Last Update : 31-July-2012, Tuesday

 

 

- પાટણનો ગૌરાંગ મકવાણા IAS

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની લેવાયેલી મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં સ્પીપામાં તાલીમ લેતાં ૯ ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ઝળકયાં છે. આ પરીક્ષા કલીયર થઇ જતાં હવે તેઓ આઇએએસ કે આઇપીએસ બનીને કારર્કિદી ઘડી શકશે. પરિણામની જાહેરાત બાદ વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઇ ખવડાવીને, આતશબાજી કરીને ઉજવાણી કરી હતી.

યુપીએસસી દ્વારા ગત ઓક્ટોબર-નવેમ્બરમાં સિવિલ સર્વિસીસની મુખ્ય પરીક્ષા લેવામાં આવી હતી.

Read More...

 

 

-12 દિવસ પહેલાની હત્યા પોલીસે દબાવ

સરખેજમાં મિત્રો સાથે જુગાર રમી રહેલા એક યુવકને પોલીસ પાસે હોય તેવા પ્લાસ્ટિકની દંડા સાથે આવેલા છથી સાત શખ્સોએ ૧૫ ફુટ ઉપરથી ફેંકી દઇ હત્યા કરી હોવાની ઘટનાએ ચકાચર મચાવી દિધી છે. સ્થાનિક લોકોમાં આ હત્યા પાછળ કોઇ પોલીસકર્મીઓ કે પોલીસપુત્રો સંડોવાયેલા હોવાની ચર્ચા છે. બીજી તરફ સરખેજ પોલીસ આ ફરિયાદને પાયાવિહોણી ગણાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૨ દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં પોલીસ હજુ સુધી હત્યારાઓનું પગેરૃ મેળવવામાં નિષ્ફળ રહી છે.

Read More...

 

 

-સૌથી મોટા દરિયાકાંઠે સઘન ચેકિંગ

 

ગુજરાતમાં આતંકવાદી હુમલાની ચેતવણીના પગલે ગુજરાતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતા જામનગમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કારણકે મુંબઇમાં આતંકવાદી હુમલો કરનાર આતંકી ગુજરાતના દરિયાકિનારેથી ભારતમાં પ્રવેશ્યા હોવાથી જામનગરના દરિયાકિનારે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજ્ન્સીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Read More...

 

 

- અમદાવાદ સોફટ ટાર્ગેટ

ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબમાં રેકી કરી ચુકેલા લશ્કરે તોઇબાના આતંકીઓ આ રાજયો પર હુમલો કરે તેવી ચેતવણી સેન્ટ્રલ આઇબીએ આપી છે. મેસેજમાં અમદાવાદને સોફટ ટાર્ગેટ હોવાનું કહેવાયું છે. મોડી સાંજે મળેલા આ મેસેજને પગલે રાજય પોલીસ વડાએ પોલીસ કમિશનર અને જામનગર ડીએસપીને એલર્ટ મેસેજ પાઠવ્યો હતો. આ મેસેજને પગલે જામનગર ડીએસપીએ ઓઇલ રિફાઇનરીના અધિકારીઓ,નેવી,કોસ્ટ ગાર્ડ, સીઆઇએસએફના અધિકારીઓ સાથે મિટિંગ યોજી તકેદારી અંગે સુચનો કર્યા હતા.

Read More...

 

 

-ઘાસચારો ઉગાડવાનો ચૂંટણીલક્ષી સ્ટંટ

ગુજરાતમાં લાખો ચોરસ મીટર ગૌચર જમીનો ઉદ્યોગોને વેચી દીધાં પછી ઉત્સવપ્રિય સરકારે વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ગૌચર વિકાસ મહોત્સવને નામે નવું ડિંડવાણું શરૃ કરવા તૈયારી આદરી છે. રાજ્યના પશુપાલન વિભાગ અને ગુજરાત ગૌસેવા આયોગના ઉપક્રમે આવતા જૂન મહિના દરમિયાન શાળા પ્રવેશોત્સવ- કૃષિ મહોત્સવ જેવા ઉત્સવોની માફક રાજ્યના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કેટલાક ગામડાઓમાં પડતર જમીનો ઉપર ચરિયાણ ઉગાડવા આયોજન થઈ રહ્યું છે.

Read More...

 

 

-સરકારના જવાબ સંદર્ભે હાઇકોર્ટનો સવાલ

નાણાવટી પંચની રચના અને તેની પાછળ અત્યારસુધી થયેલા કરોડો રૃપિયાના ખર્ચના મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં આજે રાજય સરકાર તરફથી પંચના એક્ષ્ટેન્શન સંદર્ભે એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નાણાવટી પંચ દ્વારા સીટના રિપોર્ટનું સંબંધિત મટીરીયલ્સ મેળવવાનું હોઇ અને તેના અભ્યાસ જરૃરી હોઇ પંચના અહેવાલમાં વિલંબ થઇ રહ્યો છે.
સીટના મટીરીયલ્સના કારણસર પંચને વધારાનું એક્ષ્ટેન્શન આપવામાં આવ્યું છે.

Read More...

 

 

- ગરમીનો પારો ૪૧ ડિગ્રીએ પહોંચ્યો

ઉનાળો તેની પરાકાષ્ટાએ પહોંચ્યો છે ત્યારે તીવ્ર ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીનો પારો ૪૧ ડીગ્રી સુધી પહોંચી જતાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે તેવા સમયે બાયડમાં એક વ્યક્તિનું ગરમીના કારણે મોત નિપજ્યું છે. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગરમીનો પારો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવાં એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ઉનાળો હજુ આકરો બનશે તેવું જણાઈ રહ્યું છે.

Read More...

 

 

- બકરી કાઢવા જતાં દોરડું છટક્યું

અમદાવાદના થલતેજ નજીક હેબતપુર ગામમાં બકરી કૂવામાં પડી હતી. જેને બહાર કાઢવા માટે બે વ્યકિત કૂવામાં ઉતરી હતી જેમાં દોરડું છટકતાં એક યુવાનનું મોત થયું હતું જ્યારે એક યુવાનના હાથ પગ તૂટી ગયા હતા.

હેબતપુરગામમાં આવેલી અવાવારૃ કૂવામાં શુક્રવાર બકરી પડી હતી જેને બચાવવા માટે જીવદયા પ્રેમી અને બકરીના માલિક વૃક્ષ સાથે દોરડું બાંધીને કૂવામાં ઉતાર્યા હતા.

Read More...

 

 

- પોલીસ અને આરટીઓની ઝુંબેશ

સુપ્રિમ કોર્ટે તાજેતરમાં કાર પર કાળી ફિલ્મ લાગડવા પર પ્રતિબંધ ફરમાવતાં હવે અમદાવાદમાં કાર પરના કાચ પર કાળી ફિલ્મ લગાડનાર સામે ટ્રાફિક પોલીસ અને આરટીઓ તંત્ર દ્વારા ઝુંબેશ શરૃ કરવામાં આવશે.

અમદાવાદ સહિત ગુજરાતમાં વધી રહેલી લૂંટ, અપહરણ સહિતની ગુનાખોરીને ડામવા ઉપરાંત આતંકવાદી હુમલાની સંભાવનાના પગલે હવે કારના કાચ પર કાળી ફિલ્મ લડાનાર માલિક સામે પગલાં લેવામાં આવશે,

Read More...

 

 

- દાંતા નજીકના નાનાતડા ગામનો કિસ્સો

બનાસકાંઠા જિલ્લાના નાનાતડા ગામમાં મોબાઇલની બેટરી ચાર્જમાં મૂકી હતી દરમિયાન અચાનક ફાટી હતી જેના કારણે એક કિશોરને ગંભીર ઇજા થવા પામી હતી. જેને સારવાર માટે અમદાવાદ ખસેડયો હતો.

દાંતા તાલુકાના આંતરિયાળ ગામ નાનાતડા ગામમાં કિશોર રમતો હતો ત્યારે અચાનક મોબાઇલની બેટરી ફાટી હતી જેના કારણે તેને શરીરે ગંભીર ઇજા થઇ હતી.

 

Read More...

 

 

- પતિએ જમવાનું આપવાનું કહેતાં માઠું લાગ્યું

સુરતમાં માતાએ એક પુત્ર અને પુત્રી સાથે અગ્નિ સ્નાન કર્યુ હતું. જેમાં સારવાર દરમિયાન ગત રાત્રે 6 વર્ષની પુત્રીનું મોત થયું છે અને પુત્ર અને માતા હજુ પણ સારવાર હેઠળ છે. આ ઘટના ત્યારે બની જ્યારે સતત ટીવી જોતી પત્નીને બહારથી આવેલા પતિએ જમવાનું પીરસવાનું કહેતા તેને માઠું લાગ્યું હતું અને બંને વચ્ચે ચકચક થઇ હતી અને અંતિ પરિણીતાએ બે સંતાન સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું.

Read More...

 

 

- NCTCની બેઠકમાં હાથ મિલાવ્યા

 

સાર્વજનિક સ્થાનોએ એકબીજાથી દૂર રહેતા નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી આજે એનસીટીસી અંગેની વડાપ્રધાને બોલાવેલી વિજ્ઞાન ભવન ખાતેની બેઠકમાં એકબીજાને મળ્યા હતા અને હાથ પણ મિલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નીતિશકુમારે જ અગાઉ ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીને બિહાર આવતા રોક્યા હતા અને આજે સાથે ઉભા રહીને વાતચીત કરતાં ચર્ચાનો વિષય બની રહ્યાં હતાં.

Read More...

 

 

-સામાન્ય રીતે પક્ષીઓનું આયુષ્ય બહુ ટૂંકું

છોટાઉદેપુર નજીકનાં ઘેલવાંત ગામમાં એક કૂકડો છે, જે અન્ય કૂકડાઓની સરખામણીમાં લાંબુ આયુષ્ય ધરાવતો કૂકડો છે. સામાન્ય રીતે કુદરતી આવરદા અનુસાર કૂકડા પાંચ વર્ષની આવરદા ધરાવતા હોય છે. જોકે કેટલાક લોકો બલિ ચઢાવવા કે અન્ય રીત માટે કૂકડાને મારી નાંખતા હોય છે પણ આ કૂકડો નસીબદાર છે કે તેના માલિકે તેની બલિ નથી ચઢાવી પરંતુ તેને સંભાળપૂર્વક રાખે છે.

Read More...

 

 

-લલના વડોદરાનાં યુવકને ભગાડી ગઇ

ગુજરાતમાં અમદાવાદ,વડોદરા સહિતના શહેરોમાં બાંગ્લાદેશીઓ મોટા પ્રમાણમાં ઘુસણખેરી કરી રહ્યા છે.અગાઉ અમદાવાદમાં 15હજારથી વધુ બાંગ્લાદેશી રહેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો, આશ્ચર્યની વાત એ છે કે દુનિયના કોઇ પણ દેશમાં જવું હોયતો હજારો રૃપિયા ખર્ચ કર્યો બાદ દુનિયાભરના પુરાવા રજૂ કરવા પડતા હોય છે જ્યારે બાંગ્લાદેશમાં જવા તેમજ ભારતમાં આવવા માટે માત્ર સાડા પાંચ હજાર ખર્ચ કરવાથી આસાનીથી ઘૂસણખોરી કરી શકાતી હેવાનો કિસ્સો વડોદરામાં પ્રકાશમાં આવ્યો છે. .....

Read More...

 

 

- ફાઇનાન્સ કંપનીમાં ઘૂસી ગયા

અમદાવાદનાં વાસણા વિસ્તારમાં આવેલી ફાઇનાન્સની કંપનીમાં ઘૂસીને બે અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી ગયો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ગુજરાતમાં આતંકી હુમલાની ચેતવણી લેવાઇ રહી છે, ત્યારે સાવચેતીનાં પગલાં લેવાઇ રહ્યાં છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદનાં વાસણા બસ-સ્ટેન્ડ પાસે પ્રજાપતિ ગાર્ડનની બાજુમાં આવેલી મુથુટ ફાઇનાન્સ કંપનીમાં આજે બપોરે દેશ હથિયાર સાથે બે શખ્સો આવ્યા હતા.....

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved