Last Update : 01-January-2013, Tuesday

 
ભારતમાં પુનઃ પ્રવેશ મેળવવા અંગે
બે મહિનાનો પ્રતિબંધ ભારત સરકારે તાત્કાલીક અસરથી ઊઠાવી લીધો
 

 

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો)
ભારત દેશની આંતરિક સલામતી માટે કેન્દ્ર સરકારે વિદેશથી ભારતની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે બે મહિનાની અંદર પુનઃ પ્રવેશ મેળવવા અંગે જરૃરી પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ આ અંગે યોગ્ય રજુઆતો કરાતાં કેન્દ્ર સરકારે પુનઃ પ્રવેશ અંગેનો પ્રતિબંધ તાત્કાલીક અસરથી ઉઠાવી લેતાં અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમાજના રહીશોમાં રાહત અને આનંદની લાગણીઓ પ્રસરેલી જોવા મળે છે.
ટુરીસ્ટ વીઝા મેળવનારને પ્રતિબંધમાંથી મુક્તિ ઃ અફઘાનિસ્તાન, ચીન, ઈરાન, પાકિસ્તાન, ઈરાક, સુદાન તથા બાંગ્લાદેશના નિવાસીઓ માટે પ્રતિબંધ ચાલુ રહેશે
આ અંગેની વિગતોમાં જાણવા મળે છે તેમ વિદેશોમાંથી ભારતના પ્રવાસે આવતા ભારતીય સમુદાયના પ્રવાસીઓ ત્યાંનો પ્રવાસ પરિપૂર્ણ કર્યા બાદ અમેરિકા પાછા આવી જાય છે અને ત્યાર બાદ જો તેને તુરતમાં જ પાછા ભારતની મુલાકાતે જવાનું હોય તો તેવી વ્યક્તિઓએ બે મહિનાનો સમય પસાર કર્યા બાદ ભારત જઇ શકતા હતા. બે મહિનાની અંદર જો કોઇ અગત્યનું કામ હોય તો તે અંગેની જરૃર પરવાનગી જે તે કોન્સ્યુલેટ ઓફીસમાંથી મળ્યા બાદ તે વ્યક્તિ ભારત જઇ શકતો હતો. આ અંગે અનેક પ્રકારની મુસીબતોમાંથી તેઓને પસાર થવું પડતું હોવાથી આ બીનાની રજુઆત કેન્દ્ર સરકાર સમક્ષ કરાતાં લાંબી વિચારણાના અંતે કેન્દ્ર સરકારે પુનઃ પ્રવેશ અંગેનો જે બે મહિનાનો પ્રતિબંધ લાદ્યો હશે તે તાત્કાલીક અસરથી ઉઠાવી લીધો છે અને હવે જેમણે ટુરીસ્ટ વીઝા પ્રાપ્ત કરેલો હતો તેને જ આ પુનઃ પ્રવેશનો લાભ મળશે.
આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ અફઘાનિસ્તાન, ચીન, ઈરાન, પાકિસ્તાન, ઈરાક, સુદાન તથા બાંગલાદેશના નિવાસીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલ નથી. તેઓને માટે બે માસના પુનઃ પ્રવેશના પ્રતિબંધનો અમલ ચાલુ રહેશે પરંતુ આ દેશના રહીશો જો બે માસમાં ભારતના પ્રવાસે આવવા ઈચ્છતા હોય તો તેમણે આ સમયગાળા દરમ્યાન જે તે દેશમાં આવેલ ભારતીય કોન્સ્યુલેટ ઓફિસની પરવાનગી મેળવી ભારતના પ્રવાસે આવી શકશે. આ અંગે જે તે દેશની કોન્સ્યુલેટ ઓફિસનો સંપર્ક કેળવી આગળની કાર્યવાહી કરવા હિતાવહ ભર્યું થઇ પડશે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved