Last Update : 31-July-2012, Tuesday

 

 

-સુરતમાંથી ગૂમ થયેલી યુવતિ મળી

 

આઠેક માસ પૂર્વે ગૂમ થયેલી વરછાની એક યુવતિએ ઘરે પરત ફર્યા પછી અપહરણ કરી બનાસકાંઠાના ધાનેરા લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. યુવતિએ કાળુસીંગ નામના યુવાન, એક વકીલ, ભૂવા સહિત છ જણા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ-પ્રકરણ હોવાની શક્યતાઓ જૂએ છે.

Read More...

 

 

- વાનરને મસાજ કરાવવાનો ચસ્કો

 

આમ તો અમદાવાદ-સુરત જેવા મહાનગરોમાં પણ અમુક વિસ્તારમાં વાંદરાઓનો વસવાટ અને આળવિતરાંવેડા જોવા મળે એ નવી વાત નથી, પરંતુ જોડિયા તાલુકાના આમરણ ગામે થોડા દિવસથી આવી ચડેલા કાળા મૂખવાળા એક કપિરાજ માનવીને મળતી આવતી વર્તણુક, શાંત સ્વભાવ અને આયુર્વેદ અંગની તેની કુદરતી સમજને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે !

Read More...

 

 

-જીપ ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો

 

એક જીપચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા જીપ એક મકાનમાં ઘૂસી ગઇ હતી અને ત્યાં બપોરે આરામ માટે સૂઇ રહેલા એક વ્યક્તિ ઉપર જીપના ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે સદ્ભાગ્યે પરિવારનાં અન્ય સભ્યો આજે જ બહાર હોવાથી તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

Read More...

 

 

- સૌરાષ્ટ્રનાં અનેક રોકાણકારો રોયાં

 

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના કોટડા ચણાકાના પટેલ શખ્સ દ્વારા રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લાના અનેક ખેડૂતો તથા ગ્રામજનોને મુંબઇમાં ફ્લેટ અપાવી દેવાના બહાને શીશામાં ઉતારી અંદાજે ૧૦૦ કરોડનું ફુલેકુ ફેરવી રફુચક્કર થઇ જતા પટેલ શખ્સને લપેટમાં આવેલા લોકોને માથે ઓઢી રડવાનો સમય આવ્યો છે. જો કે આ અંગે કોઇ જગ્યાએ પોલીસ ફરીયાદ થવા પામી નથી.

Read More...

 

 

- પુસ્તકો ગોઠવતા સ્ટાફની નજર ચૂકવી

અમદાવાદમાં યોજાતા એક્ઝીબીશનમાં નજર ચૂકવીને ચોરી કરતી ગેંગ ફરી સક્રિય બની છે. 'ગુજરાત દિન'ની ઉજવણીના ભાગરૃપે રિવર ફ્રન્ટ ઉપર યોજાયેલા 'બૂક ફેર'માં પુસ્તકો પાડી દઈ સ્ટોલમાં રહેલા સ્ટાફની નજર ચૂકવી ગઠીયો રૃા. ૮૦ હજારનો વકરો ભરેલો થેલો ઉઠાવી પલાયન થઈ ગયો છે.
રિવર ફ્રન્ટ ખાતે યોજાયેલા 'બૂક ફેર'માં રાજકોટના પ્રવિણ પ્રકાશન પ્રા.લિ. દ્વારા ૧૨૭થી ૧૩૦ સ્ટોલનો એક સ્ટોલ નંખાયો છે.

Read More...

 

 

- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને તાકીદ

શહેરના સાબરમતી આશ્રમ નજીક આવેલા ઐતિહાસિક દાંડીપુલ નીચે કચરામાં લાગેલી આગના કારણે તેને થયેલા નુકસાનના મુદ્દે થયેલી સુઓમોટો રિટ અરજીની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે દાંડીપુલના સમગ્ર વિસ્તારની સાફસફાઇ કરી તેને કોર્ડન કરી સુરક્ષિત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સોમવાર સુધીમાં આ.....

Read More...

 

 

- સાંજનું પાણી બંધ, સવારે પણ કાપ

અમદાવાદને ૨૪ કલાક પાણી આપવાનું ભાજપનું વચન અને ઉનાળામાં બે ટાઈમ પાણી આપવાની ગુલબાંગો વચ્ચે વાસ્તવિક સ્થિતિ એ છે કે લોકોને એક સમય પણ પુરતાં પ્રમાણમાં અને પુરતાં પ્રેશર સાથે પાણી મળતું નથી. ગયા વર્ષે ઉનાળામાં જ પાણીકાપ આવ્યો હોત તેવી જ સ્થિતિ હાલ કાળઝાળ ગરમી વચ્ચે સર્જાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રાસ્કામાંથી ૧૩૦ એમએસડી પાણીનો જથ્થો મળે છે. .....

Read More...

 

 

-ખોટા ક્લેઇમ મૂકી સરકારને છેતરી

અમેરિકી સત્તાધીશોએ હજી સુધીમાં પકડી પાડેલા કૌભાંડો પૈકી સૌથી મોટું મનાતું ૪,૫૨૦ લાખ ડોલરનું 'મેડિકેર' કૌભાંડ પકડી પાડયું છે જે માટે અમેરિકા સ્થિત કેટલાક ભારતવંશીઓ સહિત જુદા જુદા શહેરોમાં રહેતી ૧૦૭ વ્યક્તિઓ ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે. જેમાં એક ગુજરાતી અંક્તિ પટેલનો સમાવેશ થાય છે.

આ 'મેડિકેર ફ્રોડ' શબ્દ હવે અમેરિકામાં ચલણી બની ગયો છે. .....

Read More...

 

 

-બારડોલીના કોંગી ધારાસભ્ય

 

સુરત જિલ્લાના નાગરિક રેવાભાઇ લાખાભાઇ ચૌધરી તરફથી કરાયેલી આ જાહેરહિતની રિટ અરજીમાં ધારાસભ્ય કુંવરજી હળપતિએ અત્યારસુધી ધારાસભ્ય તરીકે ગેરકાયદે રીતે મેળવેલા પગારની રિકવરી કરવા અને રાજય સરકાર દ્વારા આ કસૂરવાર ધારાસભ્ય સામે પગલાં લેવાય તે મતલબની દાદ માંગવામાં આવી હતી. રિટમાં રજૂ કરાયેલી હકીકતોને ધ્યાને લઇ હાઇકોર્ટે ઉપરોકત પક્ષકારોને શો-કોઝ નોટિસ જારી કરી હતી.

Read More...

 

 

-3વ્યકિતને જીવતા સળગાવ્યા હતા

ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા તોફાનોમાં આણંદ જિલ્લાના ઓડ ગામમાં ત્રણ વ્યકિતને જીવતી સળગાવી દીધી હતી આ અંગેને કેસ આજે કોર્ટમાં 40 આરોપી સામે કેસ ચાલી જતાં કોર્ટે 9 આરોપીને સજા કરીને 31ને નિર્દોષ જાહેર કર્યો છે.

ઓડ ગામમાં 2002ના ગોધરાકાંડ બાદના તોફાનોમાં તારીખ 1 માર્ચના રોજ તોફાની ટોળાએ ત્રણ વ્યકિતને જીવતી સળવાગી મૂકી હતી.....

Read More...

 

 

-હવે જૈન સમાજ પણ રાજ ઠાકરેના નિશાન ઉપર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં પ્રમુખ રાજ ઠાકરેએ જૈન અને મારવાડીઓને નિશાન બનાવ્યા છે. ફાયર બ્રાન્ડ નેતા, રાજ ઠાકરેએ જણાવ્યું કે આ લોકો મહારાષ્ટ્રમાં આવી પૈસા કમાય છે પરંતુ તેમને ખબર નથી કે રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ ચાલે છે?

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે તાજેતરમાં જ મુંબઇમાં પ્રભુ મહાવીરની પ્રતિમાને મુંબઇ લાવ્યાને 200 વર્ષ થયા તેની ઉજવણી દરમિયાન એક જૈને કેરીનો રસ અને પુરી દરેક જૈનનાં ઘરે મોકલી હતી.

Read More...

 

 

-અમદાવાદથી યુવક બાંગ્લાદેશથી ભારત લાવ્યોી

વડોદરાનો સફાઇ કામદાર એક બાંગ્લાદેશી યુવતીના પ્રેમમાં પાગલ થઇ ગયા બાદ બંન્ને પલાયન થઇ ગયા હતા. પોલીસ તપાસમાં પ્રેમીઓ અમદાવાદ, સુરત અને આણંદમાં મકાન બદલીને રહેતા હતા પોલીસે ગુરુવારે બંન્ને આણંદથી ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સફાઇ કામદાર બે સંતાનનો પિતા છે. અને બાંગ્લાદેશી યુવતીએ અમદાવાદમાં નવા વાડજ ખાતે મકાન ખરીદીને લીધેલું છે,તેણીની આણંદ ખાતે દેહ વ્યાપાર

Read More...

 

 

-ક્રાઇમ બ્રાન્ચે જે.પી.રાઠોડને પકડી પાડ્યો

અમદાવાદ આનંદવનગર પોલીસે દરોડો પાડીને આઇપીએલ મેચ પર સટ્ટો રમતા બે સટ્ટોડિયાને પકડી પાડ્યા હતા. તે સમયે સટ્ટાકિંગ બુકી જે.પી. પોલીસને થાપ આપી ફરાર થઇ ગયો હતો. આજે ક્રાઇમબ્રાન્ચે તેને પકડી પાડ્યો હતો.

આનંદનર પોલીસે 18 એપ્રિલના રોજ દરોડો પાડીને આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા રાજેશ મોદી સહિત બે આરોપીને પકડી પાડ્યા હતા.

Read More...

 

 

- ઘોડા ઉપર બેસતા વરરાજા ડરે છે

વડોદરામાં લગ્નમાં નીકળતા વરઘોડામાં અત્યારે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જેમાં સ્ટંટ કરતાં ઘોડાઓ રાખવામાં આવે છે. જેમાં ઘોડાઓ કાથીના ખાટલા ઉપર પણ સ્ટંટ બતાવે છે. જોકે આવા ઘોડા ઉપર બસેતા વરરાજા ડરે છે. સામાન્ય ઘોડા કરતાં આવા ઘોડાનો ચાર્જ પણ ડબલ રહે છે. આ ઘોડા પણ ઊંચી ઓલાદનાં હોય છે.

ઉલ્લેખનીય છે કે અંગ્રેજોના આગમન અગાઉ ભારતમાં ક્યાંય બેન્ડવાજા વગાડવાનો કે ઘોડે ચડીને લગ્નનાં માંડવે જવાનો રિવાજ ન હતો ,પરંતુ અંગ્રેજ અમલદારોના આગમન વખતે સ્વાગત માટે બેન્ડવાજા.....

Read More...

 

 

-પક્ષીઓએ ચાંચ મારતાં મધમાખીઓ વિફરી

વડોદરામાં ન્યૂ શર્મા રોડ પર આજે સવારે મધમાખીઓનું ઝૂંડ વિફર્યું હતું અને ભરચક વિસ્તારમાં આતંક મચાવતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. મધમાખીએ 10 થી વધુને ડંખ મારતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

વડોદરામાં ન્યૂશર્મા્ રોડ પર આવેલી અભિલાષા સોસાયટી નજીક એક ઘટાદાર વૃક્ષ પર મોટો મધપૂડો હતો. આ મધપૂડામાં અકે પક્ષીએ ચાંચ મારતાં મધમાખીઓ વિફરી હતી

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved