Last Update : 31-July-2012, Tuesday

 

i

 

-હાઇવે પર ટ્રક ચાલકને લલચાવતા હતા

 

શામળાજીથી વલસાડ સુધીના હાઇવે ઉપર લૂંટ ચલાવતી વાદી ગેંગની ટોળકી પકડાઇ છે. આ ગેંગના સભ્યો મહિલાનો સ્વાંગ રચીને ટ્રક ચાલકને ટોર્ચ બતાવીને ઉભા રાખતા હતા અને તેઓને લલચાવીને અવાવરૂ સ્થળે લઇ જતા હતા. કેટલાક ટ્રક ડ્રાઇવરોને માર માર્યાની વિગતો પણ બહાર આવી છે. અંકલેશ્વર પોલીસે બે વાદીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર પોલીસે રાજસ્થાનની વાદી કોમના સભ્યોને આજે સ્થળ ઉપરથી પકડ્યા છે.

Read More...

 

i

 

- ૩ વર્ષમાં ૨૫૦ આપધાતનાં બનાવો

મેગાસિટી અમદાવાદમાં દર બે દિવસે સરેરાશ ત્રણ વ્યક્તિ આત્મહત્યા કરે છે. વર્ષે ૪૫૦થી ૫૦૦ લોકો કોઈને કોઈ કારણસર પોતાની જીંદગી ટૂંકાવે છે. જીવન ટૂંકાવવા માટે વિવિધ રસ્તા અખત્યાર કરતી હતાશ માનવજીંદગીઓમાં સાબરમતી નદી જાણે 'સ્યૂસાઈડ પોઈન્ટ' બની રહી છે. વિતેલા ત્રણ જ વર્ષમાં સાબરમતી નદીમાં પડીને આત્મહત્યાના ૨૫૦થી વધુ બનાવો બની ચૂક્યા છે. જેમાંથી સૌથી વધુ ૧૮૫ બનાવોની તપાસ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ફાળે આવી છે. સાબરમતી નદીમાંથી વધુ બે પુરૃષોના મૃતદેહ મળ્યાં છે.

Read More...

 

i

 

- મુખ્યમંત્રી મોદીની મુલાકાત લીધી

ઉમરગામના દરિયાકિનારા વિસ્તારમાં ૫૦૦ એકર જમીનમાં ફિલ્મ સ્ટુડિયો બનાવવાની યોજના સંદર્ભે બોલીવુડની અભિનેત્રી પ્રિતી ઝિન્ટાએ ઉમરગામની મુલાકાત લીધી હતી. ઉમરગામ મામલતદારે પ્રિતી ઝિન્ટાને ખતલવાડા ગામે સરકાર હસ્તકની ૧૨૦૦ એકર ખારપટવાળી જમીન હોવાનું કહેતા પ્રિતી ઝીન્ટાએ જમીનનું જાત નિરીક્ષણ પણ કર્યું હતું. જોકે અભિનેત્રી દરિયાકિનારે સ્ટુડિયો ઊભો કરવા માટે જમીન મેળવશે કે કેમ ? તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ પ્રતિભાવ મળ્યો નથી.

Read More...

 

i

 

-અમદાવાદમાં રવિવારે સાંજે ૪થી૧૧ વાહન બંધી

 

પોલીસે લો ગાર્ડન, કાંકરીયા અને સી.જી.રોડને સાંકળતા જાહેર માર્ગો પર વાહન પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દર રવિવારે સાંજે ૪ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી આ માર્ગો વ્હીફલ ફ્રી જાહેર કરવામાં આવ્યા છે. પોલીસના આ હુકમથી પ્રજાની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે, આ સ્થળોએ ફરવા માટે પ્રજાજનો વાહન લઇને નહી જઇ શકે. દર રવિવારે રજાના દિવસે પોલીસ દ્રારા...

Read More...

 

i

 

- પોલીસથી બચવા આવ્યા ને પકડાયા

મણિનગરના એ.ટી.એમ ચોરી કેસમાં પકડાયેલા વધુ પાંચ આરોપીઓ ધરપકડથી બચવા અંબાજી માતાના દર્શન કરવા અંબાજી ગયા હોવાનો ઘટસ્ફોટ પુછપરછ દરમિયાન થયો છે. મુખ્ય સુત્રધાર હાર્દિક જીંગર અને કમલેશ ઉર્ફે વિક્કી માઉન્ટ આબુ ભાગી જતા આરોપીઓ પણ છુપાવાની જગ્યા શોધી રહ્યા હતા, દરમિયાન માતાજી પોલીસથી બચાવશે તેમ માની પાંચેય અંબાજી દર્શન કરવા જતા રહ્યાં હતા. જો કે બન્ને મુખ્ય સુત્રધારનાં પકડાયા બાદ અંબાજીની હોટલોમાં રોકાવુ યોગ્ય ન લાગતા પાંચેય પરત અમદાવાદ આવી ગયા હતા અને પકડાઇ ગયા હતા.

Read More...

 

i

 

-અમદાવાદ આવતી સીઅનેજી કાર સળગી

 

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના એંધલ ગામની સીમમાં રવિવારે એક ચાલું સી.અને.જી અલ્ટો કારમાં અચાનક આગ લાગતાં અંદર મુસાફરી કરી રહેલા ત્રણ યુવકો બળીને ભડથું થઇ ગયા હતા. આ અંંગે નવસારી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તાપસ કરતાં કારમાં મૃત્યુ પામેલી ત્રણેય વ્યક્તિ એટલી હદે દાઝી ગયા હતા કે તેઓની ઓળખ થઇ શકતી નથી. પોલીસે કારના નંબર પરથી કારના માલિકની શોધખોળ હાથ ધરી છે.

Read More...

 

i

 

-18 મહિલા-બાળકો,5 પુરુષોને સળગાવ્યા હતા

ગુજરાતમાં ૨૦૦૨ની સાલમાં થયેલા ગોધરાકાંડના તોફાનો બાદ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામમાં બે કોમ વચ્ચે હિંસક જૂથ અથડામણ થઇ હતી. જેમાં બેકાબૂ બનેલા ટોળાએ ૨૩ વ્યકિતને જીવતી સળગાવી મૂકી હતી. જેમાં નવ મહિલા, નવ બાળકો અને પાંચ પુરુષનો સમાવેશ થતો હતો. આ કેસમાં ૪૭ વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં એક વ્યકિતનું મોત નીપજયું હતું અને ૪૬ આરોપી સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં ૧૮ આરોપી સામે હત્યા અને ચાર શખ્સો સામે ખૂનની કોશિષનો આરોપ હતો.

Read More...

 

i

 

-પુરવઠા તંત્રએ ગેરકાયદે જથ્થો કબજે કર્યો

ગુજરાતમાં સીંગતેલના ભાવ ભળકે બળી રહ્યા છે ત્યારે તેલના વેપારીઓ દ્વારા તેલના કાળા બજાર કરવા સીંગતેલનો ગેર કાયદેસર રીતે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જેને લઇને પુરવઠા વિભાગે આવા વેપારીઓ પર વોચ રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગ રૃપે આજે સવારે રાજકોટથી ૧૨ લાખની કિંતનો સીંગતેલનો ગેરકાયદે જથ્થો પકડી પાડીને સીંગતેલ કબજે કર્યું છે.

Read More...

 

i

 

-સુરત પોલીસે રવિવારે રાત્રે દરોડો પાડયો

આઇપીએલ ક્રિકેટ મેચ પર ગુજરાતમાં મોટી સંખ્યામાં સટ્ટો ખેલાઇ રહ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રવિવારે મોડી રાત્રે સુરત જિલ્લાના કતાર ગામમાં દરોડો પાડીને ચાર સટ્ટોડિયાને પકડી પાડીને તેમની પાસેથી લેપટોપ, મોબાઇલ અને રોકડ સહિત રૃપિયા ૮૫, ૭૦૦ની કિંમતનો મુદ્દમાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

i

 

-૧૬ વર્ષ જૂના ખૂન કેસની પતાવટમાં ઘા માર્યો

 

વડોદરા જિલ્લાના નસવાડી તાલુકાના આંતરિયાળ ગામમાં એક યુવાનને ઘેરી લઇને ત્રણ શખ્સોએ દાતરડા જેવા તિક્ષ્ણહથિયાર વડે શરીરની ગરદન સહીતના ભાગે દસ જેટલા ઘા મારીને જીવલેણ હુમલો કરીને આરોપીઓ પલાયન થઇ ગયા હતા. પોલીસ તપાસમાં ૧૬ વર્ષ જૂના ખૂન કેસની અદાવતમાં આ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.

Read More...

 

 

i

 

- અન્ય બે મિત્રો પણ સાથે હતા

સુરતના સિંગણપુર ગામમાં ગોવિંદ નામનો યુવાન તેના બે મિત્રો સાથે ગઇકાલે સાંજે કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે તાપી નદીમાં નહાવા માટે ગયા હતા. જ્યાં ગોવિંદ ઊંડા પાણીમાં ગરકાવ થઇ હતો જેને કારણે તે નદીમાં ડૂબી ગયો હતો. બે મિત્રોએ આ ઘટનાની તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તેની શોધખોળ કરી હતી પરંતુ રાત્રે ગોવિંદનો મૃતદેહ બહાર આવ્યો હતો.

Read More...

 

 

i

 

-ફક્ત ૧ લાખ ડૉલરથી બોલી બોલાશે

 

અમેરિકાનું સૌથી નાનું એક નગર વેચાઉ છે. એનું પોતાનું સ્કૂલનું મકાન અને ગૅસ સ્ટેશન (પેટ્રોલ પંપ ) છે. ફક્ત એક લાખ ડૉલરથી એની બોલી શરૂ થશે.
મોટાં શહેરોમાં એક લાખ ડૉલરમાં એક બેડરૂમવાળો ફ્‌લેટ પણ ન મળે પરંતુ બુફોર્ડમાં દસ એકર જમીનમાં ત્રણ બેડરૂમ ધરાવતો ફ્‌લેટ અને ગેરેજ બંનેનો સમાવેશ થાય છે.

Read More...

 
કુદરતની ક્રૂરતા : બાળકીના શરીરમાં લોહી જ નથી !

i

 

- જનેતા તો બાળકીને જોઇને ડઘાઇ ગઇ હતી

 

મહિના પહેલાં આ બાળકી જન્મી ત્યારે એનું શરીર ‘ભૂત જેવું સફેદ’ હતું કારણ કે એના શરીરમાં લોહીના લાલ કણો બનાવતું હેમોગ્લેાબીન નહીંવત્‌ હતું. એને જોઇને એની માતા રીતસર ડઘાઇ ગઇ હતી.

આજે છ મહિનાની થયેલી ઓલિવિયા નોર્ટન જન્મી ત્યારે ડૉક્ટર્સ માટે પણ પડકારરૂપ હતી. ડૉક્ટર્સે ઓલિવિયાની માતાને ક્હ્યું હતું કે આ બાળકી બે કલાકથી વઘુ જીવે એવી કોઇ શક્યતા નથી. પરંતુ આ બાળકી જીવી ગઇ અને આજે છ મહિનાની છે. સમજે છે.

Read More...

 

i

 

-કહાનીમાં અમિતાભે ગીત ગાયું જ્યારે વિદ્યા હીરોઇન હતી

 

ફિલ્મ સર્જક સુજોય ઘોષ કહાની પછી જે નવી ફિલ્મ બનાવવાના મૂડમાં છે એમાંં પણ અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલન હશે. તાજેતરમાં હિટ નીવડેલી કહાની ફિલ્મમાં અમિતાભે એકલા ચલો રે...ગીત ગાયું તો વિદ્યા એ ફિલ્મની હીરોઇન હતી.
જો કે હવે સુજોય બંગાળી સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવવાના મૂડમાં છે.

Read More...

 
 
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved