Last Update : 31-July-2012, Tuesday

 

 

-લોખંડની ગ્રીલ કાપી ગભારામાં જઇ ચોરી કરી

પાટણ જિલ્લા પોલીસને પડકાર ફેંકતા હોય તેમ મંદિર ચોરી કરનારા તસ્કરો આજે પણ ભર ઉનાળા સક્રિય છે અને પાટણ હારીજના જૈન મંદિરને નિશાન બનાવ્યા બાદ તસ્કરોએ રાધનપુરના જૈન મંદિરને નિશાન બનાવીને અંદાજે ૧૧ કિલો ૯૦૦ ગ્રામ ચાંદીના દાગીના સીફ્તપૂર્વક ચોરી કરી લઈ જતાંપાટણ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. જો કે આ બનાવથી રાધનપુર જૈન સમાજ સ્તબ્ધ બની ગયો હતો.

Read More...

 

 

-ચીખલીનાં અગાસી ગામે શ્રધ્ધાળુંઓ ઉમટ્યા

ખેરગામ નજીક આવેલાં અગાસી ગામે ૧૨ વર્ષીય કિશોરીનાં હાથમાંથી તથા શરીરમાંથી કંકૂ પડતાં લોકો માતાજીનો ચમત્કાર સમજી રહ્યા છે. આ ઘટનાને પગલે લોકો શ્રધ્ધા-અંધ શ્રધ્ધાના આટાપાટા આઘા મુકી દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
ચીખલી તાલુકાનાં અગાસી ગામે ઇંટની ભઠ્ઠી ચલાવતાં હસમુખભાઇ નીછાભાઇ પટેલની ૧૨ વર્ષીય પુત્રી કુંજલ ધોરણ ૭માં અભ્યાસ કરે છે.

Read More...

 

 

-માંગરોળ તાલુકાના કોસંબા સ્ટેશને ફિલ્મી દ્રશ્યો

માંગરોળ તાલુકાના કોસંબા રેલ્વે સ્ટેશન નજીક બ્રાન્દ્રા-જામનગર ઇન્ટરસીટી ટ્રેન પર કોઇક ફિલ્મનું શુટીંગ ચાલતું હોય તેવી ઘટના બની હતી. સુરતથી ટ્રેનના બીજા ડબ્બા પર બેસી ગયેલા પાગલ જેવા દેખાતા યુવાને ટ્રેન ધીમી પડતાં ડબ્બા ઉપર દોડવાનું શરૃ કરી દીધું છે. યુવાન દોડીને એન્જીન તરફ ભાગતા તે એન્જીનના પેન્ટોગ્રાફ (એન્જીને હાઇટેન્શન વીજતાર સાથે જોડતા એંગલ)માં ફસાઇ ગયો હતો.

Read More...

 

 

-વાંદરાનું બચ્ચુ કુતરાઓ સાથે મસ્તી કરે છે

પ્રેમ, લાગણી, દોસ્તી એ અહેસાસ માત્ર માનવીને જ થાય તેવું નથી. આ લાગણીનો સેતુ અન્ય જીવમાં પણ જોવા મળે છે. પણ એક પ્રાણી બીજી પ્રજાતીના પ્રાણી સાથે આવા પ્રેમ દોસ્તી ભર્યા એહસાસનો આનંદ લુંટે છે ત્યારે આનંદ સાથે અચરજ અનુભવાય છે.
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના ખોડીયાર મંદિરના પુજારી પાસે એક વાંદરાનું બચ્ચુ આવી રમવા લાગ્યુ પણ પુજારીને ચિંતા હતી કે મંદિરની આજુ બાજુના ઘણા કુતરાઓ છે

Read More...

 

 

-પરેશ ડાંગરના ઘર પર 6 રાઉન્ડ ફાયરિંગ

 

રાજકોટ શહેરમાં સંત કબીર રોડ પર રહેતા કુખ્યાત જમીન માફિયા પરેશ ડાંગરના ઘેર મંગળવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને 6 રાઉન્ડ ખાનગી ગોળીબાર કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસમાં આ બનાવ બન્યો ત્યારે પરેશ ડાંગર ઘેર હાજર ન હતો. પોલીસે તેના ઘર પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

 

 

- પુત્રી પ્રેમી સાથે ભાગી હતી

અમદાવાદના જૂના વાડજમાં પિતાએ પોતાની વ્હાલ સોયી દિકરી પર ચાકુના નવ જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પુત્રી પાડોશમાં રહેતા યુવકના પ્રેમમાં પાગલ હતી અને ભાગી પણ ગઇ હતી.જેના કારણે મંગળવારે મોડી રાત્રે પતિ -પત્ની વચ્ચે તકરાર થતાં ઉશ્કેરાયેલા મહેન્દ્એ પત્ની અને પુત્રી પર ચાકુના ઘા ઝીકતાં પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું,જ્યારે પત્ની ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

Read More...

 

 

અમદાવાદમાં રાષ્ટ્રીય પુસ્તક મેળો

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મ્યુનિ. કોર્પોરેશન અને નેશનલ બુક ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા રાષ્ટ્રીય પુસ્તક મેળાને ખુલ્લો મુકતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતીઓ લક્ષ્મીપૂજનની સાથે સાથે સરસ્વતીપૂજનના સંસ્કાર અને સ્વભાવ કેળવે તેવું વાતાવરણ સર્જવું છે. ગુજરાતીઓ પહેલાં પૂછતા કે આમાં શું ફાયદો? પણ હવે એને સમજાવા માંડયું છે કે આમા પણ ફાયદો છે.
જગતને ગુજરાત અને ગુજરાતીપણાની વ્યાપક ઓળખ કરાવવી છે ઃ નરેન્દ્ર મોદી

Read More...

 

 

-2રીઢા ચેઈન સ્નેચર સાથે પકડાયા

અમદાવાદ શહેરમાંથી ૩૪થી વધુ અછોડા તોડનારા બે કુખ્યાત ચેઇન સ્નેચર્સને પાસા બોર્ડમાં હાજર કરાયા બાદ પોલીસને થાપ આપી નાસી છુટયા છે. નર્મદાનાં રાજપીપળાની પોલીસ બે પૈકીનાં એક આરોપીને થોડા ઘણા રૃપિયા માટે તેની કહેવાતી બહેનનાં ઘરે લઇ ગઇ હતી, જ્યાંથી તે તેની પ્રેમીકા સાથે નાસી છુટયો હતો. જ્યારે તેનો મિત્ર એસ.ટી સ્ટેન્ડ નજીક આવેલી રિલિફ હોટલમાંથી હાથ ધોવાના બહાને બહાર નીકળી બે બાઇક સવાર સાથે નાસી છુટયો હતો.

Read More...

 
Top
More News
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved