છેલ્લી બેઠકમાં બેઠો હતો અને તે બંનેની વચલી બેઠકમાં શ્રીનીવાસા બેઠો હતો. રાત્રિના અંધકારમાં આ ભારતીય શખ્સે નજીકમાં ભર નિદ્રામાં પડેલી મહિલાની સાથે અંધકારમાં બીભત્સ ચેનચાળા કર્યા હતા અને આ અંગે તેણીએ આ શખ્શ સામે અદાલતમાં કેસ કર્યો હતો.
જયારે કેસની સુનાવણી ચાલુ હતી ત્યારે અરજદાર મહિલાએ જયુરી સમક્ષ પોતાની સાથે કેવા પ્રકારનું રાત્રિના સમયે વિમાનમાં બીભત્સ વર્તન કરવામાં આવ્યું હતું તેનું સંપૂર્ણ પણે પ્રયોગીક ધોરણે રૃબરૃ પ્રદર્શન કરી બતાવ્યું હતું. આથી જયુરીના સભ્યોએ ત્રણ કલાકની મસલતના અંતે આરોપી શ્રીનીવાસા ઇરામીલ્લાને ગુનેગાર ઠેરવ્યો હતો. આરોપી અત્રે સોફટવેર કન્સલટન્ટ તરીકે નોકરી કરે છે અને આ તેનો ત્રીજો ગુનો છે. આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ આ આરોપી સને ૧૯૯૯ની સાલમાં ડીટ્રોઇટથી શિકાગો વિમાનમાં પ્રવાસ કરી રહ્યો હતો તે વેળા તેણે એક મહિલા પ્રવાસીની છાતીના ભાગ સાથે બીભત્સ વર્તન કર્યું હતું. અને તે વખતે ચાલેલ કેસમાં ગુનેગાર જાહેર થયો હતો અને કુક કાઉન્ટી કોર્ટમાં તેને પ્રોબેશનની સજા પણ થયેલ હતી. ત્રણ વર્ષ બાદ જયારે તે કેલીફોર્નિયાના સેનહોસેથી ડીટ્રોઇટના એરપોર્ટ તરફ આવી રહ્યો હતો ત્યારે રાત્રીના અંધકારમાં એક મહિલા સાથે બીભત્સ વર્તન કરવા અંગે થયેલા કેસમાં ડીટ્રોઇટની કોર્ટે તેને ગુનેગાર ઠેરવી તેને ત્રણ વર્ષના પ્રોબેશનની સજા કરવામાં આવી હતી. આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ યુ.એસ. ડીસ્ટ્રીકટ કોર્ટના નામદાર ન્યાયાધીશ જોન લેફકો આરોપીને જયાં સુધી સજા ન થાય ત્યાં સુધી તે છુટથી ફરી શકે એવું જણાવ્યું હતું. કારણ કે આરોપી સોફટવેર એન્જીનીયર તરીકે વર્ક પરમીટ પર કામ કરે છે અને કદાચ આ સમગ્ર બીના ઇમીગ્રેશન ખાતાના ધ્યાન પર લાવવામાં આવશે તો તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી આગળ ધરશે. આ કેસ રજુ કરનાર વકીલે જણાવ્યું છે કે આરોપી શ્રીનાવાસા ઇરામીલ્લીને એપ્રીલ માસમાં જયારે સજા કરવામાં આવશે ત્યારે બે વર્ષ સુધીની કેદની સજા જાહેર થશે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved