Last Update : 26-December-2012, Wednesday

 
'મતદાન ન કરે તેને નેતાઓની ટીકાનો નૈતિક અધિકાર નથી'
NRI વૃધ્ધે અમેરિકા જઈ મત આપ્યો ને મતદાન કરવા અમદાવાદ પાછા ફર્યા
 


અમદાવાદ, રવિવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચકરાવે આખું ગુજરાત અને રાજકીય પક્ષો ચડયાં છે. લોકશાહીના સૌથી મોટા ઉત્સવમાં પ્રજાજનોમાં નેતાઓની કાર્યપધ્ધતિ, પ્રજા પ્રત્યેની ફરજો અને સરકારી તંત્રના જમા-ઉધાર સહીતના અનેક મુદ્દા ચર્ચાતા જોવા મળે છે. પણ, કડવું સત્ય એ છે કે ચૂંટણી પંચે મતદાન વધારવા પ્રયાસો કરવા પડે છે.
અમદાવાદમાં 'સરદાર પટેલનું શાસન' જોઈ ચૂકેલા ૮૪ વર્ષના મણિભાઈ નૈતિક ફરજ અને અધિકારની લડતનો જુસ્સો બતાવે છે
તા. ૧૩ કે ૧૭ ડીસેમ્બરે અનેક લોકો જરાસરખીથી નિરાશા કે બેદરકારીથી મતદાન નહીં કરે. આવા તબક્કે ૮૪ વર્ષના એક વૃધ્ધ એવા છે કે જે મતદાનને પોતાની નૈતિક ફરજ ગણે છે. ૨૮ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ઘાટલોડીયાના રહીશ ૮૪ વર્ષના મણિભાઈ પટેલ તાજેતરમાં અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદથી અમેરિકા ગયા હતા. તો, ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં અમદાવાદ પરત ફર્યાં છે. ૧૯૮૪થી અમેરિકામાં સ્થાયી થયેલા ૮૪ વર્ષના મણિભાઈ પટેલ ગત ઓગસ્ટ મહીનામાં અમદાવાદ આવ્યાં. અહીં આવ્યા પછી થયું કે, મતદાનની ફરજ અદા કરવી પડે. એટલે, અમેરિકા ગયા અને ત્યાં પ્રેસીડેન્ટ અને લોકલ કાઉન્સેલની ચૂંટણીમાં મતદાન કર્યું. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં મણિભાઈ અમદાવાદ પરત ફર્યાં છે અને મતદાન કરશે. મતદાનને નૈતિક ફરજ સમજીને અમેરિકાથી અમદાવાદ પાછા ફરેલાં મણિભાઈ કહે છે કે- પલિયડ ગામથી હું ૧૯૪૧માં અમદાવાદમાં આવ્યો. એ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિ. બરોનું સંચાલન કરતા હતા અને મનુભાઈ શાહને હવાલો સોંપ્યો હતો. આ અરસામાં રહેણાંક વિસ્તારની કપાત કરીને રિલીફ રોડ માટે જગ્યા મેળવાઈ હતી. એ અરસો હતો કે, પ્રજાના પ્રતિનિધીઓ પૂર્ણરૃપે જનહીતમાં કામ કરતાં અને આવા નેતાઓને પ્રજા ખૂલ્લા દીલે આવકારતી હતી. હવે, સમય બદલાયો છે. ચૂંટણી આવતાં પ્રજાએ જેને ચૂંટીને મોકલ્યા હોય તેવા લોકપ્રતિનિધીઓ કે ઉમેદવારોની ટીકા-ટીપ્પણી શરૃ થઈ જાય છે. લોકો ચર્ચા કરે અને જનહીતમાં પોતાને 'વધુ યોગ્ય' લાગે તેવા ઉમેદવારને મત આપે તો યોગ્ય છે.
અનેક લોકો એવા હોય છે કે જે ચર્ચાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે પણ મતદાન કરતાં નથી. જે મતદાન ન કરે તેને નેતાઓ, રાજકીય પક્ષો કે સરકારી તંત્રની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી.
મતદારો જ ચૂંટાયેલા પ્રતિનિધીઓને પ્રજાલક્ષી નીતિઓ ઘડવા માટે મજબૂર કરવાની તાકાત ધરાવે છે. તંત્ર એટલે કે સિસ્ટમ બદલશે તો પ્રજાનું ભલું થશે. ૧૯૮૪માં અમેરિકા ગયો અને બે પુત્રો, ત્રણ પુત્રીના પરિવાર સાથે ન્યુ જર્સીમાં થયાં છીએ. નીતિઓ અને કાયદાઓ પ્રજાલક્ષી છે. મધરાતે સૂનકારમાં પણ ટ્રાફિક સિગ્નલ તોડીએ તો પણ દંડની પાવતી ઘરે પહોંચી જાય.
નીતિઓ અને સરકારી તંત્રની મજબૂત સિસ્ટમના કારણે પ્રજા તેમના પ્રતિનિધીઓને પસંદ કરવા જાગૃત છે. વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં પ્રજા મતદાનને અધિકાર ગણે છે, ફરજ નહીં. લોકો ફરજ ગણીને મતદાન કરશે તો મૂળભૂત અધિકારો મેળવવાની જાગૃતતા વધશે.

Share |

Gujarat News

સોગંદવિધિ સમારોહની ભવ્યતામાં કોઇ કચાશ ન રહે તે માટે તંત્ર ખડે પગે
IG ના ઈશારે ફરિયાદના ૬ કલાકમાં બિલ્ડર આશિષ પટેલની ધરપકડ

અમદાવાદ જીમખાનાના પૂર્વ પ્રમુખ હાલના પ્રમુખ પર બદનક્ષીનો કેસ કરશે

વિપક્ષી નેતા પદ માટે અડધો ડઝનની દાવેદારીથી કોંગ્રેસ મૂંઝવણમાં
નવી વિધાનસભામાં ૧૮૧માંથી ૧૩૪ ધારાસભ્યો કરોડપતિ
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
  [આગળ વાંચો...]
 

Business

વીજ કંપનીઓને અપાયેલી લોન્સ બેડ લોન્સ બને તે પહેલા જાગી જવા નાણાં મંત્રાલયને બેન્કરોનો અનુરોધ
૨૦૧૨માં એફઆઈઆઈએ સલામત શેરોમાં જ સૌથી વધુ રોકાણ કર્યુંઃ સિમેન્ટ તથા ફાર્મા પર વધુ પસંદગી
કોલસાના અપેક્ષિત તીવ્ર ભાવવધારાની ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર પર વિપરિત અસર થશે

ટેકસ ફ્રી બોન્ડસમાં ઓછી લેવાલી ઃ વર્તમાન નાણાકીય વર્ષમાં નીચા વળતરનું પુરિબળ જવાબદાર

સબસિડી અંગે સરકારની ઊદાસીનતા પાછળ ખાતર પ્લાન્ટને તાળા મરાશે
[આગળ વાંચો...]
 

Sports

આજે ફરી હાઈ વોલ્ટેજ મુકાબલાનો પ્રારંભ ભારત-પાક. જંગ 'સ્પેશ્યલ' હોય છે

છેલ્લા ૧૦ વર્ષમાં પાકિસ્તાન પર ભારતનું પ્રભુત્વ જોઇ શકાય છે

'ટાઇમ' મેગેઝિને રસપ્રદ રીતે તેંડુલકરને બિરદાવ્યો
અજબ તેંડુલકરની વિશ્વના ટોપ 5 બેટસમેનોમાં ગજબની સરસાઈ
તેંડુલકરના વન ડે રેકોર્ડઝ
 
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved