Last Update : 31-July-2012, Tuesday

 

 

- ૧લી મેની ઉજવણીમાં પોલીસનો ત્રાસ

લોકસભામાં કોંગ્રેસના એક મહિલા સાંસદ સાથે ગુજરાત પોલીસે કરેલી ગેરવર્તણુંકનો મુદ્દો આજે લોકસભામાં ઉછળ્યો હતો. જેમાં એનડીએ સિવાયના તમામ પક્ષોએ ગુજરાત સરકાર પર પસ્તાળ પાડી હતી. બીજી તરફ ભાજપના સભ્યો મૂક બની ગયા હતા. દાહોદના આ મહિલા સાંસદ પ્રભા કિશોર તાવિયાડ રડી પડયા હતા અને તેમણે તેમના હાથ ઉપર થયેલા ઉઝરડાઓ ગૃહમાં દર્શાવ્યા હતા. જેથી ડાબેરીઓ, સ.પા., બ.સ.પા., તૃણમૂલ કોંગ્રેસ અન્ના ડીએમકે અને આર.જે.ડી.ના સાંસદો એક થઈ ગયા હતા અને આ અંગે તત્કાળ પગલા લેવા સરકારને અનુરોધ કર્યો હતો.

Read More...

 

 

- જૈન પરિવારની યુવતીને ભગાડવાની ઘટના

શિનોર તાલુકાના સાધલી ગામે જૈન પરિવારની યુવતીને મુસ્લિમ યુવાન રજીસ્ટર મેરેજ કરી ભગાડી જવાની ઘટનાના છઠ્ઠા દિવસે પણ બજારો સજજડ બંધ રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા આજે વેપારીઓ સાથે મીટીંગ કરી હતી. પરંતુ કોઇ ઉકેલ આવ્યોન હતો. વિહિપના કાર્યકરો અને વેપારીઓ દ્વારા પણ મામલતદારને પોલીસની ધીમી કાર્યવાહી અને આ ઘટનાનો આક્રોશ વ્યકત કરતુ આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.

Read More...

 

 

- ગેંગે વધુ ૪ કારના કાચ તોડયા

 

પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત સામાન્ય પ્રજાજનોને રંજાડતી બાઈકર્સ ગેંગ બેકાબૂ બની કારના કાચ તોડી રહી છે. વીસ દિવસમાં ૩૫ કારના કાચ તોડી ચૂકેલા તોફાની બાઈકર્સને પકડવા પોલીસ મધરાતે પેટ્રોલીંગ કરતી હતી ત્યારે જ સેટેલાઈટ અને હિમ્મતલાલ પાર્ક વિસ્તારમાં વધુ ચાર કારના કાચ તોડાયા છે. બેકાબૂ બાઈકર્સને પકડવા પાંચ પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક બેઠક યોજીને એક્શન પ્લાન અમલમાં લવાયો છે.

Read More...

 

 

- ૯ દેશી અને ૬૭ વિદેશી પક્ષીઓ કબજે

શહેરના ફતેપુરા વિસ્તારમા દેશી તેમજ વિદેશી પક્ષીઓને લાવી તેની પાંખો કાપી નાંખીને તેને વગર લાયસંન્સે વેચવાનુ મોટુ કૌભાંડ જીવદયા કાર્યકરોની મદદથી વનખાતાએ ઝડપી પાડયુ હતુ અને ફતેપુરા વિસ્તારના સુરેશ સાળુંકે નામની વ્યક્તિ પાસેથી દેશી ૯ તેમજ વિદેશી ૬૭ પક્ષીઓને બચાવી લેવામા આવ્યા હતા. જ્યારે પક્ષીઓનો વેપાર કરતા સુરેશને મોટી રકમનો દંડ ફટકારવામા આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

Read More...

 

 

- સારવારના કાગળો ફાડયા

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે સવારે સારવાર લેવા આવેલા નામચીન બલી ડાંગરના સાગરીત અને ખૂનના ગુનામાં પકડાયેલા અર્જુન એભલભાઇ આહિરે મિત્રો સાથે મળવા દેવાનો પોલીસે ઇન્કાર કરતાં ઉશ્કેરાઇ જઇ જાપ્તા પાર્ટીના પ્રોબેશનર પીએસઆઇ કે. એન. લાઠીયા અને બીજા પોલીસમેનોને બેફામ ગાળો ભાંડી પોલીસની આબરૃના સરાજાહેર લીરા ઉડાડયા હતાં. પ્ર.નગર પોલીસે ગુનો નોંધી તપાસ જારી રાખી છે.

Read More...

 

 

-'ટેમ્પો'ની રીલ અને રીયલ લાઈફ સરખી

નિર્માણાધીન ગુજરાતી ફિલ્મ 'માથાભારે'માં વિલનનો રોલ કરતો મહંમદ હુસેન ઉર્ફે મહંમદ 'ટેમ્પો'ની પોલીસે ચોરીના આરોપસર ધરપકડ કરી છે. વહાબ ગેંગની નજીક કહેવાતા મહંમદ ટેમ્પો સામે ભૂતકાળમાં અનેક ગૂના નોંધાયા હતા. ગુજરાતી ફિલ્મમાં કામ કરતા મહમદ ટેમ્પો રીલ લાઈફ એટલે કે રીયલ લાઈફની સામ્યતાની ચર્ચા પોલીસમાં થઈ રહી છે.
અગાઉ અપહરણ, ખૂન, આંગડીયા લૂંટ, પેટ્રોલપંપ લૂંટ, ધાડ, મારામારી અને ચોરી જેવા ગંભીર ગૂનામાં.....

Read More...

 

 

- મહિલાના દાગીનાની લૂંટ

મેગાસિટી અમદાવાદમાં સલામતીના દાવા કરતી પોલીસને પડકાર ફેંકતી ઘટના ૫૪ વર્ષની મહિલા સાથે બની છે. કાલુપુર થી વાડજ જવા માટે રિક્ષામાં બેઠેલી મહિલાના દાગીના અને રોકડ રકમની લૂંટારૃઓએ સોમવારે રાત્રે લૂંટ ચલાવી હતી. આટલે થી નહી અટકેલા લૂંટારૃઓ મહિલાને ચાલુ રિક્ષાએ રોડ તરફ ફંગોળી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સાબરમતી પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Read More...

 

 

- કિશાનપરા ચોક વિસ્તારની ઘટનાથી ચકચાર

રાજકોટમાં સવારે 6 વાગ્યાના સુમારે એક વ્યક્તિને ચપ્પાનાં ઘા મારી હત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. જોકે, આ ઘટનામાં મરનારને મુસ્લિમ યુવક સાથે અંગત અદાવત હોવાની ચર્ચા પણ જોરશોરથી ચાલી રહી છે. જ્યારે પોલીસે આ હત્યારાને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરના ખૂબ જ પોશ વિસ્તાર ગણાતા, કિશાનપરા ચોક વિસ્તારમાં સવારે 6 .....

Read More...

 

 

-સુરતમાં મોદી બિન ગુજરાતી સમાજને સંબોધશે

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ પણ ગરમી પકડી રહ્યો છે. સુરત ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લોકોની પાંખી હાજરીથી પાટીદાર સમાજ અને બ્રહ્મ સમાજનું સંમેલન સફળ ન નીવડ્યુ ત્યારે ચર્ચા ચાલી રહી છે કે હવે મુખ્યમંત્રી બિનગુજરાતી સમાજને આકર્ષવા માટે એક જ દિવસે બે સંમેલનોને સંબોધશે. જે અંતર્ગત તેઓ તા.6 મેના રોજ બિહાર-ઝારખંડ સમાજ અને તેલુગુ મહાસંમેલનમાં હાજરી આપશે.

Read More...

 

 

-1 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા

 

સુરતમાં યુવા પરિણીતા ઉપર કોઇ અજાણ્યા શખ્સે કેરોસીન છાંટીને સળગાવી દેવાની ઘટનામાં પરિણીતાનું મૃત્યુ થયું છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. વહેલી સવારે 3.30 વાગ્યે દરવાજો ખખડાવતા પરિણીતાએ દરવાજો ખોલતા જ આ અજાણ્યા શખ્સે દરવાજો ખોલ્યો હતો અને તેના ઉપર કેરોસીન છાંટી સળગાવી દીધી હતી અને તેનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું છે.

Read More...

 

 

- નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી

 

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રહેતી યુવતીને એક મહિના અગાઉ કલોલનો જ યુવાન બાઈક ઉપર બળજબરીથી બેસાડીને પેથાપુર લઈ આવ્યા બાદ ગેસ્ટહાઉસમાં યુવતી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા બાદ આ યુવતીની નગ્ન અવસ્થામાં ક્લીપ ઉતારી લીધી હતી. અને જો આ બાબતની કોઈને જાણ કરી તો ક્લીપ ફરતી કરી દઈશ તેવી ધમકી પણ યુવતીને હવસખોર યુવાને આપી હતી. પરંતુ આ ક્લીપ છેલ્લા અઠવાડીયાથી કલોલ શહેરમાં ફરતી થઈ ગઈ.

Read More...

 

 

- ટીયર ગેસના છ શેલ છોડાયા

 

શહેરના ૮૦ ફૂટના રોડ પર આજી વસાહતમાં આવેલા અજય ટેકનોકાસ્ટ નામના કારખાનામાં ચોરી કરવા ઘુસ્યાની શંકા પરથી દલિત યુવાનને મારકૂટ કરાયા બાદ તેને છોડાવવા માટે આસપાસના લોકોનું ટોળુ ઘાતક હથિયારો લઇ કારખાના તરફ ધસી ગયુ હતું અને હલ્લો બોલાવી કારખાના પર ભારે પત્થરમારો અને વાહનોમાં તોડફોડ શરૃ કરી દેતાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી.

Read More...

 

 

- રોડ નં.૩થી પાંચને બંધ કરવા જાહેરનામું

ગુજરાતના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૃપે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટામાં યોજાનાર પરેડ દરમિયાન કોઇ અકસ્માત કે અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને શહેરના ચ-૩થી ચ-૫ અને ઘ-૩થી ઘ-૫ સુધીનો માર્ક બ્લોક કરી દેવાની સુચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ-૪થી ઘ-૪ સુધીના સેન્ટ્રલ વિસ્ટામાં પણ ૧લીએ સાંજે ૫થી ૮ વાગ્યા સુધીના સમયગાળામાં વાહનોને પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved