Last Update : 01-January-2013, Tuesday

 
ગુજરાતની ચૂંટણીમાં ભાજપના જવલંત વિજયને અમેરિકામાં સાર્વત્રિક આવકાર

 

 

(ચંદ્રકાન્ત ત્રિવેદી દ્વારા) ન્યુ જર્સી, તા.૨૪
તાજેતરમાં થયેલા ગુજરાત વિધાન સભાની ચૂંટણી અને ચૂંટણીમાં માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના જવલંત વિજયે અમેરિકા સ્થિત ગુજરાતી અને ભારતીય આલમમાં ગજબની ચેતના જગાવેલ છે. સામાન્યતઃ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ માટે આ ચૂંટણી મહત્વની હોય પણ તે ઉપરાંત અન્ય ભાષી પ્રજાજનો અને રાજકીય સમીક્ષકો માટે પણ આ ચૂંટણીમાં BJP નો ભવ્ય વિજય, કોંગ્રેસના મહારથીઓનો ધરખમ પરાજય અને નરેન્દ્રભાઈના નેતૃત્વની મેજીક હેટ્રીકે તેમને દેશના એક સુપ્રતિષ્ઠિત અને પરમ રાષ્ટ્રવાદી તથા વડાપ્રધાન પદ માટેના પ્રબળ દાવેદાર તરીકે પ્રસ્તુત કરેલ છે.
અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી છેલ્લા ૨૦ વર્ષથી બીજેપીની ફિલસૂફીના પ્રચાર અને પ્રસારમાં નોંધપાત્ર પ્રદાન કરે છે. હાલમાં OF BJP ના USA ના પ્રમુખ તરીકે એક મૃદુભાષી, પ્રખર આયોજક અને સંનિષ્ઠ આગેવાન શ્રી જયેશ પટેલ સમગ્ર BJP ની કેન્દ્રીય નેતાગીરી સાથે સાતત્યપૂર્ણ સંપર્ક અને માર્ગદર્શન દ્વારા એક સેતુ સર્જેલ છે. જેમાં ગુજરાતી હોવાના નાતે ગુજરાતના મુખ્ય મંત્રી સાથે પણ તેમણે ઘનિષ્ઠતા કેળવેલ છે. ભૂતપૂર્વ પ્રમુખ શ્રી સુરેશ જાની, ચંદ્રકાન્ત પટેલ, અડાપ્પા આદિ પણ હજુ સક્રિય યોગદાન આપે છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિકાસપુરુષ તરીકે સર્વાધિક પસંદ કરે છે તે નિર્વિવાદ છે અને ભૂતકાળમાં આ છબીને વિકૃત કરવાનો પ્રયાસ કરનાર પ્રત્યે જનાક્રોશની વિગતો વર્તમાન પત્રોમાં ઘમાએ વાંચી હશે. આ ચર્ચા સભાઓ ચૂંટણીના નજીકના દિવસોમાં યોજાઈ હતી.
તા. ૨૦ ડિસેમ્બરે ગુજરાત રાજયની ચૂંટણી પરિણામો જાહેર થતાં જ અમદાવાદ, વડોદરા, સુરત, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ વિસ્તારોમાં ભાજપના પ્રચંડ વિજયની પ્રસારણ માધ્યમોએ સતત જાણ કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમર્થ નેતૃત્વ, વિચક્ષણ, લોકપ્રિય વ્યક્તિત્વ અને વૈશ્વિક સ્તરે ગુજરાતને સુપેરે સુપ્રતિષ્ઠિત કરવાના વણથંભ્યા અભિયાનને બીરદાવ્યું તેની પ્રબળ અસર અમેરિકામાં વર્તાઇ હતી. BJP ના અગ્રણી અને રાજભોગ ફુડસ જર્સી સીટી, ન્યુ જર્સીના માલિક શ્રી અરવિંદભાઈ પટેલે તેમના રાજભોગ ફૂડસ રેસ્ટોરન્ટમાં તા. ૨૦ ડિસેમ્બરે રાતના ભાજપના શાનદાર વિજયની ઉજવણી કરી હતી. જેમાં સમાજના અનેક આગેવાનો જોડાયા હતા.
ખાસ કરીને આ ચૂંટણીના પરિણામોએ શ્રી નરેન્દ્રભાઈની અદ્યતન ટેકનોલોજીનો કૂશળતાપૂર્વક ઉપયોગ કરી, યુવાનો, બહેનો અને અન્ય પ્રજાજનોને ગુજરાતના વિકાસની સુરુચિકર પ્રતીતિ કરાવી અભૂતપૂર્વ વિક્રમજનક ૭૨% મતદાન દ્વારા પુનઃ લોકશાહીના મિજાજની પ્રતીતિ કરાવી તે અંગે સહુ પ્રસન્ન છે. પ્રસારણ માધ્યમો, વિરોધ પક્ષોની રાષ્ટ્રીય નેતાગીરીના પ્રયાસો છતાં વિચલિત ન થતા જનતાએ આગામી પાંચ વર્ષ માટે ગુજરાતના સર્વાંગી વિકાસની જવાબદારી શ્રી નરેન્દ્રભાઈને સોંપીને બધાને જે કંઈ જુદા જુદા સમીકરણો દ્વારા વાત કરતા હતા તેને સ્પષ્ટપણે સમજાવી દીધું છે કે ગુજરાતનો મતદાર સજાગ છે.
આગામી પાંચ વર્ષ ગુજરાતના વિકાસની દશા અને દિશા માટે અવશ્ય નિર્ણાયક બનશે. વિરોધ પક્ષ આક્ષેપબાજીને બદલે રચનાત્મક યોગદાન આપશે તો પાંચ વર્ષ બાદ વધુ રસપ્રદ પરિણામ સર્જી શકશે. કોંગ્રેસના માંધાતાઓનો પરાજય પાર્લામેન્ટરી લોકશાહી પુનઃ ઉચ્ચ શિખરે લઈ જવા નવા અભિગમો, સમજદારી અને સહકારની અપેક્ષા પૂર્ણ કરે તો જ શક્ય બનશે.

Share |

Gujarat News

ધોળકામાં ૧૩ વર્ષની સાળી પર બનેવીનો બળાત્કાર ઃ તરૃણીએ ઝેર પીધું
આજે ૧૦૦થી વધુ 'ન્યુ યર' પાર્ટી ફાર્મહાઉસોમાં મહેફિલનો માહોલ

સટ્ટાકિંગ દિનેશ કલગી બે વર્ષ માટે અમદાવાદ, ચાર જિલ્લામાંથી તડીપાર

વસ્ત્રાલમાં 'ચાઇનીઝ' દોરીએ બાઇક ચાલકનું ગળું કાપ્યુંઃ સ્થળ પર મોત
૧૧ મહિનામાં ૨૨૦ અમલદારો ૫૫ લાખની લાંચ લેતા પકડાયા
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
  [આગળ વાંચો...]
 

Business

વર્ષ ૨૦૧૩ના પ્રથમ સપ્તાહમાં નિફટી ૫૯૬૬ ઉપર ૬૦૨૨, સેન્સેક્સ ૧૯૬૬૬ ઉપર બંધ ૧૯૭૭૭ બતાવશે
વૈશ્વિક બજારો પાછળ ચાંદીમાં નરમાઇ, જોકે સોનામાં સુસ્ત વલણ
સીધી કેશ ટ્રાન્સફરનો ૧લી જાન્યુઆરીથી અમલ થાય તે માટે બેન્કોની તડામાર તૈયારીઓ

મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટમાં રૃા. ૨ લાખ કરોડનો તોતીંગ વધારો

બેન્કો માટે બેઝલ-૩ ધોરણોનો અમલ જાન્યુઆરીનાં બદલે એપ્રિલથી
[આગળ વાંચો...]
 

Sports

ટોપ ઓર્ડરનો ફ્લોપ-શોઃપાકિસ્તાન સામેની પ્રથમ વન ડેમાં ભારત હાર્યુ

નબળું અમ્પાયરિંગ ભારતના પરાજય માટે જવાબદાર હોવાની ચાહકોમાં ચર્ચા

'આધુનિક ક્રિકેટના પિતામહ' ટોની ગ્રેગને ક્રિકેટ-વિશ્વની શ્રદ્ધાંજલી
સ્પેનને ફટકોઃનડાલ બાદ ફેરર ડેવિસ કપ ટેનિસમાંથી ખસી ગયો
બી.કુમારે કાર્કિરદીની પ્રથમ વન- ડેના પહેલા બોલે વિકેટ ઝડપી
 
 

Gujarat Samachar Plus

પીઠની સુંદરતા તરફ પીઠ ફેરવશો નહીં
ફૂડ એલર્જી સામે 'સ્માર્ટફોન'નું રક્ષાકવચ
ઠંડીમાં અમૃતસમ 'ઘી'
યંગસ્ટર્સની એક જ માંગ ન્યાય ન્યાય અને ફક્ત ન્યાય
ગુજરાતી થિએટરમાં યંગ આર્ટિસ્ટની એક્શન
 

Gujarat Samachar glamour

ફાઈટ બીટવીન ટોપ એક્ટ્રેસ....
સુપર સ્ટાર રાજેશ ખન્નાની છેલ્લી ફિલ્મને કોઇ ખરીદદાર મળતા નથી
આયુષમાન અને કુણાલ વચ્ચેનું યુદ્ધ વધુ વકરતું જાય છે
શાહિદ અને સુશિલ મારા આદર્શ છે- અમૃતા
સલમાન અને અભિષેક બન્યા બોલીવૂડના નવા ખાસ મિત્રો
 
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

કે.એસ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 

એચ.એલ. કોલેજ ઉજવાઇ રહેલાં ડેઝ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved